‘વાહ…… શું પર્સનાલિટી છે.’’ સાંભળતાં જ આપણી સમક્ષ એક એવું આકર્ષક વ્યક્તિત્વ ઊભું થાય છે, જેને જોઇને દિલ ખુશ થઇ જાય છે.
‘કાશ, અમારી પર્સનાલિટીમાં પણ એ પ્રભાવ હોત જે એની પર્સનાલિટીમાં છે.’ મનમાં આવો વિચાર આવતાં જ કેરિશ્મેટિક પર્સનાલિટી પ્રત્યે આપણા મનમાં ઇર્ષા થવા લાગે છે.
ગભરાશો નહીં, તમે પણ તમારી પર્સનાલિટીને કરિજમેટિક બનાવી શકો છો. દુનિયાની એક સૌથી શ્રીમંત વ્યક્તિનું માનવું હતું તે કરિજમેટિક પર્સનાલિટી હોવાથી સફળતા ખૂબ સહેલાઇથી મેળવી શકાય છે. ક્ષમતાથી વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરી શકાય છે. નહીં કે ટેક્નિકલ યોગ્યતાથી. તેમના આ શબ્દો આજે પણ લોકોને માટે ટોનિકનું કામ કરે છે કે બુઘ્ધિ, પર્સનાલિટીનો વિકલ્પ માત્ર છે.
કરિજમેટિક પર્સનાલિટી છે શું……
વાસ્તમાં કરિજમેટિક પર્સનાલિટીમાં લોકોને આકર્ષિત કરવાની ચુંબકીય ક્ષમતા હોય છે. પર્સનાલિટીમાં એવી ક્વોલિટી પેદા કરવામાં આવે જે પૂરેપૂરી રીતે નેચરલ લાગે. તમારા સ્વભાવમાં આવા ગુઓને વિકસિત કરો. સારું સ્વાસ્થ્ય બનાવો, માનસિક સ્થિરતા પેદા કરો. મિત્રતાનું વર્તુળ વધારો. આનંદ વહેંચો, પર્સનલ અને પ્રોફેશનલ સંબંધોમાં પ્રામાણિકતા દાખવો.
કરિજમેટિક પર્સનાલિટીમાં વિશિષ્ટ ગુણો હોય, જે વ્યક્તિત્વને પૂર્ણ બનાવે છે. પોતાના વ્યવહાર, આચરણ અને પ્રવૃત્તિઓથી પોતાની જાતને બીજાની સામે આકર્ષક રીતે પ્રસ્તુત કરવી એ કરિજમેટિક પર્સનાલિટી છે.
પોતાની હાજરી કેવી રીતે બતાવશો
શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે પાર્ટી કે તહેવારોમાં આમંત્રિત કરાયેલા મહેમાનોમાં કેટલાક લોકો એવા હોય છે, જેઓ પાર્ટીમાં આવે તો છે પણ તેમની હાજરી એટલી આકર્ષક નથી હોતી. તેમને જોઇને તમે તેમનાથી દૂર ભાગવાનો પ્રયત્ન કરો છો અથવા તેમને ન મળવાનાં બહાનાં બતાવો છો. તેમની વાતોથી કંટાળી જવાય છે. એવા મિત્રો અને સગાંવહાલાંને ઇચ્છા ન હોવા છતાં પણ બોલાવવા પડે છે. ખરેખર તો તેમનામાં એવું મેગ્નેટિક ખેંચાણ નથી હોતું, જે તમને એમની પ્રત્યે આકર્ષિત કરે.
કરિજમેટિક પર્સનાલિટીમાં એવું આકર્ષણ હોય છે કે, એક નજર પડતાં જ તમે એટલાં પ્રભાવિત થઇ જાઓ છો કે જાતે જ તેને મળવા અને વાતો કરવા ઇચ્છો છો. તેના લુક અને બુઘ્ધિમત્તા જોઇને લોકો તેની તરફ ખેંચાતા જાય છે. તમારા મનમાં એના પ્રત્યે ઇર્ષા નથી હોતી.
તેમની પર્સનાલિટીનું રહસ્ય હોય છે સારી સેન્સ ઓફ હ્યુમર, વ્યવહાર કુશળતા, પોતાની આસપાસ થતી પ્રવૃત્તિઓની જાણકારી, હાજરજવાબીપણું, પ્રભાવશાળી વકતૃત્વકલા, ઝટ નિર્ણય લેવો અને સંબંધો પ્રત્યે પ્રામાણિક્તા રાખવી.
આવા લોકોને માટે સુંદરતા અને પહેરવેશ બહુ મહત્ત્વનો નથી હોતો, તેઓ અસભ્ય વ્યવહાર ન કરતા સૌની સાથે હળીમળીને રહે છે, તેમનું માર્ગદર્શન કરે છે. નકારાત્મક વિચારસરણી આવા લોકોની પર્સનાલિટીથી બહુ દૂર રહે છે. સકારાત્મક વિચારસરણી કેરિશ્મેટિક પર્સનાલિટીની સૌથી મોટી ખૂબી છે, જે જીવન પ્રત્યે ઉત્સાહ વધારે છે.
જો કોઇ કારણથી તમે નિરાશ કે અસફળ થઇ ગયા, તો નકારાત્મક વિચારસરણીને બદલે એવા લોકોને મળો જે તમારા આદર્શ હોય. આવા લોકોનો સાથ તમારો આત્મવિશ્વાસ વધારશે અને એવું લાગશે કે તમને પ્રાથમિકતા અપાઇ રહી છે.
