પુરાણોમાં પુરુષોત્તમ માસ તમામ માસોમાં શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. આ માસની શ્રેષ્ઠતા અને મહત્વને દર્શાવતી એક પૌરાણિક કથા પ્રસિદ્ધ છે-
પૌરાણિક માન્યતા પ્રમાણે સર્વપ્રથમ અધિમાસનો જન્મ થયો. પરંતુ આ માસમાં સૂર્યનો કોઈ રાશિમાં પ્રવેશ ન થયો એટલે કે સંક્રાંતિ ન થઈ તેના કારણે તે મળમાસ થઈ ગયો. માટે મળમાસનો કોઈ સ્વામી કે આશ્રયદાતા ન હોવાને કારણે આ માસ દેવકાર્યો અને શુભ તથા મંગળ કાર્યો માટે વર્જિત માનવામાં આવ્યો હતો. સૌ તેને તિરસ્કૃત અને ઉપેક્ષિત ગણવા લાગ્યા હતા. તેનાથી દુ:ખી મળમાસ ભગવાન વિષ્ણુ પાસે ગયા. મળમાસની પીડાને સમજીને ભગવાન વિષ્ણુ તેને યોગેશ્વર શ્રીકૃષ્ણ પાસે લઈ ગયા. વિષ્ણુએ મળમાસને કહ્યું કે આમના આશ્રયમાં તારા તમામ દુ:ખ અને શોક દૂર થઈ જશે. શ્રીકૃષ્ણે કહ્યું કે શ્રીહરિ વિષ્ણુ તમે મળમાસની સાથે આવીને મારા પર ઉપકાર કર્યો છે. માટે તમારી આજ્ઞાથી હું મળમાસને મારા તમામ ગુણ, વિદ્યા, કળા, યશ, કિર્તી, પ્રભાવ અને શક્તિઓથી ભરી દઉં છું. તેની સાથે જ હું જેવી રીતે જગતમાં પુરુષોત્તમના નામથી ઓળખાવું છું, તેવી રીતે મળમાસ પણ ભૂ-લોકમાં પુરુષોત્તમના નામથી ઓળખાશે. આ મળમાસ હવે સ્વામી રહીત ન રહેતા હું મળમાસનો સ્વામી બનું છું. જે પરમધામ ગોલોકમાં જવા માટે ઋષિ-મુનિ કઠિન તપ કરે છે, તેવી જ રીતે તપનું ફળ અને પદ પુરુષોત્તમ માસમાં દાન, પુણ્ય, સ્નાન, પૂજા વગેરે કરવાથી તમામ ભક્તોને સરળતાથી પ્રાપ્ત થશે. આ માસ બાર માસમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.
એ જ કારણ છે કે જ્યાં મળ એટલે કે ગંદા હોવાને કારણે સ્પર્શન કરવાવાળા, શુભ કે મંગળ કાર્ય માટે નિષેધ માનવામાં આવે છે, ત્યારે બીજી તરફ પુરષોત્તમ માસ હોવાથી દુ:ખ, દરિદ્રતાનો નાશ કરનાર અત્યંત પવિત્ર અને પુણ્યદાયી માસ ગણાય છે.
આપણો દેશ ધર્મપ્રેમી દેશ છે. વર્ષભર અનેક ધર્મોના તહેવારોમાં વિવિધ દેવી દેવતાઓનું પૂજન-અર્ચન કરવામાં આવે છે. પરંતુ અધિકમાસ એક એવો મહિનો છે જે દરમિયાન લોકો અધિક ભક્તિમય બની જાય છે. અધિક માસ આવતાંજ લોકો યાત્રા અને પવિત્ર નદીઓના સ્થળે વધું જતાં જોવા મળે છે. આ મહિનામાં દરેક ધાર્મિક અને સાર્વજનિક સ્થળોએ ભજન,કિર્તન, સત્સંગ અને મહાભારત,રામાયણ કે ભાગવતની કથાવાર્તાઓનું આયોજન કરવામાં આવે છે.
આ માસને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ દુનિયાને બનાવનારા બ્રહ્માજીના પિતાને પુરુષોત્તમ કહેવાય છે.ભગવાન શ્રીકૃષ્ણએ ગીતાના અધ્યાયમાં કહ્યું છે કે \” આ પૃથ્વી કોઈપણ આધાર વગર જમીન પર ભ્રમણ કરી રહી છે તે કેવી રીતે? આનો મતલબ છે મારું અસ્તિત્વ આ દુનિયામાં છે. હું આ સર્વનું સંચાલન કરું છું. આ દુનિયામાં બધા જીવોનો નાશ થાય છે પણ હું અમર છું. આ દુનિયાના બધાં પ્રાણીઓમાં હું છું. જે લોકોના મનમાં પૃથ્વી પરના પ્રત્યેક જીવો માટે પ્રેમભાવ છે, જે લોકો ઈર્ષા, દંભ, અને વેરભાવને ભૂલી નિષ્કામ બનીને ગરીબ અને અસહાયોની મદદ કરે છે તેઓ જ મારું પુરુષોત્તમ સ્વરુપ ઓળખી શકે છે \”
આ મહિનામાં દાન પુણ્યનું અધિક મહત્વ છે. જે લોકો અધિકમાસમાં દાન-પુણ્ય કરે છે, ધાર્મિક કથાઓ,સત્સંગ અને ઈશ્વરની સેવામાં પોતાનો સમય વિતાવે છે, તેઓના પાછલાં બધાં પાપો ધોવાઈ જાય છે, અને તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોટાભાગે લોકો એવું માને છે કે ભજન-કિર્તન, સત્સંગમાં તો ઘરડાં લોકો જ જાય છે,યુવાનોએ તો હમણાં ખાઈ પીને મોજ કરવાની હોય છે, વૃધ્ધાવસ્થામાં ઈશ્વરનું નામ લઈશું, પણ એવું નથી. ઈશ્વરની સર્વને હંમેશા જરુર પડે છે.
તમે કોઈ મુસીબતમાં ફસાયા હોય તો સૌથી પહેલાં તમે કોને યાદ કરો છો? ઈશ્વરને જ ને? કારણ કે આપણા મુખેથી મુસીબતમાં આ જ શબ્દો નીકળે છે કે \’ હે ઈશ્વર મને મદદ કરજે\” અને આપણે કોઈ મુસીબતમાંથી બચી ગયા હોય તો પણ એવું જ કહીએ છે કે\”આજે તો ઈશ્વરના કૃપાથી બચી ગયો\” મતલબ દરેકના દિલમાં ક્યાંક તો ઈશ્વર પ્રત્યે શ્રધ્ધા છે જ. તો પછે કેમ નહિ આ મહિનામાં ઈશ્વરની સેવા કરવાનું પુણ્ય કમાવી લઈએ. તેને માટે ખાસ મંદિરમા જવાની કે કલાકો સુધી ભજન કિર્તન કરવાની જરુર નથી. તમે કોઈ ગરીબની મદદ કરશો, કોઈ ભૂખ્યાને ભોજન આપશો તો પણ તમે ઈશ્વરની સેવા કરી કહેવાશે. તમે દિવસભર ભૂખ્યા રહીને ઈશ્વરનું ધ્યાન ઘરતાં રહ્યાં અને સાંજે કોઈ ભૂખ્યો માણસ કે પ્રાણી આવીને તમારા દરવાજે ઉભો હોય જેને તમે એક રોટલી પણ ન આપી શકો તો તમારો ઉપવાસ પણ વ્યર્થ છે કારણ તેને ઈશ્વર પણ નહિ કબૂલે.
ગુજરાતમાં આ માસમાં લોકો દાન પૂજન ખૂબ કરે છે. ધણાં લોકો અધિક માસમાં ખાસ સત્યનારાયણ ભગવાનની કથા કરે છે. આમ, અધિકમાસને પવિત્રમાસ એટલા માટે જ કહ્યો છે જે દરમિયાન દરેક માનવ સારા કર્મો કરીને પવિત્ર થઈ જાય. તો ચાલો અધિકમાસને પૂરા થવાના જૂજ દિવસો જ બાકી છે તો આપણે પણ થોડું પુણ્ય કમાવી લઈએ.
પુરૂષોત્તમ માસ 15 એપ્રિલથી પ્રારંભ થઈ ચૂક્યો છે. આ મહિનામાં એક બાજુ દાન, ઘર્મ વગેરે કરવાનો ઉલ્લેખ પુરાણોમાં કરવામાં આવ્યો છે તો બીજી બાજુ વિવિધ યાત્રાઓ પણ પુરૂષોત્તમ માહમાં થાય છે. તેમા સપ્તસાગર અને ચૌરાસી મહાદેવની સાથે જ નવ નારાયણની યાત્રા મુખ્ય છે.
ઘાર્મિક નગરી ઉજ્જૈનમાં લગભગ ૨૯ યાત્રાઓ હોય છે. તેમાંથી કેટલીક વિલુપ્ત જેવી છે અને કેટલીક એવી છે જેના વિશે નાગરિકોને માહિતી ઓછી છે. જે લોકો આ યાત્રાઓનુ મહત્વ સમજે છે. તે એવી યાત્રાઓને કરવા માટે પુરૂષોત્તમ માહની રાહ જુએ છે.
અન્ય યાત્રાઓની જેમ જ નવ નારાયણની યાત્રા થાય છે. નવ નારાયણનો મતલબ નવ સ્થાળો પર વિરાજેલા ભગવાન વિષ્ણુ. તેમના મંદિર ઉજ્જેન શહેરના વિવિધ સ્થાનો પર છે. જેમા અનંતનારાયણ, સત્યનારાયણ, પુરૂષોત્તમ નારાયણ, આદિનારાયણ, શેષનારાયણ, પદ્મનારાયણ, લક્ષ્મીનારાયણ, બદ્રીનારાયણ અને ચતુર્ભુજનારાયણનો સમાવેશ છે. નવ નારાયણોનો ઉલ્લેખ સ્કંદ પુરાણમાં પણ મળે છે. આ ભગવાન વિષ્ણુના દશાવતારના સ્વરૂપના રૂપે પણ ઓળખાય છે. ઉલ્લેખનીય છે કે નવ નારાયણ માત્ર ઉજ્જેનમાં જ વિરાજમાન છે.
– પુરૂષોત્તમ ભગવાનની લીલ અપરંપાર છે. નવ નારાયણ યાત્રાની શરૂઆત પુરૂષોત્તમનારાયણથી જ થાય છે.
– અનંત ભગવાનના ચમત્કાર કોઈનાથી છુપાયા નથી. માત્ર દર્શન કરવાથી જ મનોકામના પુરી થઈ જાય છે.
– સત્યનારાયણ ભગવાનની જય બોલવાથી જ જ્યારે પ્રતિફળ મળી જાય છે, પછી દર્શન કે પૂજા કરવાથી તો તેમનો આશીર્વાદ કાયમ રહે છે.
– માખણ-સાકર અર્પણ કરનારા શ્રધ્ધાળુઓને સુખ-સમૃધ્ધિ મળે છે. મંદિરમાં નવ નારાયણ યાત્રાળુઓનુ આગમન થવા માંડશે.
– આદિનારાયણ ભગવાન વિષ્ણુનુ અદ્દભૂત સ્વરૂપ છે. તેમના દર્શન માત્રથી દુ:ખોથી છૂટકારો મળી જાય છે.
– નવ નારાયણ યાત્રામાં પદ્મનારાયણ મંદિરનુ વિશેષ મહત્વ છે. પુરૂષોત્તમ મહિનામાં અહી શ્રધ્ધાળુઓની ભીડ લાગેલી રહે છે.
– શેષનારાયણની મૂર્તિ ચમત્કારી છે અને અહી દર્શનોથી મનોકામના પૂર્ણ થઈ જાય છે.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....