પં. દીનદયાળ ઉપાધ્યાય:શક્તિશાળી રાજકીય પક્ષના પ્રેરણાસ્ત્રોત

પં. દીનદયાળ ઉપાધ્યાય

ભારતના એક શક્તિશાળી રાજકીય પક્ષના પ્રેરણાસ્ત્રોત.
જન્મઃઈ. ૧૯૧૬ના સપ્‍ટેમ્બરની સોળમી તારીખે જયપુર અજમેર લાઇન પરના ધનકિયા ગામમાં મોસાળ

જીવનઃ  સહેજ દૂબળો બાંધો, સસ્મિત ચહેરો, ર્દષ્ટિમાં નિર્વ્યાજ સરળતા, ધોતી-ઝભ્‍ભાનું સાદું વસ્ત્ર-પરિધાન અને આત્મીયતાથી વાતાવરણને છલકતું કરતી પ્રતિભા. પંડિત દીનદયાળ ઉપાધ્યાયની આ વિશેષ તેમના નાના રેલવે અધિકારી અને રેલવે અધિકારી અને પિતા સ્ટેશન માસ્તર. એથી જ કદાચ રેલના પાટા અને પ્‍લેટફોર્મ  સાથે જોડાયેલું દીનદયાળજીનું જીવન રેલવે-પ્રવાસ દરમિયાન જ પૂર્ણવિરામ પામ્યું.
બચપણથી જ માતાપિતાનું મૃત્યુ થતાં મામાને ત્યાં ઉછરેલા દીનદયાલ બાલ્યાવસ્થાથી જ સ્વાવલંબી બન્યા. કાનપુરની કૉલેજના ગણિતશાસ્ત્ર સાથેના પ્રથમ વર્ગમાં બી. એ. ઉત્તીર્ણ થયા. દીનદયાળની  તરુણાવસ્થા વિષે બહુ ઓછી વિગતો મળે છે. બી. એ.ના છેલ્લા વર્ષ દરમિયાન તેમનો સંપર્ક રાષ્‍ટ્રીય સેવક સંઘ સાથે થયો. ભાઉરસ દેવરસ સાથેના ઘનિષ્‍ઠ સંબંધને લીધે દીનદયાળ સંઘકાર્યમાં પ્રવૃત્ત થયા. ઈ. ૧૯૪૨માં સંઘના પ્રચારક બન્યા. સહ-પ્રાંત-પ્રચારકની જવાબદારી સંભાળતાં ‘સમ્રાટ ચન્દ્રગુપ્‍ત‘ અને ‘જગદ્દગુરુ શંકરાચાર્ય‘ વિષે બે પુસ્તકો લખ્યાં. લખનૌમાં ‘રાષ્‍ટ્રધર્મ‘ માસિક અને ‘પાંચજન્ય‘ સાપ્‍તાહિક સાથે તે ઘનિષ્‍ઠ રીતે સંકળાયેલા હતા. ઈ. ૧૯૫૧માં શ્યામાપ્રસાદ મુખર્જીએ કેન્દ્રના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્‍યું. હિંદુ મહાસભા અને ગાંધીજીની હત્યા પછી વગોવાયેલા રાષ્‍ટ્રીય સેવક સંઘને બદલે ‘જનસંઘ‘ની સ્થાપના કરી. દીનદયાળ તેમાં જોડાયા. તેવામાં મુખર્જીનું રહસ્યમય સંજોગોમાં અવસાન થયું. દીનદયાળ સંઘના મંત્રી બન્યા. દોઢ દાયકા સુધી તેમણે અને તેમના સાથીઓએ એવો પુરુષાર્થ કર્યો કે ચૂંટણીઓમાં અને જાહેર જીવનમાં જનસંઘ કાઠું કાઢી શક્યો. દીનદયાળનું ભારતીય રાજકારણમાં બીજું નિર્ણાયક પગલું ‘બિનકૉંગ્રેસવાદ‘નું હતું. ડૉ. રામમનોહર લોહિયા સાથે મળીને કરેલા પ્રયાસોને પરિણામે ઈ. ૧૯૬૭માં ઘણાં રાજ્યો કૉંગ્રેસ પરાસ્ત થઈ અને સંવિદ સરકારો અસ્તિત્વમાં આવી. આ સમય દરમિયાન દીનદયાળે કરેલા ચિંતનના પરિપાક રૂપે ‘ધી ટુ પ્‍લાન્સ – પ્રૉમિસિઝ ઍન્ડ પ્રૉસ્પેકટ્સ‘ પુસ્તક લખાયું. પ્‍લાનિંગ કમિશનના ઉપપ્રમુખે એક પરિપત્ર પાઠવી આ પુસ્તકનાં ટીકા-ટીપ્‍પણ અને સૂચનો ધ્યાનમાં લેવાનું બધાં રાજ્યોને લખ્યું હતું.
રાજકારણમાં હોવા છતાં પ્રજાની લાગણીઓ પર સવાર થઈ લાભ ખાટી જવાની વૃત્તિ ક્યારેય રાખી ન હતી. ઈ. ૧૯૬૭માં ભારતીય જનસંઘના વાર્ષિ‍ક અધિવેશનમાં તેમને પરાણે અધ્યક્ષ તરીકે બેસાડ્યા હતા. એ અધિવેશન યાદગાર બની ગયું. અધિવેશનમાં એમણે આપેલું અધ્યક્ષીય પ્રવચન કલ્પનોત્તેજક દસ્તાવેજ જ હતું.
એ જ દીનદયાળજીના એક રેલવે પ્રવાસ દરમ્યાન કરુણાંતિકા સર્જાઈ. લખનૌથી પઠાણકોટ- સિયાલકોટના રેલવે-ડબ્બામાં પ્રથમ વર્ગમાં તેઓ પ્રવાસ કરતા હતા. એ ટ્રેનમાં અંધારી રાતે શું થયું તેની ચોક્કસ વિગતો રહસ્યના ધુમ્મસમાં ખોવાયેલી છે. ઈ. ૧૯૬૮ના ફેબ્રુઆરીની અગિયારમીની રાત્રિએ સાડાત્રણે મુગલસરાઈ રેલવેસ્ટેશનના યાર્ડમાં એક વીજળીના થાંભલા પાસેથી દીનદયાળજીનો મૃતદેહ મળી આવ્યો.
આ હત્યાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો. સામ્યવાદી નેતા હિરેન મુખરજીએ તેમને ‘અજાતશત્રુ‘ કહ્યા હતા. દીનદયાળનું એકાવન વર્ષનું આયુષ્‍ય જે સાદગી, સહજતા, ચિંતન અને કર્મઠતા પ્રદાન કરી ગયું તે માનવીય ભૂમિકાનું એક નાનકડું કાવ્ય જ હતું.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors