આજના ઝડપના યુગમાં તમામ વાહનોની સ્પીડ ખૂબ વધી ગઇ છે. લોકો આજે જેટ પ્લેનની ઝડપથી
બાઇક, સ્કૂટર, કાર ચલાવતા થઇ ગયા છે. જયારે અકસ્માત થાય છે ત્યારે વાહનનો તો ભૂકો થઇ જ જાય છે
સાથે સાથે તેમાં બેઠેલા પણ માૃત્યુ પામે છે. અથવા ગંભીર રીતે ઘવાય છે. કોઇ વખત સામાન્ય ઇજા પણ થાય
છે. માત્ર વાહન ચલાવવાથી જ આવું થાય છે તેમ નથી. આપણે કયાંકથી આવતા હોઇએ અને સામેથી કોઇ
ગફલતભરી રીતે આવે તો પણ આપણને અકસ્માતે ઇજા થઇ શકે છે. કોઇ વખત ચપ્પુ વાગી જાય કે કયાંકથી
લપસતાં કે ચાલતાં ઇજા થઇ શકે છે. આ સમયે જો આપણી પાસે ફર્સ્ટ એઇડ બોકસ હશે તો આપણને તરત જ
પ્રાથમિક સારવાર મળી શકે છે. જેથી આપણે કોઇ ગંભીર ઇજામાંથી બચી શકીએ. આવો ફર્સ્ટ એઇડ બોકસ
અને તે વિશે કાંઇક વિશેષ જાણીએ.
ફર્સ્ટ એઇડ બોકસ ઃ
ફર્સ્ટ એઇડ બોકસ એલ્યુમિનિયમ કે પ્લાસ્ટિકનું હોવું જોઇએ. તેમાં દવાઓ તથા અન્ય ચીજ મૂકવાની
સગવડ સચવાય તેવાં ખાનાં પણ હોવાં જોઇએ. સામાન્યતઃ આ બોકસ ત્રણ ભાગમાં વહચાયેલું હોય છે. એક
ભાગમાં સાધન, બીજામાં દવાઓ ત્રીજામાં સામાન્ય વસ્તુઓ.
બોકસમાં શું શું હોય છે !
પાતળી તથા જાડી સોય.
કાતર
થર્મોમીટર
સેફટીપિન
ધા સાફ કરવા સ્ટરીલાઇઝ કોટન
એક ચમચી
મેજરગ કપ
સફેદ કપડાનો જાળીવાળો પાટો
બેન્ડેજ, રોલર
આઇ પેડ્સ
ચોખ્ખું પાણી, ડિસ્ટિલ્ડ વોટર,
એક પોકેટ નાઇફ
એન્ટિસેપ્ટિક ક્રીમ અને પાઊડર ઇજાગ્રસ્ત ભાગ પર લગાવવા.
એન્ટાસિડ ગોળી,
ટિટનસ ટોકસાઇડ