બિમારીના સમયમાં બાળકને દવા થી વિષેશ મા-બાપની જરૂર હોય છે.
બાળક બિમાર હોય ત્યારે વિશેષ કાળજી અને સંભાળ રાખવા ઉપરાંત તેને સહારાની પણ જરૂર હોય છે. આવા સમયે બાળકને કે પરિસ્થિતિને વખોડવાની જરૂર નથી.
બિમારીમાં બાળક સ્વાભાવિક રીતે જ જલદી ચીડાઇ જાય છે. તેને કંઇ ગમતું નથી. વાતવાતમાં તે જીદ પર ઊતરી આવે છે.
આવા સમયે સ્વાભાવિક છે કે ડૉકટરે આપેલી સલાહ અનુસાર ચાલવું પડે. એટલે બાળક જીદ કરે ત્યારે કફોડી સ્થિતિ થાય છે.
આ બાબતે જબરજસ્તી ન કરતાં બાળકને પ્રેમપૂર્વક સાચી વાત સમજાવો. ડૉકટરની દવાઓનો, ખોરાક, સવાર સાંજનો નાસ્તો, જમવાનો સમય વગેરે સાચવવા ઉપરાંત બાળકને ખુશ રાખીને વ્યસ્ત રાખવાનું કામ અત્યંત અઘરું છે.
બિમારીમાં બાળકની ખુશીનો ખાસ વિચાર કરો. ગંભીર બીમારીમાં હસી-ખુશીનું વાતાવરણ જાદુઇ અસર કરશે.
આ ઉપરાંત બાળકોને વ્યસ્ત રાખો. દવાની અસરો, ડૉકટરોની સલાહ માનવાના ફાયદા, ખાવા-પીવામાં સંયમ રાખવાના ફાયદા તેમને સમજાવો.
બાળક સાથેની વાતચીતની ડૉકટરની સાથે પણ ચર્ચા કરો. કદાચ બાળક જે માંગણી કરે તે નુકસાનકારક ન પણ હોય !
બિમારીના સમયમાં બાળકને હૂંફ લાગણીની વધૂ જરૂર હોય છે. માટે આવા સમયે બાળકને વધૂમાં વધૂ સમય આપો.
તમારા પ્રેમ અને લાગણીથી બાળક જલ્દી સાજુ થઇ જશે.
બિમાર બાળક પર ક્યારેય ગુસ્સો ન કરો.
બાળક બિમાર હોય ત્યારે તેને વધૂ હૂંફ અને લાગણી આપો.