બંદરો અને વાહનવ્યવહાર વિભાગને ફાળવેલ તમામ વિષયોની વહીવટી કામગીરી - પ્રો-એક્ટીવ ડીસ્ક્લોઝર
બંદરો અને વાહનવ્યવહાર વિભાગને ફાળવેલ તમામ વિષયોની વહીવટી કામગીરી – પ્રો-એક્ટીવ ડીસ્ક્લોઝર – Gujarat port and transport department Proactive Disclosure
Posted by Jitendra Ravia , jeevanshailee
Posted on Mar - 11 - 2016
779 views
(No Ratings Yet)
Loading...
ગુજરાત સરકારના કામકાજના નિયમો ૧૯૯૦ અને તે નિયમો હેઠળ સા.વ.વિ.ના તા. ૩-૯-૦પ ના હુકમ ક્રમાંકઃ ગસ-૨૦૦પ-૨૬-સકન-૨૦૦પ(૪)-સીયુ હેઠળ વિભાગને ફાળવેલ તમામ વિષયોની વહીવટી કામગીરી માટે ફાળવેલ તમામ મહેકમની સેવા વિષયક કામગીરી.
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ ના વર્ગ-૧ થી ૪ સુધીના તમામ અધિકારીઓ /કર્મચારીઓના પગાર ભથ્થા સંબંધિત બાબતો.
બંદરો અને વાહન વ્યવહાર વિભાગની વહીવટી કામગીરી માટે આવશ્યક એવી તમામ પ્રકારની ખરીદી અને સ્ટોર કીંપીંગને લગતી બાબત.
બંદરો અને વાહન વ્યવહાર વિભાગને લગતાં બજેટ (પ્લાન તેમજ નોન પ્લાન) તથા આઇટી પ્લાનની દરખાસ્તને લગતી બાબતો.
બંદરો અને વાહન વ્યવહાર વિભાગની સરકારી કામગીરીના સંકલનની લગતી બાબતો.
બંદરો અને વાહન વ્યવહાર વિભાગ હસ્તકના સરકારી વાહનોની ખરીદી, મરામત અને જાળવણીને લગતી બાબતો.
બંદરો અને વાહન વ્યવહાર વિભાગને લગતી તમામ અસ્કાયમતો જેવી કે કોમ્પ્યુતરો, લોખંડ તથા લાકડાનું ફર્નિચરની ખરીદી તથા તેના ડેડ સ્ટોકને લગતી બાબત.
ગુજરાત મેરીટાઇમ બોર્ડ કર્મચારીઓ/અધિકારીઓને લગતી મહેકમ, વહીવટી, નાણાકીય તેમજ તેની બંદરોને લગતી આનુષંગિક બાબતો.
ગુજરાત મેરીટાઇમ બોર્ડના ખાતાકીય તપાસના કેસો.
ગુજરાત મેરીટાઇમ બોર્ડના ચેરમેન /સભ્યોની નિમણુંક.
ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાર્ષિક વહીવટી અહેવાલ અને હિસાબો.
ગુજરાત મેરીટાઇમ બોર્ડના બજેટને લગતી બાબત
શિડયુલ ઓફ પોર્ટ ચાર્જીસને લગતી બાબત.
લેન્ડીંગ એન્ડ વાર્ફેજ લીઝ એકટને લગતી બાબત.
ગુજરાત મેરીટાઇમ બોર્ડ અધિનિયમ-૧૯૮૧ હેઠળની બાબતો
પોર્ટ પોલીસી નિર્ધારીત કરવી
ઇન્ડિયન પોર્ટ એકટને લગતા પ્રશ્નો
બંદરોને લગતી તાંત્રિક બાબતો જેવી કે હાઇડ્રોગ્રાફિક સર્વે, કેપીટલ કમાનોની મંજૂરી, લોન મંજૂરી કરવી, કસ્ટમના પ્રશ્નો
અલંગ/સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ સંબંધિત બાબતો
ગુજરાત મેરીટાઇમ બોર્ડનો એકશન પ્લાન
જાહેર હિસાબ સમિતિને લગતી બાબતો,વિનિયોગ હિસાબો, મુલ્કી ઓડીટ રીપોર્ટ, મહેસુલી આવક અને વાણિજય અંગેની ગુજરાત મેરીટાઇમ બોર્ડ સંબંધિત કાર્યવાહી
એ.જી.ના ડ્રાફટ પેરા,ફેકચ્યુઅલ નોટ
ફેરી સર્વિસના પ્રશ્નો
બંદરોની જમીનને લગતા પ્રશ્નો
સઢવાળા વહાણોની લોન બાબત
ઇન્લેન્ડ વેસલ્સ એકટની બાબત
હાઇડ્રોગ્રાફીક સર્વે
ખાતરી સમિતિની બાબત
કંડલા પોર્ટ ટ્રસ્ટ સાથેની બાબતો
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમને લગતી તે અંગેના અધિનિયમ હેઠળની વહીવટી બાબત
સરકારી વાહન વ્યવહાર સેવાને લગતી તમામ બાબતો
મોટર વાહન ખાતાના કર્મચારીઓ / અધિકારીઓને લગતી મહેકમ, વહીવટી નાણાંકીય તેમજ તેની આનુષંગિક બાબતો/ચેકપોસ્ટના સ્ટાફના કવાટર્સની બાબત.