તમારા વ્યક્તિત્વમાં નીચેની બાબતોને સામેલ કરીને તમે તમારી હાજરીની નોંધ કરાવી શકો છો.
* તમે કેવા પ્રકારની પાર્ટીમાં જઇ રહ્યાં છો?
* લોકો તમને શા માટે જુએ?
* પ્રવૃત્તિઓ પર સાવધ નજર રાખો.
* સામાન્ય જાણકારીથી પરિચિત રહો.
* સારી ટેવો અપનાવો.
બોડી લેંગ્વેજ
બોડી લેંગ્વેજ દ્વારા કોઇપણ વ્યક્તિ બોલ્યા વિના પોતાની વાતને એક લાખ રીતે કહી શકે છે, તેને ‘નોનવર્બલ કોમ્યુનિકેશન’ પણ કહે છે. બોડી લેંગ્વેજમાં ફક્ત શારીરિક હાવભાવને જ ઘ્યાનમાં નથી લેવાતા, પરંતુ ચહેરાના ભાવને પણ વાંચવાની કોશિશ કરવામાં આવે છે. પોશ્ચર, બોલતી આંખો, ચાલવાની રીત, ઊઠવાબેસવાની રીત, આંતરિક વિચારો, ટેવો અને વર્તણૂક, પહેરવેશ, સ્ટાઇલ એ બધાંથી પર્સનાલિટીને સમજવામાં સરળતા રહે છે.
જો તમે બીજા પ્રત્યે નેગેટિવ વિચારો રાખો છો, તો તમારી આંખોમાં તરત જ નફરતના ભાવ આવી જાય છે. બોડી લેંગ્વેજને સમજનારા લોકો સહેલાઇથી તમારી ભાવનાઓને સમજી શકે છે. તમારું હાસ્ય, અવાજનો ઉતારચઢાવ પર્સનાલિટીનો અરીસો છે.
તેનાથી જ તમારા અભિમાની, સ્વાર્થી, ગુસ્સાવાળા અને ઉતાવળા સ્વભાવની ખબર પડે છે. ચહેરાના હાવભાવથી તમારી પરેશાની, ડર, શંકા અને આત્મવિશ્વાસુ હોવાની ખબર પડે છે.
કરિજમેટિક પર્સનાલિટીની ૯૮ ટકા સફળતા તમારી વિચારવાની રીત પર આધારિત છે કે, બહારની દુનિયા પ્રત્યેની તમારી દ્રષ્ટિ કેવી છે. બાકીના બે ટકા નિર્ભર કરે છે તમારામાં રહેલાં જ્ઞાન પર એટલા માટે જ પાર્ટી કે ખાસ પ્રસંગો પર આમંત્રિત કેટલાક લોકોની પર્સનાલિટીમાં એટલું આકર્ષણ હોય છે કે, લોકોની ભીડમાં પણ તેમની હાજરી બિલકુલ અલગ દેખાતી હોય છે.
વાય.એમ.સી.એ.ના ‘પર્સનાલિટી ગૂ્રમંિગ’ કોર્સના એક પ્રોફેસરના કહેવા મુજબ, ‘‘તમે જાતે પણ તમારી પર્સનાલિટીને સજાવી શકો છો અને તેને માટે ‘પર્સનાલિટી ગૂ્રમંિગ ઇન્સ્ટિટ્યૂટ’ની મદદ પણ લઇ શકો છો. તમારી અંદર આ બધી વિશેષતાઓ છુપાયેલી હોય છે. બસ, તમે તેનાથી વાકેફ નથી હોતાં. કારણ કે તમારા સ્વભાવમાં સંકોચ હોય છે.
પર્સનાલિટી ગૂ્રમંિગ ઇન્સ્ટિટ્યુટ આ સંકોચને દૂર કરીને આ ગુણોને વિકસિત કરવામાં તમારી મદદ કરે છે. ઇન્સ્ટિટ્યુટમાં જોડાતાં પહેલાં તમારું આત્મનિરીક્ષણ કરશે. તો તમને તમારી અંદર અમુક વિશિષ્ટ ગુણ જોવા મળશે.’’
‘પર્સનાલિટી મેગ્નેટિક ટેસ્ટ’ દ્વારા તમે જાતે તમારા વ્યક્તિત્ત્વને ઓળખી શકો છો. તે પછી પર્સનાલિટીમાં ઘણા અંશે સુધારો કરી શકાય છે.
* દરરોજ સકારાત્મક વિચારોને વાંચો અને નકારાત્મક વિચારસરણીવાળા લોકોથી દૂર રહો.
* તમારી ચારે બાજુ ખુશખુશાલ વાતાવરણ બનાવો.
* લોકોને સમજવાની ક્ષમતા વિકસિત કરો.
* શિસ્ત પ્રિય બનો.
* રચનાત્મક્તાને પ્રોત્સાહિત કરો.
* મહત્વાકાંક્ષી બનો, ત્યારે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરી શકશો.
* પ્રેરણાદાયી લોકોના સારા ગુણો અપનાવવામાં સંકોચ ના કરો.
* મિત્રતાનું વર્તુળ વધારો.
* બદલાતી જીવનશૈલીને અનુરૂપ ધીરજવાન બનો.
* તમારો વ્યવહાર નમ્ર અને મિત્રતાભર્યો રાખો.
* જવાબદારીને પૂરી પ્રામાણિક્તાથી નિભાવો.
* આત્મવિશ્વાસ વધારો.
* સફાઇદાર અને સભ્ય પોશાક પહેરો.
* બોડી લેંગ્વેજને સમજવાનો પ્રયાસ કરો.