માત્ર એક ફોનકોલ જીવન બદલી શકે છે!

માત્ર એક ફોનકોલ જીવન બદલી શકે છે!

માત્ર એક ફોનકોલ જીવન બદલી શકે છે!

 

શું તમે હતાશ છો? મનમાં આત્મહત્યાના વિચાર આવે છે ? એઈડસની કે કોઈ ગુપ્તરોગની માહિતી મેળવવી છે ? અત્યાચારનિ ભોગ બનેલ કોઈ મહિલાએ માર્ગદર્શન મેળવવું છે કે અસ્તે રઝળતા કોઈ બાળકને આશ્રયસ્થાને મોકલવું છે આ તમામ સેવાઓનો લાભ હેલ્પલાઈનની મદદથી માત્ર એક ફોન કોલ કરીને મેળવી શકો છો.મોટાભાગની હેલ્પલાઈન ટોલ ફ્રી છેેટલે કે ફોન કરનારને કોઈ ખર્ચ ભોગવવો પડતો નથી.સાથે સાથે આ હેલ્પલાઈન વ્યવસ્થાનો ફાયદો એ છે કે તે ૨૪ કલાક તેની સેવા આપે છે.હેલ્પલાઈનની મદદ લેનારની ઓળખાણ ગુપ્ત રહે છે જે તેની સૌથી મોટી ખાસિયત છે.

 

એઈડસ: ૧૦૫૧ હેલ્પલાઈન

 

આત્મહત્યા નિવારણ

૧૦ સપ્ટેમ્બરનો દિવસ સમગ્ર વિશ્વમાં આત્મહત્યા નિવારણ દિવસ તરીકે ઓળખાય છે.

આપઘાતનો વિચાર આવે તે હેલ્પલાઈન નં-9824067691 )સધિયારો  ફ્રી હેલ્પલાઈન

 

એક સરવે પ્રમાણે આત્મહત્યાથી થતાં મોતની સંખ્યા ખૂન કે અકસ્માત કરતાં પણ વધારે છે અને આત્મહત્યા પાછળનું સૌથી મહત્વનું કારણ ડિપ્રેશન હોય છે. જો કે, આવી વ્યક્તિઓને સમયસર કોઈ સહાય મળી જાય તો તેમનું જીવન બચાવી શકાય છે. આત્મહત્યાના વિચારો આવતા હોય તેવી કોઈપણ વ્યક્તિ હેલ્પલાઈનનો ઉપયોગ કરી શકે છે. આત્મહત્યા એક નિવારી શકાય તેવી સમસ્યા છે.

લોકો આર્થિક, સામાજિક કે વ્યક્તિગત તણાવને કારણે પોતાનો જીવ પોતે જ લઈ લે છે. દારૂ કે અન્ય પ્રકારના નશા પણ વ્યક્તિને આત્મહત્યા તરફ દોરી જાય છે.

 

આત્મહત્યા કરતી વ્યક્તિઓમાંથી ૯૦ ટકા અંતિમ પગલું ભરતા પહેલા કુટુંબીજન, મિત્ર કે ડોક્ટર પાસે તે પ્રકારના વિચારો સીધી કે આડકતરી રીતે રજૂ કરતી હોય છે.

 

જો તેવા સમયે તેમને કોઈ સહાય મળી જાય તો તેમના વિચારોમાં પરિવર્તન કરી શકાય છે. માનસિક રોગ વિભાગ દ્વારા શરૂ કરાયેલી હેલ્પલાઈનના ફોન નંબરો ઉપર કોઈપણ વ્યક્તિ નિ:સંકોચપણે સંપર્ક કરી શકે છે.

ભારતમાં દર વર્ષે દર દસ હજારે ૧૧ વ્યક્તિ આપઘાત કરી લે છે

 

મહિલાઓ સામે થતા અત્યાચાર

 

181 અભયમ હેલ્પલાઇન

‘અભયમ’ કોઈનાથી ડરવુનહી

સ્ત્રી હક્કના રક્ષણ માટે આ હેલ્પલાઇન છે

સ્ત્રી હક્કના રક્ષણ માટે સરકારે વિકસાવેલી આ હેલ્પલાઇનનો ઉપયોગ મહિલાઓ કોઇ પણ મુશ્કેલી હોય કે પછી સલાહ કે સ્થળાંતરની જરૂર હોય ત્યારે કરી શકે છે.

