છેલ્લા કેટલાક સમયથી જો કિંમતી અને અદ્યતન મોબાઈલનું વેચાણ વધ્યું હોય તો ગુજરાતની તેમાં મહત્વની ભૂમિકા છે. આ ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં મોબાઇલ રિપ્લેસમેન્ટનું બજાર ૬૦ ટકા છે અને સમગ્ર દેશમાં તેનું પ્રમાણ ૩૦ ટકા છે.
નોકિયા ઇન્ડિયાના જીટીએમ હેડ રઘુવેશસરૂપે જણાવ્યું હતું કે, \”મોબાઇલ ફોનના કુલ વેચાણમાં ગુજરાત ખાતે રિપ્લેસમેન્ટ બજારનો હિસ્સો ૬૦ ટકા છે. પ્રારંભિક લોકોની સરખામણીએ યુવા ગ્રાહકોની ઉંચી સંખ્યા અને ખર્ચની તરાહના કારણે બજારને પ્રોત્સાહન મળ્યું છે.\”
?જાન્યુઆરી મહિનામાં નકશા જેવી નેવિગેશન પદ્ધતિઓ અને ઇન્ટિગ્રેટેડ જીપીએસ સિસ્ટમ લોન્ચ કરનાર નોકિયાને આશા છે કે ગુજરાતમાં તેમની સેવાઓને સારો આવકાર મળશે. જોકે ચોકાવનારી વાત એ છે કે મોબાઇલની સરેરાશ ઉંમરમાં ધરખમ ઘટાડો આવ્યો છે. \”પાછલા બે-ત્રણ વર્ષમાં મોબાઇલની સરેરાશ ઉંમર અઢી વર્ષથી ઘટીને ૧૨-૧૪ મહિનાની થઈ ગઈ છે. જ્યારે કે અન્ય વિકાસશીલ દેશોમાં મોબાઇલનું આયુષ્ય ભારતની સરખામણીએ વધુ છે. જો તમે અમદાવાદ જેવા શહેરો પર નજર કરશો તો જોશો કે લોકોની આવકમાં અત્યંત વધારો થયો છે અને કોલ સેન્ટર કે આઇટી જેવા ક્ષેત્રોમાં કામ કરતા યુવાનો ટેકનો સેવી બન્યા છે. આ લોકો કિંમતી મોબાઇલ વધુ પસંદ કરે છે.\” તેવું બ્રિટન સ્થિત મેરિડિયન મોબાઇલના ભાતના સીઇઓ રાજીવ ખન્નાએ જણાવ્યું હતું. મેરેડિયન મોબાઇલ ફલાય બ્રાન્ડથી મોબાઇલનું ઉત્પાદન કરે છે.
?સમગ્ર દેશમાં મોબાઇલ રિપ્લેસમેન્ટનો દર હજુ ૩૦ ટકા જ છે. \”સમગ્ર દેશમાં મોબાઇલના પ્રારંભિક વપરાશકારો બેસિક ફોન પસંદ કરે છે. કુલ વેચાણમાં ૩૦૦૦-૩૫૦૦ રૂપિયાની કિંમતના મોબાઇલનું પ્રમાણ ૬૦-૭૦ ટકા જેટલું છે. જોકે નવતર સર્જનો અને વધુ સારા મોડલોના કારણે આગામી વર્ષોમાં રિપ્લેસમેન્ટનું પ્રમાણ વધશે.\”
તેવું એસ્સાર ટેલિકોમ રિટેઇલના સીઇઓ અને ડિરેક્ટર રાજીવ અગ્રવાલે જણાવ્યું હતું.
ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યોના રિપ્લેસમેન્ટ બજારે મોબાઇલ કંપનીઓને કિંમતી મોબાઇલ બિઝનેસની ક્ષમતા વધારવા પ્રેરયા છે. જેમ કે પાછલા પાંચ મહિનામાં મેરિડિયન મોબાઇલે બેના બદલે ૩૨ મોડેલ ઓફર કર્યા છે. જેમાંના મોટાભાગના સ્માર્ટફોન છે અને આ તમામ ફોનમાં ગુજરાતના બજારને લક્ષ્યમાં લેવાયું છે તેવું ખન્નાએ જણાવ્યું હતું.
દેશમાં ૨૫૦૦ લાખ મોબાઇલ ફોનનું બજાર છે. જેમાં કિંમતી સ્માર્ટ ફોનનું પ્રમાણ ૨૨-૨૫ ટકા એટલે કે ૭૫૦-૧૦૦૦ લાખ જેટલું છે. રાજીવ અગ્રવાલ માને છે કે ૨૦૧૦ સુધીમાં મોબાઇલ ફોનનું બજાર ૫૦૦૦ લાખે પહોંચશે. જેમાં કિંમતી સ્માર્ટફોનનો હિસ્સો ૪૦-૫૦ ટકા જેટલો હશે.