મનાલી-હિમાચલ પ્રદેશ -ભારતના પ્રસિદ્ધ હિલ સ્ટેશન
ભારતીય સંસ્કૃતિમાં મનાલીનું એક આગવું મહત્ત્વ મનાય છે. કહેવાય છે મનાલી ક્ષેત્ર સપ્ત ઋષિ (સપ્તર્ષિ)ઓનું નિવાસ સ્થળ હતું.નાલીનું નામ હિંદુ બ્રાહ્મણ મનુ (મનુ સ્મૃતિ) પરથી આવેલું છે. મનાલીનો શાબ્દિક અર્થ થાય છે “મનુનું ઘર”.
સ્કીઈઁગ, હાઈકીઁગ, પર્વતારોહણ, પૅરાગ્લાઈડીઁગ, તરાપાવિહાર (રાફ્ટીંગ), કાયાકીંગ અને માઉન્ટન બાઈકીંગ જેવા સાહસીક રમતો માટે મનાલી જાણીતું છે.મનાલીમાં ગરમ પાણીના ઝરા, ધાર્મિક મંદિરો અને તિબેટિયન બૌદ્ધ મઠો પણ આવેલા છે. ૧૯૬૯માં બંધાયેલ અહીંનું ગાધન થેકછોક્લીંગ ગોમ્પા ખુબ પ્રસિદ્ધ છે. સૂર્યમુખી શોભીત એવા બાગમાં બજારની પાસે એક ન્યીન્ગમ્પા નામે એક અર્વાચીન મઠ આવેલો છે.
હિડિંબા દેવી મંદિર, ૧૫૫૩માં સ્થાપિત આ મંદિર સ્થાનીય દેવી હિડિંબાને સમર્પિત છે જે પાંડવ ભાઈ ભીમના પત્ની પણ હતાં. આ મંદિર તેના ચાર ભાગીય પેગોડા અને મહીમ કાષ્ઠ કારીગિરી માટે પ્રસિદ્ધ છે.
રાહલા ધોધ મનાલીથી ૨૭ કિમી દૂર રોહતાંગ ઘાટની શરૂઆતમાં આ ધોધ આવેલ છે. આ ધોધ સમુદ્ર સપાટીથી ૨૫૦૧ મી.ની ઊંચાઈ પર આવેલો છે.
સોલાંગ ખીણ, આ સ્થળ સ્નો પોઈંટ તરીકે પ્રસિદ્ધ છે. આ સ્થળ મનાલીની ૧૩ કિમી ઉત્તર પશ્ચિમે આવેલો છે.
મનીકારણ, પાર્વતી નદીની ખીણમાં કુલ્લુથી મનાલીના રસ્તે કુલ્લુથી ૪૫ કિમી દૂર આવેલ આ સ્થળ તેના ગરમ પાણીના ઝરા માટે પ્રસિદ્ધ છે.
રોહતાંગ, મનાલીથી ૪૦ કિમી દૂરાવેલ આ સ્થળ સૌથી પ્રસિદ્ધ બરફ સ્થળ છે. પરંતુ શિયાળામાં તે બંધ કરી દેવાય છે. આ સ્થળ સમુદ્ર સપાટીથી ૧૩૦૫૪ ફૂટની ઊંચાઈ પર આવેલું છે.
સૌથી નજીકનું હવાઈ મથક ભુંતર ૫૦ કિમી દૂર આવેલું છે. મનાલી એક લોકપ્રિય હિમાલયનું પ્રવાસી સ્થળ છે. હિમાચલ પ્રદેશમાં આવતા પા ભાગના પ્રવાસીઓ મનાલીમાં જ આવે છે.
મનાલી એ દીલ્હીથી લેહ સુધી જતા રાષ્ટ્રીય ધોરી માર્ગ ૧ (NH 1) પર આવેલું છે. કહેવાય છે કે આ માર્ગ વિશ્વનો સૌથી ઊંચો વાહન માર્ગ છે. નવી દિલ્હીથી મનાલી સુધી આવતાં માર્ગમાં હરિયાણાના પાણીપત, અંબાલા, કેંદ્રશાસિત પ્રદેશ ચંદીગઢ, પંજાબના રોપર અને હિમાચલ પ્રદેશના બિલાસપુર , સુંદરનગર અને મંડી જેવા શહેરો આવે છે.
સૌથી નજીકનું બ્રોડ ગેજ સ્ટેશન ચંડીગઢ ૩૧૫ કિમી, પઠાણકોટ ૩૨૫ કિમી અને કાલ્કા ૩૧૦ કિમી દૂર આવેલા છે. નજીકનું નેરોગેજ સ્ટેશન જોગિન્દરનગર ૧૩૫ કિમી દૂર આવેલું છે.