*પ્રાણ અપાન, સમાન, ઉદાન અને વ્યાન એ પાંચ પ્રાણ છે.
-પ્રાણઃમુખ અને નાક દ્રારા લેવાય અને મુકામ;શ્વાસની-પ્રશ્વાસની ક્રિયા સાથે તે સંબંધિત છે.
સામાન્ય મનુષ્યની ધર્મ, અર્થ, વિધા પ્રતિની આસક્તિ પ્રાણવાયુના પ્રભાવને લીધે છે
-અપાનઃ દેહમાં પ્રાણવાયુની નીચે તેનું સ્થાન છે તે પ્રાણવાયુથી બળવાન છે ઍટલે કે તેને નીચે તરફ ખેંચી ત્યાં પકડી રાખવાનો પ્રયાસ કરે છે.
અપાન વાયુ શરીરમાં રહેલ રસ,ધાતુ,શુક્ર,મુત્ર,મળ વગેરેને નીચે તરફ અભિમુખ કરવાનું કામ કરે છે.
-સમાન: સાથે હોવુ તે,સહનિવાસ સહસ્થિતિ,સમાનવાયુ પ્રાણ અને અપાન વચ્ચે સહનિવાસ કરે છે સમાનવાયુ પ્રાણ અને અપાનવાયુની અપેક્ષા એ બળવાન છે તે બંનેની વચ્ચે રહી મધ્યસ્થરુપે તે બંનેને સમતોલ રાખવાનો પ્રયત્ન કરે છે બંનેને મધ્યમાં ખેચવાનો પ્રયાસ કરે છે
-ઉદાન;ગળા તરફ ઊચે ચડીને મસ્તકમાં જાય છે.છેક ઉપર પહોચી તે નીચે ઊતરવા માડે છે અને યોગીઓ કહે છે તેમ મુખ દ્રારા વર્ણ,શબ્દ,વાકય વગેરેના ઉચ્ચારનો હેતુ બને છે.હુ બીજા કરતા ચડિયાતો છુ.મારા જેવું કોઈ ઉન્નત નથી વગેરે જે અભિમાનરુપ ધારણાઓ થાય છે.તેનું કારણ ઉદાનવાયુ છે.
તે પ્રાણ,અપાન અને સમાનવાયુ કરતા બળવાન છે કારણ કે આ બધા વાયુને તે ઊદર્વાભિમુખ કરે છે.
વ્યાન;આખા શરીરમાં વ્યાપીને રહે છે આ વાયુ ને લીધે શરીર પરના વાળના અગ્ર ભાગથી નખના અગ્રભાગ સુધી લોહી,રસ વગેરેનું સંચરણ થાય છે ;યુક્તિદીપિકા’ના રચયિતા આ વાયુને બધા વાયુઓમાં બળવાન ગણે છે. એ જયાં સુધી શરીરમાં હોય ત્યાં સુધી બધા વાયુ તેને આધીન થઈ તેની સાથે મળીને રહે છે અને કાર્ય કરે છે.
વ્યાનવાયુનું સંચરણ બંધ થાય તો સમગ્રદેહ ક્રમે ક્રમે ઠંડો પડી જાય છે.ઉપયુકત મુદ્દાઓ યુક્તિદીપિકાના આધારે આપ્યા છે.