શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણે શરદઋતુ અને વસંતઋતુ યમની દાઢ કહેવાય છે.આ બંને ઋતુને પસર કરવી પ્રાણિમાત્રને કઠીન હોય છે.શરદ અને વસંત બંને ઋતુઓ રોગ કરનારી અને વિનાસકારી ગણાય છે તેથી ચેત્રી નવરાત્રી અને આસો નવરાત્રીમાં ભક્તિપુર્વક માતાનું પુજન કરવું જોઈએ.નવરાત્રીમાં કન્યાઓના પુજનથી જે ફળા મળૅ છે જે નીચે મુજબ છે
બે વર્ષની બાલિકાને કુમારિકા
ત્રણ વર્ષની બાલિકાને ત્રિમુર્તિ
ચાર વર્ષની બાલિકાને કલ્યાણી
પાચ વર્ષની બાલિકાને રોહિણી
છ વર્ષની બાલિકાને કાલિકા
સાત વર્ષની બાલિકાને ચંડિકા
આઠ વર્ષની બાલિકાને શાંભવી
નવ વર્ષની બાલિકાને દુર્ગા
દસ વર્ષની બાલિકાને સુભદ્રા
નવરાત્રીમાં નવ કનુઆઓને પુજનથી જે ફળ મળે છે જે નીચે મુજબ છે
* કુમારિકાને પુજવાથી દુઃખ,દારિદ્ર અને શત્રુઓનો નાશ થાય છે તથા ધન,આયુય અને કુળની વુધ્ધિ થાય છે.
* ત્રિમુર્તીનું પુજન કરવાથી આયુષ્ય,ધર્મ, અર્થ,કામ એ ત્રિવર્ગનું ફળ ધન-ધાન્યની પ્રાપ્તિ અને પુત્ર-પૌત્રાદિની વુધ્ધિ થાય છે.
* વિધા પ્રાપ્તિની ઇચ્છાવાળાએ,વિજય મેળવવાની ઇચ્છાવાળા રાજાએ અને સુખ મેળવવાની ઈચ્છાવાળાએ દરેક પ્રકારની મનોકામનાઓ પુરી કરનારા કલ્યાણીની પુજા કરવી.
* શત્રુઓના નાશ માટે ભક્તિભાવથી કાલિકાનું પુજન કરવું.
* એશ્વર્ય અને ધન મેળાવવા માટે અને દુઃખ દારિદ્રનો નાશ કરવા માટે તથા યુધ્ધમાં વિજય મેળાવવા માટે શાંભવીનું પુજન કરવું.
* ક્રુર શત્રુના નાશ માટે,ઉગ્રકર્મ શિધ્ધ કરવા માટે તથા પરલોકમાં સુખ મેળાવવા માટે ભક્તિપુર્વક દુર્ગાનું પુજન કરવું.
* ઇચ્છા પ્રમાણે અર્થની સિધ્ધ માટે સુભદ્રાનું પુજન કરવું.
* રોગોના નાશ કરવા માટે માનવે વિધિપુર્વક રોહિણીનું પુજન કરવું.
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે...
અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી....