કોઇ પણ વસ્તુણની જીદ કરતું બાળક હંમેશા મહેમાનની હાજરીમાં એ વસ્તુણ મેળવી લે છે, કારણ કે આપણે આવા સમયે બાંધછોડ કરી લઇએ છીએ.
આપણે વિચારીએ છીએ કે ‘‘કોઇક મહેમાન ઘરે આવ્યુંછ છે. શું વિચારશે ? આપી દોને ! ’’ આવા વલણનો બાળકો ભરપૂર ફાયદો ઉઠાવે છે.
મહેમાનોની હાજરીમાં જ ‘મમ્મીલ થોડુંક ટી. વી. જોઇ લઉં ? પપ્પાિ, તમે અત્યા રે વાતો કરો ત્યાંન સુધી હું રમી આવું ? આવી પરિસ્થિતિમાં બાળકો સાથે કેમ વર્તવું અને તેમને કઇ રીતે કાબૂમાં રાખવાં તે એક અભ્યા સનો વિષય છે.
આવનાર મહેમાન વિષે જો આપણને ખબર હોય તો તે અંગે બાળકોને પણ જણાવો અને તેમને સ્પપષ્ટ પણે જણાવી દો કે મહેમાનોની હાજરીમાં અમુક વર્તણૂક કે બાબતો ચલાવી લેવામાં આવશે નહીં.
કોઇ પ્રકારની ગેરવર્તણૂક પણ ચલાવી લેવામાં નહીં આવે. આમ છતાં, મહેમાનોની હાજરીમાં બાળકોનું અપમાન ન કરો.
તેમને પણ બેઠકરૂમમાં દરજ્જો આપો. તેમને પણ મહેમાન સાથે વાતચીત કરવા દો. થોડીવાર પછી આપ પણ અંદર જઇ સૂચનાઓ અથવા માર્ગદર્શન આપી આવી શકો છો.
આવા સમયે, બાળકો ખાસ ફરિયાદ લઇને પણ આવશે. આવી ફરિયાદો તરફ બેધ્યાસન ન રહો. તમારી વ્ય સ્તચતા અને મહેમાનોની સરભરામાં બાળક પરત્વેય બેકાળજી ન સેવશો.
બાળકોને પણ મહેમાનોની સરભરામાં લગાવી દો. બાળકોને વ્ય સ્તત રાખો અને તેમણે કરેલા કાર્યોને મહેમાનોની હાજરીમાં જ બિરદાવો.
બાળકને પ્રોત્સાકહન મળશે, આપનો કપરો સમય પસાર થઇ જશે. મહેમાનોમાં પણ સારી છાપ ઊભી થશે.