જે લોકો પોતાના આહારમાં ફળ અને શાકભાજીઓનો ઉપયોગ કરે છે તેમને કેન્સર અને હ્રદયરોગ જેવી ગંભીર બિમારીઓ થવાની શક્યતાઓ ઘટી જાય છે. તેવું ઘણાં બધા વૈજ્ઞાનિક સંશોધનો પરથી સાબિત થયું છે. અને તેથી જ ડૉકટરો પાંચ ફળ અને શાકભાજીઓ નિયમિત ખાવાની સલાહ આપે છે. ફળો અને શાકભાજીને તમે ગમે તે સ્વરૂપે લઈ શકો છો.
તાજાં, ડબ્બામાં, થીજાવેલાં, રાંધેલા, રસ કાઢેલાં અથવા સૂકાયેલા સ્વરૂપમાં નિત્ય આહારમાં ફળ અને શાકભાજીનું સેવન કરી શકાય છે.
શું તમે પૂરતા પ્રમાણમાં ફોલિક એસિડ લઇ રહ્યા છો ?
ફોલિક એસિડ એ ‘B’ વિટામીન છે. ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોમાં ફોલેટની ઊણપના કારણે ગંભીર સમસ્યાઓ થવાની શક્યતા છે.
માતૃત્વ ધારણ કરેલી સ્ત્રીઓને ભરપૂર માત્રામાં ફોલેટની જરૂરિયાત રહે છે.?ફોલેટ આપણેને લીલાં શાકભાજી જેવાં કે પાલક, શતાવરી, મશરૂમ, કોબી, ફ્લાવર, ફ્ળો અને સંતરા તેમજ પૌષ્ટિક નાસ્તામાંથી મળે છે.
ફ્ળોને અલગ અલગ રીતે આરોગો
વિભિન્ન પ્રકારના ફળો અને શાકભાજીમાંથી રેસાઓ, વિટામીન, ખનીજો તથા અન્ય પૌષ્ટિક તત્વો મળતા હોય છે. આથી આપણે અલગ અલગ પ્રકારના ફળો શાકભાજીઓ ખાવા જોઈએ.
સવારે નાસ્તાની સાથે એક ગ્લાસ ૧૦૦% શુદ્ધ ફળોનો રસ પીઓ અથવા એક કેળું ખાઓ. બપોરે જમવાના સમયે એક સફરજન અને થોડાંક ગાજર ખાઓ. નાસ્તા તરીકે દ્રાક્ષ, કિશમિશ, એક કેળું અથવા કાચા શાકભાજી જે આપણે ખાઈ શકીએ તેવા.
ફળો અને શાકભાજી શા માટે ખાવા જોઈએ ?
૧) આ કુદરતી ફાસ્ટ ફૂડ છે અને સુપાચ્ય તે પણ છે.
૨) તેનાથી આપણને વિટામીન A? અને C ઉપરાંત રેસાઓ અને પાણી મળે છે.
૩) આ એક એવા પ્રકારનો નાસ્તો છે જે ગમે ત્યારે આરોગી શકાય છે.
૪) જેનાથી આપણાં દાંત અને પેઢાઓ વધારે મજબૂત બને છે અને કુદરતી રીતે દાંતની
સારવાર થાય છે.
૫) તે આપણા કોષોનું રક્ષણ કરે છે.
૬) તે આપણા ભોજનના રંગ, સ્વાદ અને સોડમની ઇચ્છાઓનો પરિતૃપ્ત કરે છે.
૭) બિમારીઓથી બચાવે છે.
આપણા શરીરને વિભિન્ન પ્રકારનાં પ્રોટીન્સ, કેલરીઝ, ફેટ, કાર્બોહાઇડ્રેટ, વિટામિન, ટ્રેસ એલિમેન્ટ, એન્ઝાઇમ, એન્ટિઓક્સિડન્ટની જરૂરિયાતો હોય છે. જેનાથી આપણા શરીરનું મેટાબોલિઝમ બરાબર રહે છે અને સૌથી વધારે મહત્વની બાબત કે છેકે તેના પરિણામે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.