ભોજન કરવાની સાચી રીત વિશે જાણો.
જીવનની સૌથી વધારે જરૂરી ક્રિયાઓમાંની એક છે ભોજન.આધુનિકતાની દોડમાં આપણે આપણા ભોજનની રીતભાત વગેરે ભુલી ગયા છીએ. ભોજન જ આપણા શરીરમાં શક્તિ/ઊર્જા પેદા કરે છે. સમયની સાથે-સાથે આપણી દિનચર્યામાં કોઈ મોટા-મોટા પરિવર્તન આવી ગયા છે. આપણી બધી ક્રિયાઓ અને તેની રીતો બદલાઈ ગઈ છે. આધુનિકતાની દોડમાં આપણા ભોજનની રીત બદલાઈ ગઈ છે.
આજે નોકરી ધંધાને લીધે ભોજન કરવાની શૈલી જુદી થઈગઈ છે.બધા પોતપોતાની રીતે ભોજન કરે છે ઉતાવળ હોય તો ધણા લોકો ઊભા ઊભા ભોજન કરે છે.કેટલાક લોકો તો ચાલતા ચાલતા ભોજન કરતા હોય છે મોટાભાગના લોકો ખાવામાં ડાયનિંગ ટેબલ પર બેસીને ખાય છે.જે એક્ર આધુનિકતાની ફેશન થઈ ગઈ છે
જુના જમાનામાં કે જયારે આપણે નાના હતા ત્યારે યાદ હોય તો આપણે જમીન પર બેસીને જમવાની પરંપરા હતી.પણ સમયની સાથે આમાં પણ પરિવર્તન આવ્યુ છે.બેસીને ભોજનની પરંપરાથી કેટલા ઘણા લાભ છે.તે જાણો.
* તમે જયારે જમીન પર બેસો છો ત્યારે સુખાસનમાં બેસો છો જે એક આસન છે.
* સુખાસન વીર્ય રક્ષામાં પણ મદદ કરે છે. આ રીતે ભોજન કરવાથી મેદસ્વિતા, અપચો, કબજીયાત, એસીડિટી વગેરે પેટ સંબંધી બીમારીઓમાં પણ રાહત મળે છે.
* આજની દોડઘામની જિંદગીએ આપણા સ્વસ્થ્યના સંબંધમાં વિચારવાનો સમય ઝુંટવી લીધો છે. એવામાં જમીન પર સુખાસન અવસ્થામાં બેસીને ભોજન કરવાથી, ઘણાં સ્વાસ્થ્ય સંબંધી લાભ પ્રાપ્ત થાય છે.
* ડાયનિંગ ટેબલ પર બેસીને ખાવથી ઘણી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ આપણને ઘેરી લે છે, પરંતુ જે લોકો જમીન પર બેસીને પારંપરાગત ભોજન કરે છે, તેનાથી સામાન્ય બીમારી દૂર રહે છે.
* જમીન પર બેસીને ભોજન કરતા સમયે આપણે એક વિશેષ યોગાસનની અવસ્થામાં બેસીએ છીએ, જેને સુખાસન કહેવામાં આવે છે. સુખાસન પદ્માસનથી પ્રાપ્ત થાય છે.
* બેસીને ભોજન કરવાથી આપણે સારી રીતે જમી શકીએ છીએ. આ આસનથી મનની એકાગ્રતા વધે છે.
* સુખાસનથી સંપૂર્ણ શરીરમાં રક્ત-સંચાર સમાન રૂપથી થવા લાગે છે. જેથી શરીર વધારે ઉર્જાવાન થઈ જાય છે.
આ આસનથી માનસિક તણાવ ઓછો થાય છે અને મનમાં સકારાત્મક વિચારોનો પ્રભાવ વધે છે. તેનાથી આપણી છાતી અને પગ મજબૂત થાય છે.