મનુષ્ય ઇચ્છાઓનું પોટલું છે. તેની ઇચ્છાઓનો કોઇ અંત નથી. એક ઇચ્છા પૂરી થતાં બીજી ઇચ્છા તરત
પ્રગટે છે. જો તે ૧૦૦ કરોડનો આસામી હશે તો તેને ૨૦૦ કરોડનો આસામી બનવાનું મન થશે. આ મનનું શું
છે? તે આપણે જોઇએ.
મન એક સુંદર યંત્ર છે. મન અસ્તિત્વના ચમત્કારોનો એક ચમત્કાર છે. વૈજ્ઞાનિકો બધું જ કરી શકયા પણ
માનવ મન જેવું કાંઇ જ નથી બનાવી શકયા. આ દિશામાં તેમણે જે કાંઇ પ્રયત્ન કર્યા હશે તે બધા નિષ્ફળ ગયા
છે. તેમાં સફળતા મળી નથી. મનને ઓળખવામાં કમ્પ્યૂટર પણ થાય ખાઇ જાય છે. માનવ મન પોતાની અંદર
અનેક પુસ્તકોનો અર્ક ભરી શકે છે. તેની ક્ષમતા અસીમિત છે. તેની શકિત અનંત છે. એક સેકન્ડમાં મન
આપણા ઘરમાં હોય તો બીજી જ સેકન્ડે આપણું મન અમેરિકા, ચીન, લંડન કે જગતના કોઇપણ ખૂણે બનાવેલા
ઘરમાં હોય છે. આ ઊપરથી કલ્પી શકાય કે મન શું ચીજ છે. મન આપણને ઘણું બધું આપે છે. આપણે મનનો
તિરસ્કાર કદાપિ ન કરવો. મનનું હંમેશાં સન્માન કરવું જોઇએ. જો તમે તેનો તિરસ્કાર કરશો તો તમે ગરીબ
બનશો. જો તમે તેનું અપમાન કરશો તો તમે કદી સફળતાની સીડી ચડી નહ શકો.
જો તમે મનને સમજવાનો પ્રયત્ન કરશો તો જ તમે સુખી થઇ શકશો. એનો મતલબ એ નથી કે તમે તમારા
મનના ગુલામ બનો. જો તમે તમારા મનની પાર જશો તો તમે તેનું રહસ્ય પામી શકશો. મન વગર કોઇ ટેક્નિક
શકય નહ બને. માનવીની બધી જ સુખ-સગવડ મન વગર શકય નથી. આમ તન આપણને ઘણું બધુ આપે છે.
મનને સાક્ષીભાવે જોઇ કર્મ કરવાથી આપણે કર્મબંધનથી લોભાતા નથી. શકય હોય ત્યાં સુધી આપણે કદી મન
ઊપર બોજ ન નાખવો જોઇએ.
મનની શકિત ગજબની છે. ઘડીના સોમાં ભાગમાં તે સમગ્ર દુનિયાની સફર કરીને તમારી પાસે પરત આવી
શકે છે. આ ઊપરથી તમે મનની શકિતની શકિતને પીછાણો.