પેસેન્જરની ગેરકાયદેસર રીતે રુટો વિ. માં થતી હેરફેર અટકાવવી.
મોટર વાહન ખાતાનો વાર્ષિક વહીવટી અહેવાલ છપાવવો.
એ.આર.ટી.ઓ./આર.ટી.ઓ. ની કચેરીઓ /સ્ટાફની આનુષાંગિક બાબતો.
તેમને ફાળવવામાં આવેલ વિષયો તથા કામગીરી સબંધિત કાગળો/ફાઇલો વિગેરેનું વ્યવસ્થિત સંકલન/આયોજન કરવું
સરકાર ધ્વારા નકકી કરવામાં આવેલ કામના નિકાલના દૈનિક ધોરણો મુજબની કામગીરી થાય છે કે નહિ તેની તકેદારી રાખવી.
સામાન્ય ફરજ કારકુન –
શાખાએ રોજ-બરોજ મળતી ટપાલો તેમજ રવાના કરવાના કાગળો સબંધિત કામગીરી રોજ-બરોજ વ્યવસ્થિત રીતે થાય તેની કાળજી રાખવી.
શાખાને વિવિધ વિષયો/કામગીરી સબંધિત ફાઇલોની રોજ-બરોજની દૈનિક સ્થિતિ
સેકશન અધિકારીશ્રી સોંપે તે અન્ય ફરજો
નાયબ સેકશન અધિકારીને સોંપવામાં આવેલ કામગીરી /વિષયો સબંધમાં સરકારશ્રીમાં રજૂ કરવાની થતી ફાઇલો અનુસંધાને,પ્રસંગ પડયે, તેઓને માંગ્યા મુજબ, આવશ્યક મદદ કરવી.
રોજ-બરોજ ટાઇપમાં તેમજ અન્યત્ર મોકલવામાં આવતાં કેસોની વ્યવસ્થિત નોંધ રાખવી.
કચેરી- કાર્યપધ્ધતિમાં નિર્દિષ્ઠ આવશ્યક એવા તમામ રજીસ્ટરો વ્યવસ્થિત રીતે નિભાવવા
ટાઇપીસ્ટ –
મહેકમ શાખા તથા વિભાગના અધિકારીઓ ધ્વારા સોંપવામાં આવે તેવી તમામ વિભાગની વહીહટી કામગીરી માટે આવશ્યક એવું નોધ લેખન અને મુસદ્ાલેખનની જે કામગીરી કરાવવાની જરુર હોય તે તમામ કામગીરી કરવી.
ગુજરાતી ટાઇપીસ્ટે નિયમોનુસાર ઓછામાં ઓછા દૈનિક ૪પ૦૦ શબ્દો અને અંગ્રેજી ટાઇપીસ્ટે નિયમોનુસાર ઓછામાં ઓછા દૈનિક પ૦૦૦ શબ્દો ટાઇપ કરવાના રહેશે.
ડ્રાઇવરો
ડ્રાઇવરોએ તેમને સોંપવામાં આવેલ વાહન ચલાવવાની તથા તેની જાળવણી અને સફાઇ કરવાની બાબત.
સોંપવામાં આવેલ વાહનની મરામત જરુર જણાય અથવા વાહનમાં કોઇ વધારાની સુવિધા ઉભી કરવાની જરુર જણાય તો તે અંગે મહેકમ શાખાનું ધ્યાન દોરવાનું રહેશે.
નિયત કરવામાં આવેલ ડ્રેસ પહેરીને ફરજ બજાવવાની રહેશે.
પટાવાળા –
પટાવાળાઓ માટે કામના કલાક સવારના ૧૦-૦૦ થી સાંજના ૭-૧૦ સુધીનો છે. જે સબબ વિરામનો સમય બાદ કરતાં પટાવાળાઓએ તેમને સોંપવામાં આવેલી ફરજો બજાવવાની રહેશે.
નિયમ કરવામાં આવેલ ડ્રેસ પહેરીને ફરજ બજાવવાની રહેશે.
મેસેન્જરની કામગીરી જે પટાવાળાને સોંપવામાં આવી હોય તેણે રોકડ શાખાની કામગીરી કરવાની રહેશે.
હમાલની કામગીરી જે પટાવાળાને સોંપવામાં આવેલ હોય તેણે સવારે ૮-૦૦ કલાકે કચેરી ખોલવાની રહેશે તથા વિભાગના તમામ કર્મચારીઓ/અધિકારીઓ પોતાની કામગીરી પુરી કરે ત્યારે કચેરી બંધ કરવાની રહેશે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....