મહુવા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાના મહત્વના એવા મહુવા તાલુકાનું નગર છે જે આ તાલુકાનું વહીવટી મુખ્ય મથક પણ છે.
મહુવા સૌરાષ્ટ્રનું કાશ્મિર કહેવાય છે. મહુવા દરિયા કાંઠે વસેલું શહેર છે અને શહેરમાં માલણ નદી વહે છે. મહુવામાં આવેલું ભવાની માતાનું મંદિર પ્રખ્યાત છે. ઉપરાંત મહુવા તાલુકામાં આવેલું બગદાણા ગામ બજરંગદાસબાપા જેવા સંતના આગમનથી એક મોટુ યાત્રા સ્થળ બન્યુ છે. મહુવા સ્વામિનારાયણ સંપ્રદાયના ભગતજી મહારાજનું જન્મ સ્થળ છે. જૈન ધર્મના નેમી સૂરિ મહારાજની પણ આ જન્મભુમી છે.