અલમોરા-ઉત્તરાખંડ-ભારતના પ્રસિદ્ધ પર્યટન સ્થળ
અલમોડા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાખંડ રાજ્યના અલમોડા જિલ્લામાં આવેલું છે.ઉત્તરાખંડના કુમાઉ વિસ્તારમાં આવેલું અલ્મોડા અજેય કુદરતી સૌંદર્યનું ઘર છે. જો તમે શહેરની કાળઝાળ ગરમીથી બચવા માંગતા હોવ, તો અલમોડા તમારા માટે યોગ્ય સ્થળ છે. નંદા દેવી મંદિર, પાતાલ દેવી મંદિર અને મા દુનાગીરી મંદિર જેવા તેના ધાર્મિક મંદિરો માટે જાણીતું છે અલ્મોડા એ હિંદુ ભક્તો માટે ઉત્તરાખંડમાં મુલાકાત લેવા માટેનું સૌથી મહત્વપૂર્ણ હિલ સ્ટેશન છે. આ સ્થાનની લીલોતરી અને દૈવી સૌંદર્ય તમને આશ્ચર્યચકિત કરી દેછે
હલ્દ્વાની, કાઠગોદામ તથા નૈનિતાલ થી નિયમિત બસો અલમોડા જવા માટે ચાલે છે. આ બધી બસો ભુવાલી થઇને જાય છે. ભુવાલી થી અલમોડા જવા માટે રામગઢ, મુક્તેશ્વર થઇને જતો માર્ગ પણ છે. પરંતુ અધિકાંશ લોકો ગરમપાની થઇને જતા માર્ગ દ્વારા જવાનું અધિક પસંદ કરે છે, કેમ કે આ માર્ગ અત્યંત સુંદર તથા ટુંકો રસ્તો છે.
ભુવાલી, હલ્દ્વાની થી ૪૦ કિ.મી., કાઠગોદામ થી ૩૫ કિ.મી. તથા નૈનીતાલ થી ૧૧ કિ.મી. દૂર આવેલું છે તથા ભુવાલી થી અલમોડા ૫૫ કિ.મી. દૂર આવેલું છે.
અલ્મોડા શહેર જિલ્લાનું વડું મથક છે. જિલ્લાનો મોટા ભાગનો વિસ્તાર પહાડી, અસમતળ તથા જંગલોથી છવાયેલો હોવાથી કૃષિપાકો નદીખીણો પૂરતા મર્યાદિત છે. તાંબું અને મૅગ્નેસાઇટ જેવા ખનિજનિક્ષેપો પણ મળે છે.
ભારતનાં ગિરિમથકોમાં અલ્મોડા એક મહત્વનું સ્થળ છે. પર્યટકો માટે સૂર્યોદય અને સૂર્યાસ્તનાં ‘પૉઇન્ટસ’ આકર્ષણરૂપ છે. અલ્મોડાથી આશરે 20 કિમી.ના અંતરે કૃષ્ણ-પ્રેમાનંદાશ્રમ છે.