પશ્ચિમ ગુજરાતના દરિયાકાંઠે એક બંદર હતું. નામ એનું સંજાણ. વહેલી સવારે એક વહાણ સંજાણ બંદરે લંગારવામાં આવ્યું.એમાંથી મોટાભાગના પ્રવાસીઓ ગુજરાતની ધરતી ઉપર ઉતર્યા.તેમની બોલી જુદી હતી,તેમનો પહેરવેશ કાંઈક જુદા જ પ્રકારનો હતો,તેઓ ઊંચા, પહોળા અને ઘંઉ વર્ણા લોકો હતા. માટે તેમનો દેખાવ પ્રભાવશાળી હોય તેવો દેખાઈ આવતો હતો.
વહાણમાંથી ઊતરી તેમાંથી કેટલાક લોકો સંજાણ ગામમાં ગયા. તે વખતે સંજાણમાં હિન્દુ રાજા જાદી રાણાનું રાજ્ય ચાલતું હતું.રાજ્યમાં જઈને એક પરદેશીએ રાણાને પ્રણામ કર્યા.
રાણાએ સૌથી પહેલા તેમની ઓળખાણ પૂંછી. પરદેશીએ પ્રેમથી જવાબ આપ્યો, રાજાજી, અમે ઈરાનથી આવીએ છીએ,અમે પારસીઓ છીએ. અમારા રાજ્ય પર પર ધર્મીઓએ હુમલો કર્યો છે. તેઓ ત્યાં અમને અમારો ધર્મ પાળવા દેતા નથી. માટે અમારે નાસીને અમારા ધર્મ માટે અહીયા આવવું પડ્યું છે. આપના રાજ્યમાં જો આપ અમને આશરો આપશો તો અમે આપનો ખૂબ આભાર માનીશું. ”
રાણા તેમનો જવાબ સાંભળીને વિચારમાં પડી ગયાં.રાજાએ સૂચના આપી. દૂધથી છલોછલ એક કટોરો મંગાવ્યો અને તે ગ્લાસ પરદેશીને આપતા રાણા બોલ્યા તમારા વડા દસ્તૂરને દૂધનો આ કટોરો આપનો આ મારો જવાબ છે.
પરદેશી દરિયાકિનારે આવ્યા,ત્યાં વહાણમાં દસ્તૂર તેમની રાહ જોઈ રહ્યા હતાં. તે પણ ચતુર અને બુદ્ધિશાળી હતાં.તેમને ખ્યાલ આવી ગયો કે રાણાનું કહેવું હતું કે રાજ્યની વસ્તી ભરચક છે. રાજ્યમાં જગ્યા નથી.
દસ્તૂરે સાકર મંગાવી– હળવે હળવે તેમણે થોડી થોડી સાકર દુધમાં નાંખવા માંડી. સાકર દૂધમાં ઓગળી ગઈ. એ પ્યાલો તેમણે રાજાને પાછો મોકલ્યો.
રાજાની પાસે દૂધનો ગ્લાસ પાછો આવ્યો ત્યારે રાજાએ ગ્લાસના એક ખૂણામાંથી દૂધ ચાખી જોયું તો તેમાં સાકર ભળવાને લીધે તે દૂધ મીઠું થઈ ગયું હતુ. રાજા તેમના દસ્તૂરનો જવાબ સાંભળીને રાજા ખૂશ થઈ ગયો તેમનો જવાબ એવો હતો કે અમે તમારી પ્રજા સાથે દૂધમાં જેમ સાકર ભળી ગઈ તેમ ભળી જઈશું.
પારસીઓને સંજાણમાં રહેવાની રાણાએ પરવાનગી આપી દીધી અને આમ પારસી કોમનો ભારતમાં ગુજરાતના પ્રવેશ દ્વાર મારફતે થયો હતો.