સૂર્યના ધન રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશને ઉત્તરાયણ માનવામાં આવે છે. સૂર્યના આ રાશિપરિવર્તનને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિનું પર્વ સમગ્ર ભારતમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. જો કે દરેક પ્રદેશમાં તેનું અલગ અલગ નામ છે. અને ઉજવણીની રીત પણ જુદી જુદી છે. હિંદુ ધર્મમાં દરેક માસને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક પક્ષ સુદ તો બીજો પક્ષ વદ છે. એ જ રીતે વર્ષના પણ બે ભાગ પાડવામાં આવ્યા છે. પહેલો છે ઉત્તરાયણ તથા બીજો છે દક્ષિણાયન. આ બંને અયન મળીને એક વર્ષ થાય છે. મકરસંક્રાંતિને દિવસે સૂર્ય પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની દિશા બદલીને થોડો ઉત્તર તરફ ઢળે છે. આથી આ કાળ કે સમયને ઉત્તરાયણ કહે છે. વેદ તથા પુરાણમાં પણ આ દિવસનો ઉલ્લેખ જોવા મળે છે. દિવાળી, હોળી, શિવરાત્રી તથા અન્ય તહેવાર સાથે વિશેષ કથા જોડાયેલી છે. ઉત્તરાયણનો તહેવાર મોટેભાગે વિશેષ કથા જોડાયેલી છે. ઉત્તરાયનો તહેવાર મોટેભાગે ૧૪મી જાન્યુઆરીએ મનાવાય છે. શાસ્ત્રો અનુસાર દક્ષિણાયનને દેવતાઓની રાત્રિ એટલે કે નકારાત્મકતાનુ પ્રતીક માનવામાં આવ્યું છે. તથા ઉત્તરાયણને દેવતાઓને દિવેસ એટલે કે સકારાત્મકતાનું પ્રતીક મનાય છે. ઉત્તરાયણમાં જપ, તપ, દાન, સ્નાન, શ્રાદ્ધ તથા તર્પણને ખૂબ મહત્વ અપાય છે. આ દિવસે કરાયેલું દાન ૧૦૦ ગણું થઈ પાછું પ્રાપ્ત થાય છે. આ દિવસે શુદ્ધ ઘી તથા કામળાનું દાન મોક્ષ આપે છે. મકરસંક્રાંતિના દિવસે લોકો મલ…….બંધનમાંથી મુકત થઈ જાય છે. મકરસંક્રાંતિએ પતંગ કેમ ઉડાવવામાં આવે છે. કારણકે પતંગ ઉડાવવાથી આખો દિવસ સૂર્યનો તાપ શરીરને મળે છે. જે વિટામિન ડી આપે છે. આખો દિવસ પતંગ ઉડાવવાનો શ્રમ થાય છે. તેથી શરીરને કસરત મળે છે. વળી તલ અને આચરકૂચર ખાવાથી પેટમાં થોડું અજીર્ણ થાય છે. જેને કારણે પટનો બગાડ નીકળી જતાં શરીરને ઘણી રાહત રહે છે. ભારત સિવાય થાઈલેન્ડ, ચીન, જાપાન, વિયેયનામ વગેરેમાં પણ પતંગ ઉડાવીને ભગવાન ભાસ્કરનું સ્વાગત કરવામાં આવે છે.