નારીનું આભુષણ : રીંગ / વીટી / અંગૂઠી
રીંગ ભારતીય સંસ્કૃતિનું પારંપારિક આભૂષણ છે.રીંગ આંગણીમાં પહેરવામાં આવે છે, રીંગ એક જ્વેલરી છે. રીંગ પુરુષો અને સ્ત્રીઓ બંને દ્વારા પહેરવામાં આવે છે.રીંગ એ પ્રેમની નિશાની છે.રીંગ ધાતુ, પ્લાસ્ટિક, લાકડું, અસ્થિ, કાચ,સોનુ,ચાંદી પત્થરો અને અન્ય સામગ્રીની બને છે.આ એક એવું આભુષણ છે વિશ્વના દરેક ખુણામાં પહેરવામાં આવે છે.લગ્નગ્રંથિથી જોડાતાં પતિ-પત્ની એકબીજાને રીંગની આપ-લે કરીને બંનેનો સંબંધ પાકો કરે છે.
આજનો યુવાવર્ગ સિંગલ ડાયમંડ-મોતી કે રંગીન સ્ટોનની રીંગ પહેરવાનો શોખીન છે, કારણ કે તેની ફેશન છે. જેમ ગળામાં પહેરાતું પેન્ડન્ટ હોય છે, તેવા આકારની રીંગની ઉપરની હેવી ડિઝાઈનવાળી રીંગનું ચલણ ચાલે છે. વચમાં નિલમનો મોટો સ્ટોન, તેની ફરતે નાના-નાના અનેક ડાયમંડવાળી રીંગ પણ અત્યારે ફેશન ઇન છે. હવે તો રજવાડી-એન્ટિક ડિઝાઈનવાળી રીંગ તો કોલેજિયનોમાં હોટ ફેવરિટ છે. રીંગ હવે તો ખિસ્સાંખર્ચને પરવડે તે કિંમતમાં પણ ખરીદીને પહેરવાની સૌ કોઈને ઇચ્છા થઈ આવે છે.
હિન્દૂ લગ્ન માન્ય
હિન્દૂ લગ્નમાં રિંગ પ્રતીક છે અને તે પણ લાંબા સમયથી માન્યછે.જે કન્યા આંગળી પર રીંગ પહેરે છે લગ્ન કરવામાં આવી છે
પૌરાણિક સંદર્ભો
રિંગ ‘ગ્રંથ યુગ’ ના મહત્વ પુરાવો મળવા લાગે છે. રિંગ વિશે મહત્વ ની વાતો રામાયણ અને મહાભારતમાં જોવા મળેછે. હનુમાન જયારે અશોક વાટિકા આવ્યા ત્યારે રામે સીતાને ઓળખાણ તરીકે રિંગ આપી હતી . રાજા દુષ્યંત અને શકુંતલા ના ગાંધર્વ લગ્નમાં રીંગનો સંબંધ છે.જેના પુત્ર પરથી ભારત દેશનું આપણને નામ પ્રાપ્ત થયુ છે.
લોકપ્રિય માન્યતા:
રિંગ ડાબા હાથની ચોથી આંગળીમાં પહેરવામાં આવે છે તેનો સીધો સંબંધ હૃદય સાથે સીધો છે જે ટ્રસ્ટ અને દિલ સાથે સીધો સંબંધ હોય છે