અભયમ સેવા મહિલાઓને કઇ બાબતોમાં મદદ કરી શકે?

 

– મહિલા સાથે થતી હિંસા (શારીરિક, જાતિય, માનસિક, આર્થિક તેમજ કાર્યના સ્થળે જાતિય સતામણી)

– લગ્નજીવન તેમજ અન્ય સંબંધોમાં વિખવાદ

– જાતિય તેમજ બાળક જન્મને લગતી બાબતો

– કાનૂની જોગવાઇઓની પ્રાથમિક માહિતી

– માહિતી (કાર્યક્રમો, યોજનાઓ, સેવાઓ)

અભયમ સેવાનો ઉપયોગ કોણ કરી શકે?

14 વર્ષથી વધું ઉમરની કોઇ પણ મહિલા કે યુવતી આ સેવાનો ઉપયોગ કરી શકે છે. આ હેલ્પલાઇન ઉપર સંપર્ક કરનાર મહિલાની ઓળખ ગુપ્ત રાખવામાં આવે છે. સાથોસાથ આ હેલ્પલાઇન અંતર્ગત ફોન પર માર્ગદર્શન, સલાહ-સૂચન, હિંસાના સંજોગોમાં તાત્કાલિક બચાવ તેમજ મહિલાઓની યોજનાની માહિતી આપવામાં અાવે છે.

 

ચાઈલ્ડ હેલ્પલાઈન

ચાઈલ્ડ ફોન હેલ્પલાઈન-1098 વિશે જાણીએ

‘ચાઈલ્ડલાઈન’એ મહિલા અને બાળ વિકાસ અધિકારિતા મંત્રાલય, ભારત સરકારનો પ્રકલ્પ છે. ચાઈલ્ડલાઈન એ 24 કલાકની, 365 દિવસની બાળકો માટેની મફત ફોન સેવા છે. તે મુશ્કેલીમાં મૂકાયેલા, જરૂરિયાતમંદ, અનાથ અને નિરાધાર બાળકો માટેની હેલ્પલાઈન છે. ‘ચાઈલ્ડલાઈન’ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને આશ્રય, તબીબી, પુનર્વસન અને અભ્યાસ માટેની મદદ પૂરી પાડવામાં આવે છે.

 

કોઈ બાળક કામના સ્થળે માલિક દ્વારા શોષણનો ભોગ બન્યું હોય તેને માલિકના શોષણમાંથી છોડાવવામાં ‘ચાઈલ્ડલાઈન’ મદદરૂપ થાય છે. ‘ચાઈલ્ડલાઈન’ ભારત દેશમાં 83 જેટલાં વિવિધ શહેરોમાં કાર્યરત છે. ‘ચાઈલ્ડલાઈન’ મહિલા અને બાળ અધિકારિતા મંત્રાલય, ભારત સરકારનો પ્રકલ્પ હોવાથી ‘ચાઈલ્ડલાઈન’ને 1098નો હેલ્પ લાઈન નંબર આપવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યમાં વડોદરા અને અમદાવાદ શહેરમાં ‘ચાઈલ્ડલાઈન’ ભારત સરકાર દ્વારા ફાળવવામાં આવી છે. અમદાવાદ શહેરમાં ‘ચાઈલ્ડલાઈન’-કોલેબ અમદાવાદ સ્ટડી એક્શન ગ્રુપ (અસાગ) સંસ્થા દ્વારા અને ‘ચાઈલ્ડલાઈન’-નોડેલ ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદના સહયોગથી જાન્યુઆરી 2001થી કાર્યરત છે.

