મારી નમ્ર વિનંતી છે કે એ ગુજરાતી આલેખનમાં મારી કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો, મને ક્ષમા કરી તેનો સાચો અર્થ જાણવાની અને જણાવવાની શક્તિ બક્ષે. આપ સૌ શ્રદ્ધાળુઓનાં સૂચનો પણ મને ગેરમાર્ગે જતો અટકાવશે તેવી અભ્યર્થના સાથે…. ગીતાના આ ગૂઢ રહસ્યની ગૂંચ ઉકેલવાના મારા પુરુષાર્થને પ્રોત્સાહન પાઠવશો.
પ્રથમ અધ્યાય – અર્જુન વિષાદયોગ
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ |
મામકાઃ પાણ્ડવાશ્રૈવ કિમકુર્વત સંજય ||૧||
ગુજરાતી ભાષાંતરઃ ધૃતરાષ્ટ બોલ્યાઃ હે સંજય ! ધર્મભુમિ કુરૂક્ષેત્રમાં એકઠા થયેલા,યુધ્ધના ઇચ્છુક,મારા તથા પાડુંના પુત્રોએ શું કર્યુ?
સંજય ઉવાચ
દષ્ટવા તુ પાણ્ડવાનીકં વ્યૂઢં દુર્યોધનસ્તદા|
આચાર્યમુપસડ્મ્ય રાજા વચનમબ્રવીત્ ||૨||
ગુજરાતી ભાષાંતરઃ સંજય બોલ્યાઃ તે વખતે રાજા દુર્યોધને વ્યુહમાં ગોઠવાતેલી પાંડવોની સેનાને જોયા પછી દ્રોણાચાર્ય પાસે જઈને આ વચન કહ્યાઃ
પશ્યૈતાં પાણ્ડુપુત્રાણામાચાર્ય મહતીં ચમૂમ |
વ્યૂઢાં દ્રુપદપુત્રેણ તવ શિષ્યેણ ધીમતા || ||૩||
ગુજરાતી ભાષાંતરઃ હે ગુરુદેવ ! આપના બુધ્ધિમાન શિષ્ય દ્રપદપુત્ર ધૃષ્ટધુમ્ન વડે વ્યુહાકારે ઊભી કરાયેલી પાંડુપુત્રોની આ અત્યંત વિશાળ સેનાને જુઓ.
અત્રશૂરા મહેષ્વાસા ભીમાર્જુનસમા યુધિ |
યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ ||૪||
ધૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશિરાજશ્ચ વીર્યવાન |
પુરુજિત્કુન્તિભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુડ્ગવઃ ||૫||
યુધામન્યુશ્ચ વિક્રાન્ત ઉત્તમૌજાશ્ચ વીર્યવાન|
સૌભદ્રો દ્રોપદેયાશ્ચ સર્વ એવ મહારથાઃ ||૬||
ગુજરાતી ભાષાંતરઃ આ સેનામાં મોટાં ધનુષ્યો ધારણ કરનારા તથા યુધ્ધમાં ભીમ અને અર્જુન જેવા શૂરવીર – સાત્યકિ,વિરાટ,મહારથી રાજા દ્રુપદ,ધૃષ્ટકેતુ,ચેકિતાન,બળવાન કાશિરાજ,પુરુજિત,કુન્તિભોજ અને પુરુષશ્રેષ્ઠ શૈબ્ય, પરાક્રમી યુધામન્યુ તથા બળવાન ઉત્તમૌજા,સુભદ્રાપુત્ર અભિમન્યુ તેમજ દ્રૌપદીના પાંચેય પુત્રો – બધા જ મહારથીઓ છે.