સામાન્ય રીતે આપણે જાતકના જન્મતારીખ, જન્મસમય, જન્મસ્થળને આધારે તેની જન્મકુંડળી બનાવીએ છીએ અને તેના આધારે તેના જીવનની રૂપરેખા આપીએ છીએ. તે જ રીતે કોઈ વ્યક્તિ મૃત્યુ-પામે તો તેના મૃત્યુનાં તારીખ – સમય – સ્થળ લઈને જે કુંડળી બનાવવામાં આવે તેને મૃત્યુકુંડળી કહેવાય. જ્યોતિષશાસ્ત્રના ‘જાતકપારિજાત‘ આદિ ગ્રંથોમાં આવી મૃત્યુકુંડળી બનાવીને તે જીવની મરણોત્તર ગતિ વિશે લખવામાં આવ્યું છે. હવે જન્મ-કુંડળીની બાબતમાં તો તે જાતકનું જીવન જન્મના ગ્રહો પ્રમાણે વ્યતીત થયું કે કેમ તે તપાસી શકાય, પરંતુ મૃત્યુકુંડળીની બાબતમાં જીવની ગતિ વિશેની વિગતોની સચ્ચાઈ તપાસવાનું લગભગ અશક્ય છે. છતાં નીચેની બાબતોને આધારે આ વિષયની શ્રદ્ધા ર્દઢ કરી શકાય :
(૧) જે જ્યોતિષશાસ્ત્ર જાતકની જન્મકુંડળી પરથી જીવનની સાચી રૂપરેખા આપી શકે છે તે જ જ્યોતિશાસ્ત્ર મરણ પછીની જીવની ગતિ વિશે જે વિગતો કહે છે તે વિગતો સાચી જ હશે એવું અનુમાન કરી શકાય.
(૨) ભીષ્મ જેવા સમર્થ જ્ઞાનીએ પણ પોતાની સદગતિ માટે ઉત્તરાયણ સુધી કષ્ટ વેઠીને પણ દેહને ટકાવી રાખ્યો, માટે અમુક ચોક્કસ સમયે મૃત્યુ થાય તો અમુક ચોક્કસ પ્રકારની ગતિ મળે જ એમ શાસ્ત્રપ્રમાણથી માની શકાય.
(૩) જેમની જન્મકુંડળીમાં આઠમે ઉચ્ચનો ગુરુ હોય અને તે મુજબ અન્ય મોક્ષપ્રદ ગ્રહયોગો હોય તેવી વ્યક્તિની મરણકુંડળી જો જીવની ઉત્તમ ગતિ દર્શાવતી હોય તો મૃત્યુકુંડળી પરથી આપવામાં આવતી વિગતો સત્ય છે એમ જ? જન્મકુંડળીના પ્રમાણ પરથી માની શકાય.
(૪) જે કિસ્સામાં બાળકને પોતાના પૂર્વજન્મની વિગતોની સ્મૃતિ રહેતી હોય તેવાં બાળકો પોતાના પૂર્વજન્મની જે વિગતો આપે તેને આધારે જો પૂર્વજન્મની તે વ્યક્તિની જન્મ- કુંડળી તથા મૃત્યુકુંડળી પ્રાપ્ત કરી શકાય તો તેના આધારે પ્રત્યક્ષપ્રમાણથી મૃત્યુકુંડળીના સિદ્ધાંતોની સચ્ચાઈ તપાસી શકાય.
‘જાતકપારિજાત‘ના પાંચમા તથા છઠ્ઠા અધ્યાયમાં, ‘બૃહત્ જાતક‘ના પચ્ચીસમાં અધ્યાયમાં તેમ જ અન્ય ગ્રંથોમાં પ્રસંગોપાત મૃતકની ગતિ વિશે થોડી ચર્ચા પ્રાપ્ત થાય છે. ‘બૃહત્ જાતક‘માં ‘મૃતસ્ય કા ગતિર્ભવિષ્યતિ તદ્ વિજ્ઞાનમ્‘ ‘મરેલાની શી ગતિ થશે તેનું વિજ્ઞાન‘ એવા શિર્ષક નીચે જે વિગત આપી છે તે અત્યંત અલ્પ અ ને સૂત્રાત્મક છે. તે જ રીતે ‘જાતક પારિજાત‘માં પણ મરણોત્તર ગતિ વિશેની વિગતો માત્ર પાંચમા અધ્યાયમાં ૬ શ્લોકોમાં અને સાતમા અધ્યાયમાં એક જ શ્લોકમાં આપી છે. આથી આ વિષયમાં સંશોધનને ઘણો અવકાશ રહે છે. આ લેખમાં તો ઉક્ત ગ્રંથોના આધારે મૃતકની મૃત્યુકુંડળી પરથી જીવની ગતિ કેવી થઈ હશે તેનું સામાન્ય ચિત્ર હાથવગું કરી આપવાનો ઉદ્દેશ છે.
આધાર તરીકે ‘જાતકપારિજાત‘ના નીચેના બે શ્લોકો લઈએ :
દેવમર્ત્યપિતૃનારકાલયપ્રાણિનો ગુરુરિનક્ષમાસુતૌ ॥
કુર્યુરિન્દુભૃગુજૌ બુધાર્કજૌ મૃત્યુકાલભવલગ્નગા યદિ ।
(૫) જો લગ્ને મેષ-વૃષભ-મિથુન-કર્ક રાશિ હોય અને લગ્ને બુધ કે શનિ હોય તો તેવી વ્યક્તિના જીવની અધોગતિ જાણવી. નવા જન્મની તેની સ્થિતિ વધુ કલેશમય, વધુ દુઃખમય હોય અથવા તેને પશુયોનિમાં જન્મ મળે.
આ સ્થિતિઓમાં આધાર તરીકે લગ્નની મેષ-વૃષભ-મિથુન-કર્ક રાશિ લીધી છે. આ રીતે લગ્નમાં જો સિંહ-કન્યા-તુલ-વૃશ્ચિક રાશિઓ આવે તો તે તે ગ્રહોના સંદર્ભમાં વધુ ઊંચી ભૂમિકા પ્રાપ્ત થાય અને જો લગ્નમાં ધન-મકર-કુંભ-મીન રાશિઓ આવે તો તે તે ગ્રહોના સંદર્ભમાં અનુક્રમે વધુ ઊંચી સ્થિતિ સમજવી.
મૃતકની મૃત્યુકુંડળીમાં ગ્રહો – રાશિઓની જે સ્થિતિ હોય લગભગ તેવી જ ગ્રહ – રાશિઓની સ્થિતિ હોય લગભગ તેવી જ ગ્રહ – રાશિઓની સ્થિતિ તે વ્યક્તિના નવા જન્મની જન્મકુંડળીમાં પણ હોય છે.
આ ઉપરાંત મૃત્યુસમયે જે ગ્રહની મહાદશા – અંતર્દશા ચાલતી હોય તે જ ગ્રહની મહાદશા – અંતર્દશામાં નવો જન્મ મળે, જેમાં પૂર્વના જન્મની દશાઓ ભુક્ત ગણાય અને જવા જન્મની દશાઓ ભોગ્ય ગણાય.
ડો. બી. જી. ચંદારાણા