નિરૂપાબહેન શાહ

સીટી કો-ઑર્ડિનેટર

ચાઈલ્ડલાઈન, નોડેલ

શાળા માં ન જતા બાળકોની માહિતી પુરી પાડોઃ હેલ્પલાઈન નં.૧૮૦૦-૨૩૩-૭૯૬૫

ભારત સરકાર ધ્વારા ૬ થી ૧૪ વાયજૂથના તમામ બાળકોને મફત અને ફરજિયત શિક્ષણ પ્રાપ્ત થાય તે હેતુથી સંસદમાં “ધી રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેસન –એકટ, ૨૦૦૯” પસાર કરીને તમામ બાળકોને મૂળભૂત બંધારણીય અધિકારી આપેલ છે. જેનો સમગ્ર દેશમાં તા.૧/૪/૨૦૧૦થી અમલ શરૂ થયેલ છે. રાઈટ ટુ એજ્યુકેસન, એકટ -૨૦૦૯નિ જોગવાઈઓ અનુસાર ૬ થી ૧૪ વયજૂથના શાળા બહારના અને સ્થળાંતર કરતાં બાળકોના શૈક્ષણિક પુન:વસન માટે “સર્વ શિક્ષા અભિયાન, ગાંધીનગર” ધ્વારા ૧,ઓક્ટોબર ૨૦૧૧થી હેલ્પલાઈન નં.(ટોલ ફ્રી નં.)૧૮૦૦-૨૩૩-૭૯૬૫ શરૂ કરવામાં આવેલ છે. આ નંબર પર કચેરીના કામકાજના દિવસોમાં ૧૧:૦૦ થી ૧૭:૦૦ કલાક દરમ્યાન સંપર્ક સાધી શકશે અને વિગતો નોંધાવી શકશે. તેમજ ઓનલાઈન પણ વિગતો નોંધાવી શકશે. હેલ્પલાઈન નં. (ટોલ ફ્રી નંબર) : ૧૮૦૦-ર૩૩-૭૯૬૫ (1800-233-7965)

 

વ્હિસલ બ્લોઅર હેલ્પલાઈન (માહિતી અધિકાર)

હેલ્પલાઈન નંબર ૯૯ર૪૦ ૮પ૦૦૦

ફેક્સ નંબર ૦૭૯ ર૬૮ર૧પપ૩

કેન્દ્ર સરકારે બનાવેલા માહિતી અધિકારના કાયદાને આવતીકાલે પાંચ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે માહિતી અધિકાર ગુજરાત પહેલ નામની સંસ્થા દ્વારા આવતીકાલથી રાજ્યમાં વ્હિસલ બ્લોઅર હેલ્પલાઈનનો પ્રારંભ કરવામાં આવનાર છે. આ સંસ્થાએ ચાલુ કરેલી માહિતી અધિકાર હેલ્પલાઈનમાં છેલ્લા એક વર્ષમાં પ૮,૩૦૭ લોકોએ માહિતી અધિકારને લગતી સમજ મેળવી છે. વ્હિસલ બ્લોઅર હેલ્પલાઈનનો ઉદ્દેશ આરટીઆઈ કરનારાઓ પર જોખમ હોય તો તેમને રક્ષણ આપવાનો છે.

આ અંગે ગુજરાત પહેલ સંસ્થાના પંક્તિ જોગે જણાવ્યું હતું કે આરટીઆઈ હેઠળ જ્યારે કોઈ વ્યક્તિ માહિતી માંગે છે ત્યારે તે અરજી કરનારાઓ ઉપર તમામ બાજુએથી દબાણો-ધમકી આવવા માંડે છે. આવા સમયે તે એકલો પડી જાય છે. પરિણામે તેને ડરીને-ધમકાવીને અરજીઓ પાછી ખેંચાવી લેવાય છે. અથવા તો તેઓ હુમલાઓના ભોગ બને છે. આથી જ્યારે પણ આરટીઆઈ કરનારી વ્યક્તિ આવી કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તે તેની મુશ્કેલી તુરંત જણાવી શકે અને તેને તુરંત મદદ મળી શકે. કોઈ પણ નાગરિક કે જેમણે માહિતી અધિકારનો ઉપયોગ કર્યો હોય અને તેની સામે જાનનું જોખમ ઊભું થાય તો તે પરિસ્થિતિમાં નાગરિક તાત્કાલિક હેલ્પલાઈન નંબર ૯૯ર૪૦ ૮પ૦૦૦ પર સંપર્ક કરી શકે છે. તદ્દઉપરાંત ફેક્સ નંબર ૦૭૯ ર૬૮ર૧પપ૩ પર ફેક્સ દ્વારા પણ ફરિયાદ કરી શકે છે.

 

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors