બોલવા સિવાય પણ કરો સેક્સ દરમિયાન જીભનો ઉપયોગ
જીવનમાં કોઈ પણ વ્યક્તિ ક્યારેય એવું નથી ઇચ્છતી કે તેને આનંદનો અનુભવ કરાવતી સેક્સ લાઈફ હંમેશા એકધારી જ રહે.તેને સમાગમ દરમિયાન રોમાંચક,ઉત્તેજક,નવીનતા તેમજ યાદગાર બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે ધણીવાર નવીનતાના અભાવે સેકસ લાઈફમાં કંટાળો પ્રવેશે છે પણ ધણાને ખબર નથી હોતી કે તમારા શરીરમાં એવા કેટલાક અંગો છે જેના દ્રારા તમે નવીનતામાં ઉમેરો કરી શકો છો.
ઉત્તમ ઓર્ગેઝ્મમાં ફોર-પ્લેની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોય છે. જો તમે તમારા પાર્ટનરને સારી રીતે સંતુષ્ટ અને ખુશ કરવા ઇચ્છતા હો તો તમારી રીત એવી હોવી જોઈએ કે જે પાર્ટનરના પગથી શરૂ થઈને છાતી સુધી ઝણઝણાટ પેદા કરે છે.આ કામ તમે માત્રને માત્ર જીભની મદદથી જ કરી શકો છો.
જીભ સેક્સ લાઇફને ઉત્તમ તો બનાવે જ છે સાથે સેક્સ સાથે જોડાયેલા અનુભવને પણ અનેક ગણો વધારી પણ શકે છે.પાર્ટનર્સે સમાગમ દરમિયાન જુસ્સો બતાવવો હોય તો જીભનો ઉપયોગ શરીરની કેટલીક ખાસ જગ્યાઓ પર કરી શકે છે,
પગનો અંગૂઠો પણ શરીરનો ઘણો સંવેદનશીલ ભાગ છે અને સમાગમ દરમિયાન તેને ક્યારેય ન ભૂલવો જોઈએ. જીભની મદદથી પાર્ટનરના પગનો અંગૂઠો પણ ચૂમી શકો છો.
પુરુષોના દિલનો રસ્તો પેટમાંથી થઈને જાય છે. બસ, તમારે આ જ રસ્તાનો થોડી અલગ રીતે ઉપયોગ કરવાનો છે. સ્ત્રી-પુરુષ બંનેના શરીરનો જે સૌથી ઉપેક્ષિત અને કામોત્તેજક સ્પોટ નાભિ છે. નાભિનો ભાગ ખૂબ જ સંવેદનશીલ હોય છે. તમે તમારી જીભનો ઉપયોગ નાભિ પર ધીમે-ધીમે અને સતત કરો, ત્યારબાદ નાભિથી પેટના બાકીના ભાગોને પણ જીભનો આ જ રીતે સ્પર્શ આપો. પછી બહુ જલદી જ તમને તમારા પાર્ટનર અને સમાગમમાં બહુ મોટો ફર્ક જોવા મળશે.
પુરુષોને પોતાની છાતી પર ખૂબ જ ગર્વ હોય છે અને એ જ ગર્વનો અનુભવ તમે કરાવશો તો તે પોતાને વધારે આત્મવિશ્વાસી અને વખાણને લાયક સમજશે. પાર્ટનરને આ અનુભવ કરાવવા તમારે શું કરવાનું છે, એ કદાચ હવે કહેવાની જરૂર નથી. તમારી જીભથી પાર્ટનરની છાતી પર ફેલાઈ રહેલી આ ઉત્તેજનાઓની જાદૂઈ અસર સમાગમમાં ચોક્કસ જોવા મળશે.
પાર્ટનરને જીભથી એક્સાઈટ કરવા દરમિયાન હોઠનો ઉપયોગ કરવો પણ જરૂરી છે. આવું કરતા પહેલાં તમે થોડો સમય પાર્ટનર સાથે સામાન્ય રીતે જ પસાર કરો અને પછી ધીરેધીરે પાર્ટનરને પંપાળવાનું શરૂ કરો. પછી તેને આ ‘ડબલ એટેક’થી સરપ્રાઈઝ કરો.
સમાગમમાં ઉત્તેજના વધારવાની બાબતમાં ગળા અને કાન જેવા ભાગોને કેવી રીતે ભૂલી શકાય?
ખભા અને કાનની આસાપાસની જગ્યા વધુ સેન્સિટવ હોય છે. જો તમે કાનના પાછળના ભાગમાં હળવેથી જીભ ફેરવશો શરીરનાં આ અંગ પણ ખૂબ જ કામોત્તેજક હોય છે. આ ભાગોને જ્યારે તમે તમારી જીભનો સ્પર્શ આપશો તો તમે વિચારી પણ નહીં શકો કે તેની પ્રતિક્રિયા તમને કેટલી ઝડપી મળી શકે છે.
બંને પાર્ટનર્સ સમાગમમાં એકબીજાની સંમતિથી કંઈ પણ નવીનતા ઉમેરી શકે છે. આ નવીનતા કોઈ પણ જાતના દબાણમુક્ત હોવી જોઈએ તથા પાર્ટનર તેને પસંદ કરતો હોય તો તેને અજમાવવામાં કોઈ નુકસાન નથી.