પંચપ્રાણઉપાસના
માણસના શરીરમાં પ્રાણ એ જીવન તત્વ છે. તેનાથી જ સમગ્ર શરીર ધબકે છે. બધી ક્રીયાઓ થાય છે. એકવાર શરીરમાંથી પ્રાણ ચાલ્યા ગયા પછી આ નશ્વર દેહમાં કોઈ કામનો રહેતો નથી. આપણે બહારના ઉપયોગી તમામ તત્વોનો મહિમા ગાઈએ પરંતુ ખુદ આપણા જીવન તત્વ અર્થાત્ પ્રાણને ભૂલી જઈએ તે કેમ ચાલે ? કારણકે તેના વગરતો કશું જ સંભવી શકે નહિ. વ્યકિત, કુટુંબ કે સમાજ કે રાષ્ટ્ર જીવનને પ્રાણવાન બનાવવા માટે તેનો આદર કે ઉપાસના કરવી જરૂરી છે જ આપણા વેદશાસ્ત્રોમાં પણ પાંચ પ્રકારના પ્રાણની ઉપાસના કરવાનું કહયું છે, તેમાં સમગ્ર શરીરમાં ફરતો અને વ્યાનરુપે રહેતો પ્રાણ હ્દયમાં તેનો વાસ પ્રાણવાયુ સ્વરૂપે છે તે ગુદામાં એ અપાનવાયુ તરીકે ઓળખાય છે, માનવના કંઠમાં રહેતો ઉદાનવાયુ સ્વરૂપમાં તેમજ શરીરના નાભિમંડળમાં જે સમાન વાયુ તરીકે નિવાશ કરે છે.