આલ્બર્ટ આઈસસ્ટાઈને કહ્યુછે કે વિજ્ઞાન એ ઝીણવટપુર્વકની ખોજ અને મજાનોવિષય છે
પણ ખુબ ઓછી શાળાઓમાં આ વિષયને અપીલીગ બનાવી ભણાવાય છે એટલુ જ નહિ પણ બાળાકોને તેના માતાપિતા પણ વોજ્ઞાનને લગતી માહિતી ગમ્મત સાથે જ્ઞાનના ધોરણે આપતા નથી.પરંતુ મોટાભાગના બાળકો એવું માનવા પ્રરાય છે કે વિજ્ઞાનએ આઈસ્ટાઈન જેવા પ્રખર બુધ્ધિશાળી વ્યક્તિઓમાટેનો વિષય છે.
શૈશવકાળથી પસાર થતા બાળકને આખી દુનિયા અચંબા ભરી લાગે છે તેની નાનકટી આખોમાં દરેક વસ્તુ જોઈને વિસ્મય ઉભરાય છે અને તે તેની જિજ્ઞાસા સંતોષવા તેના નાનકડા મગજથી મથે છેને છેવટે ન સમજાય એટલે પાસે રહેલા મોટા પર પ્રશ્નોની ઝ્ડી વરસાવવા લાગે છે
આ પ્રશ્નોને તેની ભાષામાં સમજાવવા તે ય એક કળા છે અને એ રીતે તેને મદદ કરી વિજ્ઞાનની મજા માણતા શીખવવાથી કાર્ય તદન સરળ બની જશે આ માટે વેજ્ઞાનિક શબ્દોની કોઈ જરુર નથી.કે કોઈ ખર્ચાળ પ્રયોગોની પણ જરુર નથી માતા-પિતાએ બસ બાળકની જિજ્ઞાસામાં ભાગ લેવાનો છેતે માટે સાવ સાદા છ ઉપાયો અજમાવવાના છે
તેમના પ્રશ્નોને ધ્યાનથી સાભળૉ
બાળકો જે કાઈ પ્રશ્નો પુછે તેને ધ્યાનથી સાભળવા જેવા હોય છે કોઈ બાળક કહેશે કે હુ લોહીથી ભરેલી થેલી છુ જયા કાપો ત્યા લોહી નીકળે છે આવુ કેમ ? આસુ કેમ નીકળે છે?ડાયનાસોર કેવા કપડા પહેરે?રાત્રે સુરજ કેમ દેખાતો નથી? આવા આવા તોનેક પ્રશ્નો પુછે તેનો જવાબ આપવો આપણી પાસે હોતો નથી આ સમયે તમે સહેજ વિચાર કરી લોજવાબને થોડો રસપ્રદ બનાવો.કયારેક બાળક ગુચવણ ભર્યુ બોલીને પ્રશ્નને વધુ ગુચવતા હોય છે અને સામી વ્યક્તિ સાભળે નહિ તેથી તે વધુ ગુચવાય છે તેથી તેના પ્રશ્નને ફરિથી તેની સામે જ બોલો.તેથી બાળકેને લાગશે કે તેની વાતને મહત્વ મળી રહ્યુ છે
વાર્તાઓ કરો પણ હકિકતનો અતિરેકના કરો
તમારા બાળકના પ્રશ્નોનો જવાબ જાણતા હોવા છતા પણ તેના પ્રશ્નને તરત જ પ્રતિભાવ આપવાની ઉતાવળ ના કરો.તેમજ ઊડી ચર્ચાને માટે કોઈ અવકાશન રાખો વધારે વિગતપ્રચર રીત કહેવાથી બાળકના મનમાં એવો ખોડો ખ્યાલ બળવતર બને છે કે વિજ્ઞાન એ માત્ર હકિકતો પર આધારિત નિરસ વિષય છે જેને મોટી ઉમરના માણસો જ સમજી શકે ખરખર તો વિજ્ઞાન એ માત્ર સમજવાનો વિષય છે
શાળાના વાતાવરણથી પ્રભાવિત બાળકો માત્ર ખરા અને ખોટા જવાબની જ ભાષા જ સમજે છે તેને એવુ સમજાવવામાં આવતુ નથી કે વિજ્ઞાન એ માત્ર હકીકતો નથી પણ લોકોને તેને જે અર્થ આપ્યો એ છે માહિતીને વાર્તામાં વણી લઈને બાળકોને કહો જેમ કે કુદરતનું આ ધટનાચક્ર કેવી રીતે ચાલે છે
બાળકના પ્રશ્નોનો પ્રતિભાવ આપવાનો સૌથી ઉતમ રસ્તો એ જે કે તેને તમારી સાથે રાખીને પ્રશ્નોનો જવાબ શોધો જરુર હોય ત્યા પ્રત્યક્ષ જઈને નિહાળૉ
બાળકને વિચારવાનો સમય આપો.દા.ત બાળક જમતા પહેલા હાથ ધોતુ ના હોય તો તેને માત્ર એટલુ કહોને વાત પુરી કરી ના ધ્યો.કે હાથમાં સુક્ષ્મ જંતુ ચોડેલા હોય છે જે ખોરાક સાથે પેટમાં જાય તો નુકશાન કર પરંતુ મેગ્નિફઐન ગ્લાસ (બિલોરી કાચ )વડે તેને તેની આગળીઓ બતાઓ જોઇને તેને તરત જ સમજાશે કે શા માટે તમે તેને હાથ ધોવાનું કહો છો શક્ય હોય ત્યા નાના નાના પ્રયોગો કરીને દેખાડો.ત્તો તેની સમજવાની ઝડપ વધશે .જયારે બાળકને મ્યુઝિયમ કે પ્રાણીસંગ્રહાલયમાં લઈ જાવ ત્યારે તમે તેને તમારી રીતે ના દોરશો.બાળકને જ આગળ અધવા દ્યો અને તેના રસરુચિને ઝિણવડ પુર્વક નોધો.
કયારેક પતંગ ઊડાડવા જેવી પ્રવૃતિ પણ કરો
બાળક ફિઝીકસ અને એન્જીયરીગ જેવા વિષયોમાં પતંગ ઊડાડવાની પ્રક્રિયા દ્રારા ધણુ જાણી શકે પતંગ પણ જાતે જ બનાવો જેથી તેને પતંગ ઊડી સકવાનું કારણ અને તેના પાયાનો સિધ્ધાંત મળી જાય તેઓ જાતેજ શોધી કાઢશે કે કે પવનની દિશા અને તીવ્રતા જુદીજુદી ઊચાઈ એ કેવી રીતે બદલાઈ છે?અને આમ તેને વધુ સારી રીતે સમજાવી શકાશે આમ ઊપરાંત છોડ રોપવાની પ્રવૃતિ કરીને તેને પાણી અને સુર્યપ્રકાશ ની અસરોનો ખ્યાલ આવે.નાના ચોરસ ધન આકારો વડે બહુમાળી બિલ્ડિગ બનાવી તેને સમજાવી સકશો કે કઈ રીતે ગોઠવી તો તે નમુનાનું બિલ્ડિગ વધુ સ્થિર રહિ શકે.રમકડા પસંદ કરવામાં ધ્યાન રાખો.પ્લાસ્ટિક કે સાદા લાકડાનાં એવા રમકડા ખરીદો કે જે ફોલ્ડીગ હોય બાળક જાતે જ તેને છુટુ પાડી પછી ફરીથી ગોઠવી શકે
પરંતુ બાળકની જિજ્ઞાસાવૃતિમાં સહભાગી બનતી વખતે તમે તેને જ મુલ્યવાન પાઠ શીખવો છો તે વિજ્ઞાનના ક્ષેત્રથી પણ આગળ કયાંય સુધી વિસ્તરે છે
અને આમ બાળકો સ્પષ્ટ પણે જોઈ શકશે કે શીખવુ એ શાળાઓમાં જેમ બને છે તેમ વૈતરુ નથી.પરંતુ શીખવું એ એવી વસ્તુ છે કે જીવનપર્યત રોજરોજ આનંદિત કરતી પ્રવૃતિ છે