બ્રહ્માંડની જાણકારી મેળવવા અત્‍યાધુનિક ટેલિસ્‍કોપ

માનવીને જયારથી સમજ આવી છે ત્‍યારથી તેણે તેની આજુ બાજુની જીવસૃષ્ટિ અને તારા મઢયા આકાશનું નિરીક્ષણ ચાલુ કર્યુ છે. પહેલાં તો ડરને લીધે માનવી ગુફામાં રહેતો. પરંતુ થોડા વખતમાં તે રાતના સમયે પણ ખુલ્‍લામાં આવવા લાગ્‍યો અને આકાશમાં ચમકતા ટપકાઓની અને તેમની સ્થિતિનું નિરીક્ષણ કરવા લાગ્‍યો. આજ ઘટનાથી ખગોળ વિજ્ઞાનનો ઉદય થયો. ભટકતા જીવનમાંથી જ્યારે માનવી નદી કિનારે સ્થિર થયો, કૃ્ષિ જ્ઞાનની જાણકારી મળતા તેની અવલોકન શકિતમાં વધારો થયો, કોઇ વસ્‍તુઓને બારીકાઇથી જોવા લાગ્‍યો, આકાશ તરફ દ‍ષ્ટિ થતા તેમને ચંદ્ર, તારાઓ, દિવસ દરમિયાન સૂર્ય દેખાયા, સમય જતા તેમને આના માટે આકર્ષણ થયું. આ રીતે કદાચ ખગોળ વિજ્ઞાનનો જન્‍મ થયો હશે. કૃષ્‍ણના મોટાભાઇ બલરામજીના પુત્ર રેવણ માટે કહેવાય છે કે તેમને વનસ્‍પતિઓનું જ્ઞાન હતું તેમજ તારા – ગ્રહો – સૂર્ય – ચંદ્ર આધારિત તેઓ હવામાનની આગાહી કરી શકતા. વિજ્ઞાનનો વિકાસ થતો ગયો તેમ તેમ તારાઓમાંથી નીકળતા પ્રકાશ વિષેનો અભ્‍યાસ શરૂ થયો, તારાઓને વધુ સ્‍પષ્‍ટ જોવા માટે ગેલિલીયો જેવાએ પ્રથમ દૂરબીન બનાવ્‍યા. ત્‍યારબાદ આવા દૂરબીનો વડે બ્રહ્માંડનો અભ્‍યાસ થવા લાગ્‍યો. વિજ્ઞાન ક્ષેત્રે સંશોધનોની યાત્રા પૂર ઝડપે આગળ વધી. સમય જતા માનવીએ અવકાશમાં દૂરબીન ગોઠવ્‍યા, આવું જ એક વિશાળકાય દૂરબીન ‘‘હબલ સ્‍પેસ ટેલિસ્‍કોપઃ હબલ અવકાશીય દૂરબીન‘‘ મૂકવામાં આવ્‍યું જે બ્રહ્માંડની સાચી ઓળખ આપવામાં મદદરૂપ બન્‍યું તેણે ખગોળશાસ્‍ત્ર અને ખગોળ ભૌતિકશાસ્‍ત્રના અભ્‍યાસમાં મોટો ફાળો આપ્‍યો છે. આ હબલ અવકાશીય દૂરબીન દ્રારા ઘણી આકાશગંગાઓનો, તારાઓનો, સૂર્ય અને સૂર્ય મંડળના ગ્રહોનો, તારાઓનું બનવું, નાશ પામવું અંગે ઘણી જાણકારી મળી છે. તે ઉપરાંત વિવિધ પ્રકારના ઉપકરણો તેમાં ગોઠવવામાં આવ્‍યા જેથી બ્રહ્માંડનો ખૂબ ગહનતાથી અભ્‍યાસ થયો. દૂરબીનમાં એક પરાવર્તક દૂરબીનમાં કોઇ તારો કે અન્‍ય ખગોળીય પિંડ પરથી આવતો પ્રકાશ પહેલા મુખ્‍ય અરીસા પર આપાત થઇ પાછો ફેંકાય છે અને ત્‍યારબાદ તે ગૌણ અરીસા પર આપાત થાય છે તે પરાવર્તન પામી અમુક સ્‍થાને કેન્દ્રિત કરે છે અને પ્રતિબિંબ રચે છે. તેને આપણે જોઇ શકીએ છીએ, તેના ફોટા પણ લઇ શકાય છે. ઘણીવાર તેની સાથે સ્‍પેકટ્રોમીટર જોડેલું હોય છે. તે દ્વારા તેનો વર્ણપટ મેળવી શકાય છે. આવા દૂરબીનથી ચોથા ભાગની તેજસ્વિતા ધરાવતા તારાઓની માહિતીઓ મળે છે.
અવકાશમાં અત્‍યારે કાર્યરત હબલ સ્‍પેસ ટેલિસ્‍કોપ ૧૯૯૦માં તરતું મુકવામાં આવેલ આજે ૧૭ વર્ષ થી તે કાર્ય કરી રહ્યું છે. વચ્‍ચે તેનું સમારકામ કરવામાં આવેલ. આ ટેલિસ્‍કો૫ હજી બે ત્રણ વર્ષ કાર્ય કરી શકે, જો કોઇ ખરાબી થાય તો તેને પાછું પૃથ્‍વી પર લાવી શકાય, પરંતુ તે દરમિયાન નવા ટેલિસ્‍કોપની તૈયારીઓ ચાલી રહી છે. આ માટે અત્‍યારે જેમ્‍સ વેબ સ્‍પેસ ટેલિસ્‍કોપની તૈયારી થઇ રહી છે. જેને ટૂંકમાં જે.ડબલ્‍યુ.એસ.ટી તરીકે ઓળખવામાં આવે છે. જેના નિર્માણમાં નાસા, યુરોપિયન સ્‍પેસ એજન્‍સી તથા કેનેડિયન સ્‍પેસ એજન્‍સી કામ? કરી રહી છે. કદાચ જૂન ર૦૧૩માં એરિયન – ૫ રોકેટ દ્વારા છોડવામાં આવશે.
આ પહેલા જે.ડબલ્‍યુ.એસ.ટી ને ‘નેકસ્‍ટ જનરેશન ટેલિસ્કોપ’, એન.સી.એસ.ટી તરીકે ઓળખવામાં આવતું પરંતુ નાસાના બીજા સંચાલક જેમ્‍સ ઇ. વેબના સન્‍માનમાં નામ આપવામાં આવ્‍યું છે. આ ટેલિસ્‍કોપમાં પારરકત પ્રકારની વેધશાળા છે. ઉપરાંત તેમાં વર્ણ પટ મેળવી શકાય છે તે પણ પારરકત. આ ટેલિસ્‍કોપ સામાન્‍ય પ્રકાશીય ટેલિસ્‍કોપથી વધારે સંવેદનશીલ છે. આ ટેલિસ્‍કોપથી જે તારાની પ્રકાશની તીવ્રતા ઘટતા-ઘટતા પ્રાપ્‍ત થવાની છે તેની માહિતી આ દ્વારા મેળવી શકાય છે. વધુમાં હબલનો ટેલિસ્‍કોપ ખૂબ દૂર નથી તેથી તેની મર્યાદા છે પરંતુ જે.ડબલ્‍યુ એસ.ટી. ટેલિસ્‍કોપ ૧૫ લાખ કિ.મી. દૂર સુધી અવકાશમાં મૂકવામાં આવશે. ચંદ્રની કક્ષા લગભગ ૩.૮૪ લાખ કિ.મી. છે તેના ઉપરથી આપણને ખ્‍યાલ આવશે કે આ ટેલિસ્‍કોપ બ્રહ્માંડની ઘણી માહિતીઓ મેળવવામાં કામ આવશે. આપણે જાણીએ છીએ કે પૃથ્‍વીની આસપાસ ચંદ્ર ફરે છે તેનું કારણ પૃથ્‍વીના આકર્ષણ એટલે કે ગુરુત્‍વાકર્ષણ બળને કારણે છે જ્યારે પૃથ્‍વી સૂર્યની આસપાસ ફરે છે તેનું કારણ પૃથ્‍વીને સૂર્યનું ગુરુત્‍વાકર્ષણ બળ લાગે છે. પરંતુ સૂર્યનું ગુરુત્‍વાકર્ષણ બળ ચંદ્રને લાગતું નથી. ગુરુત્‍વાકર્ષણ બળ એટલે કે કોઇપણ બે અવકાશીય પિંડના દળના ગુણાકાર ભાગ્‍યા તે બે વચ્‍ચેના અંતરનો વર્ગ. પરંતુ બેમાંથી એક પિંડનું દળ ખૂબ ઓછું હોય તો જે વધારે દળ ધરાવે તેનું પ્રભુત્‍વ રહે છે. આ જ કારણે રોકેટ કોઇપણ ભારે દળ ધરાવતા અવકાશીય પિંડની ખૂબ દૂર હોય તો તેનું આકર્ષણ કે નિયંત્રણ રોકેટ પર લાગુ પડતું નથી. આથી એવા કોઇ એક બિંદુ છે જ્યાં આ ગુરુત્‍વાકર્ષણ બળ બે પિંડના આકર્ષણ બળ નાબૂદ થતું હોય તેવા બિંદુ અથવા વિસ્‍તારને લાગરાજીયન પોઇન્‍ટ કહે છે આની જાણકારી પ્રથમ જોસેફ લુઇસ લાગરાજીયને આપેલ. આવા પાંચ બિંદુઓ હોય છે. તેની વચ્‍ચે આવતા રોકેટને તેના બળો લાગતા નથી. તે જગ્‍યાએ આ જે.ડબલ્‍યુ.એસ.ટી મૂકવામાં આવશે. પૃથ્‍વીના વાતાવરણથી ખૂબ દૂર હોવાથી તે પોતાની પારરકત તરંગ લંબાઇ જાળવી શકે. અત્‍યારે નાસા દ્વારા મૂકવામાં આવેલ વિલકિન્‍સન માઇક્રોવેવ એન્‍સીઓ ટ્રોપી પ્રોબ આવા એલ-ર લાગરેજીયન પોઇન્‍ટ પર સૂર્ય અને પૃથ્‍વી પર કાર્યરત છે. હવે જે.ડબલ્‍યુ.એસ.ટીને મૂકવામાં આવશે. આ ટેલિસ્‍કો૫માં પારરકત વિકિરણની જાણકારી ખાસ બેરીલીયમ પરાવર્તક જેવા અરીસા દ્રારા મેળવવામાં આવશે જેનો વ્‍યાસ ૬.૫ મીટર છે. હબલ કરતા છ ગણા પ્રકાશ મોટા વિસ્‍તારના પ્રકાશનો સંગ્રહ કરી શકે તેવી ક્ષમતા આ ટેલિસ્‍કોપ ધરાવે છે. હજારો માઇક્રો સટર્સ મૂકવામાં આવ્‍યા છે દરેક ૧૦૦થી ર૦૦ નેનોમીટરના છે ઉપરાંત પારરકત ડીરેકટર્સ મૂકવામાં આવ્‍યા છે. તે ઝાંખા પ્રકાશ ધરાવતા તારાઓ અને આકાશગંગાની માહિતીઓ પૂરી પાડશે. આ ટેલીસ્‍કોપ દ્વારા બીગબેંગ થયા બાદ ગેલેકસી–આકાશગંગામાં રહેલા તારાઓની માહિતી મળશે. કઇ રીતે તારાઓ અને આકાશગંગા બની તેની જાણકારી પ્રાપ્‍ત થશે. તેમજ સૂર્ય મંડળ અને કોઇ જગ્‍યાએ જીવન છે કે નહીં તેની માહિતીઓ મળશે. આ દૂરબીન પાંચ વર્ષ સુધી કાર્યરત રહેશે. પરંતુ ૧૦ વર્ષ સુધી કાર્ય કરી શકે તેવી વ્‍યવસ્‍થા પણ કરવામાં આવશે. આ દૂરબીનનું વજન ૬ર૦૦ કિ.ગ્રા. જેટલું છે. તેમાં રાખવામાં આવેલ મુખ્‍ય અરીસાનો વ્‍યાસ ૬.૫ મીટર છે.
આથી કહી શકાય કે અત્‍યંત આધુનિક દૂરબીન તૈયાર થઇ રહ્યું છે જેના દ્વારા બ્રહ્માંડની વધુ માહિતીઓ મેળવી શકાશે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors