પ્રોટીન – વિટામીન વિષે જાણો છો ?
પ્રોટીન એટલે શું ?
પ્રોટીન એટલે શરીરને ટકાવી રાખનાર તત્વ. સાકર, ચરબી, ખનિજ મીઠું, વીટામિમનો અને પાણીમાંથી આપણે પ્રાટીન મેળવીએ છીએ. ખોરાકમાં જે તત્વ શરીરને બળકારી હોય તે માનવશરીર માટે ઉપયોગી બને છે. શરીરને પોષણ આપવા સાથે સાથે તેને ગંદકી કચરાથી મુક્ત કરતો હોય તેને જ રક્ષાકારી તત્વોવાળો ખોરાક કહી શકાય. દૂધ અને તેમાંથી બનતી તમામ વાનગીઓમાં પ્રોટીન ઘણું હોય છે. દૂધ આંતરડાંમાં થતાં જંતુઓનો નાશ કરે છે. દહીં ખાનારો લાંબુ જીવે છે કેમકે દહીં જંતુનાશક છે. દહીં આંતરડાંને મજબૂતી આપનારું કાયાકલ્પ છે.
ખાંડ, ગોળ, મધ અને શર્કરા પણ પ્રોટીનવાળો ખોરાક કહેવાય છે. ભાત, રોટલી, જુવાર, જવ અને કાંજી જાતિય પદાર્થ મનાય છે. શરીરમાં શક્તિ અને ગરમી ઉત્પન્ન કરવી એ એનું મુખ્ય કાર્ય છે.
વિટામીન વિષે જાણો છો ?
ખજૂર, મધ, ગોળ, મલાઈ, ઇંડાની સફેદી અને પીળો ભાગ, ટમેટાં, કોથમીર, બટાટા – આ બધા પદાર્થોમાં વિટામિનોનું તત્વ વધુ છે. આપણા શરીરમાં કેલ્શિયમ, લોહ, ફોસ્ફરસ, આયોડીન, વગેરે જાતજાતના ક્ષારો છે. મીઠાં ફળોમાંથી પણ તત્વયુક્ત વિટામિનો અને ક્ષારો મળી રહે છે. ગાજર શરીરને સ્ફૂર્તિ આપે છે. લિવર માટે ચરબીયુક્ત ખોરાક મહત્વનો મનાય છે.
વિટામિન વગરના ભૂસા, ઉસળ, મુસળ, ખાવામાં આવે તેથી શરીરને કોઈ તત્વો મળતાં નથી. સ્નાયુઓને ટકાવવા કે પરિચાલન માટે ખનિજ ક્ષારો મનુષ્યને જરૂરી છે. ખાધા વગર માનવી મૃત્યુને ભેટે છે. તે જ રીતે તત્વરહિત ખોરાકથી પણ શરીર ક્ષીણ થાય છે.
દૂધ અને દૂધથી બનેલા ખોરાક, બદામ, અંજીર, અખરોટ, કિશમિશ, પોઈનું શાક, પાલકની ભાજી, જુદી જુદી જાતનાં બીયાં, પપૈયું, કોબીજ, ફલાવર, ભીંડા, કારેલાં, કંટોલા, બકરાનું લિવર, બટાટા, રીંગણાં, ઇંડાનો પીળો ભાગ વગેરેમાંથી તત્વવાળા વિટામિનો મળી રહે છે. સત્વહીન માનવી કોડલિવર દવા તરીકે પીએ છે. પણ જો બકરાની કલેજીનું સૂપ પીએ તો તેને શક્તિ અંગે બીજી કોઈ દવા કરવાની જરૂર રહેતી નથી.
વિટામિનોની અછત શરીરમાં વર્તાય એટલે આંખ, શ્વાસનળી, ફેફસાં નબળાં પડે છે અને વિકારયુક્ત ચાંદાં, સૂકતાન વગેરે રોગો પેદા થાય છે. સૂકતાન નાનાં બાળકોને થાય છે. વિટામિનોની ઊણપને લીધે સ્ત્રીઓમાં વંધ્યત્વ આવે છે. મંદાગ્નિ, અજીર્ણ, મૂત્રયંત્રની પીડા, પાન્ડુરોગ, મોતિયો વગેરે રોગ પણ વિટામિનોની ખામીને લીધે ઉત્પન્ન થાય છે.
વિટામિનો માટે દૂધ, સોયાબીન, ટમેટાં, સંતરા, પાકેલાં ફળો, પાકાં કેળાં, ખજૂર, માછલી, બકરાનું કલેજું, મગ, મસૂરની દાળ, છડના ચોખા, છાલા સાથેનો લોટ વગેરે ખોરાકમાં લેવાં જોઈએ.