તા. ૦૪.૦૨.૧૯૨૨ના રોજ જન્મેલી પં.ભીમસેન જોશીએ તા. ૨૪.૦૧.૨૦૧૧ના રોજ પોતાનો અંતિમ શ્વાસ લીધો. આ સમય દરમિયાન તેઓ સંગીતપ્રેમીઓ માટે સંગીત અને અવર અને અખૂટ વારસો મૂકતા ગયા છે. એ વારસો એવો મૂકી ગયા છે કે તે કદી કામગ્રસ્ત થાય જ નહીં. પંડિત માટે સંગીત કોઇ વ્યવસાય નહતો. પૈસા કમાવવાનો કે સેલિબિ્રટી બનવાનો કોઇ કીમિયો પણ ન હતો. તેમની સ્વર સાધના જીવનભરની એક તપશ્વર્યા હતી. શિસ્તબદ્ધ જીવન, નિરંતર રિયાઝ, સખત પરિશ્રમ, ઇશ્વરભક્તિ, અપ્રતિમ સાધના, પ્રયોગો એ બધાનો સંગમ એટલે પંક્તિ ભીમસેન જોશી. આઠ વર્ષની કૂમળી વયથી સંગીતનો રિયાઝ કળા હતા. તેમની તે સાધના જીવનભર ચાલી. એક વખતની વાત છે. એક વખત તેમણે અબ્દુલ કરીમખાનો રાગ ‘બસંત’ સાંભળ્યો. તે પછી તેમને સંગીતનાસૂરોનું એટલું બધું આકર્ષણ થયું કે બાર વર્ષની વયે સંગીતની આરાધાના માટે તેમણે ઘર છોડ્યું. અનેક મુશ્કેલીઓ તેમના સંઘર્ષના સમય દરમિયાન આવી. આખરે સવાઇ ગાંધર્વે તેમને આશ્રય આપ્યો. પછી શરૂ થઇ સંગીતની સાધના. કલાકો સુધીની બેઠકોમાં રિયાઝ શરૂ થયો. તેઓ ઘણી વખત કહેતા કે,‘‘કલાકોનો રિયાઝ જવા દો. માત્ર ચાર કલાક પલાંઠી વાળીને બેસવાની વાત પણ ખૂબ મોટી છે.” તેમનો અવાજ એટલો જાદુઇ હતો કે તેમના અવાજ પાછળ દેશવિદેશ લાખો પ્રસંશકો ફિદા હતા. એક વખત વાત છે. હાલ ખીંચોખીચ ભરેલો હતો. દોઢ કલાક સુધી પંડિતજીએ રાગ ( ‘તોડી’) ગયો. પોતાનાઓને તો તેમના સ્વરમાં સાગર ઘૂઘવતો લાગ્યો છે. દોઢ કલાક સુધી રાગ તોડીની એક પણ તાન કે આલાપનું પુનરાવર્તન થયું નહીં. એટલી બધી વિવિધતા તેમની પાસે હતી. કિરાના ઘટાણાના આ ગાયકનો અવાજ પણ બુલંદ અને ધેધુટ હતો. અવાજમાં જેટલી બુલંદી તેટલું જ તેમનું માધુર્ય હતું. પંડિત ભીમસેન જોશીના સંગીતને માણવા શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન આવશ્યક હોય છે. જે શાસ્ત્રીયસંગીત જાણે છે તે તથા શાસ્ત્રીય સંગીત સહેજપણ નથી જાણતા તેઓ પણ તેમના ચાહક હતા. તેમનાં ભજન, અભંગ, શાસ્ત્રીય ગાયનને લીધે તેઓ આમ આદમી બની ગયા. તેમની ગાયનસભામાં એટલી તન્મયતા રહેલી કે ન પૂછો વાત.એક વખતની વાત છે. ‘રામસભામાં અમે રમવાને ગ્યા’તા; અંજલિ ભરીને રસ પીધો રે’ જેવો અનુભવ થાય. એક ચાહકે તેમની પ્રસંશા કરતાં લખ્યું છે કે, ‘‘ તેમના હાથ અને આંગળીઓના ઇશારા એવા હોય કે આકાશના તારા પકડી પકડી ધરતી પર મૂકીને સમગ્ર ધરતીને અજમાવતા ન હોય?” પોતે પણ સંગીતમાં તલ્લીન થાય અને શ્રોતાઓને પણ તેમાં ડૂબાડી દેતા. તેમના વિશે ઉત્સાહ ઝાકિરહુસેન કહેતા હતા કે, ‘‘ પંડિતજી કોઇ તંદ્રા કે ભાવસમાધિમાં લીન થઇ ગયા હોય અને ઇશ્વરનો હાથ તેમના પર ફરી રહ્યો હોય. તેવું મને તેમની નિકટ બેઠા પછી લાગતું હતું.” પંડિત ભીમસેન જોશીએ સમગ્ર ભારતનું ભ્રમણ કર્યું છે. ઘણાં સ્થાન પર પોતાની ગાડીમાં જ જતા. જાતે ડ્રાઇવિંગ કરતા. તેમને સર્વત્ર સંગીત સાંભળવાનું મોટરના અવાજમાં પણ તેઓ સંગીત સાંભળતા.