નવમ અધ્યાય: રાજવિદ્યારાજગુહ્યયોગ શ્ર્લોક નં ૨૪ થી ૩૪
અહં હિ સર્વયજ્ઞાનાં ભોક્તા ચ પ્રભુરેવ ચ ।
ન તુ મામભિજાનન્તિ તત્ત્વેનાતશ્ચ્યવન્તિ તે ॥ ૨૪॥
કેમ કે હું જ સર્વ યજ્ઞોનો ભોક્તા અને સ્વામી છું,અન્ય દેવોના ભક્તો મને તત્વત: જાણતા નથી. તેથી તેઓ મુખ્ય યજ્ઞફળથી વંચિત રહે છે.॥ ૨૪॥
યાન્તિ દેવવ્રતા દેવાન્પિતૄન્યાન્તિ પિતૃવ્રતાઃ ।
ભૂતાનિ યાન્તિ ભૂતેજ્યા યાન્તિ મદ્યાજિનોઽપિ મામ્ ॥ ૨૫॥
દેવોની ઉપાસના કરનારા દેવલોકમાં જાય છે,પિતૃભક્તો પિતૃલોકમાં જાય છે, ભૂતોના પુજકોને ભૂતોની પ્રાપ્તિ થાય છે અને મારું ભજન કરનારાઓને મારી પ્રાપ્તિ થાય છે.॥ ૨૫॥
પત્રં પુષ્પં ફલં તોયં યો મે ભક્ત્યા પ્રયચ્છતિ ।
તદહં ભક્ત્યુપહૃતમશ્નામિ પ્રયતાત્મનઃ ॥ ૨૬॥
શુદ્ધ ચિત્તવાળા ભક્તો પ્રેમ અને ભક્તિપૂર્વક મને પત્ર,પુષ્પ,ફળ,જળ વગેરે અર્પણ કરે છે. તે હું સાકારરૂપ ધારણ કરી પ્રેમપૂર્વક ગ્રહણ કરું છું.॥ ૨૬॥
યત્કરોષિ યદશ્નાસિ યજ્જુહોષિ દદાસિ યત્ ।
યત્તપસ્યસિ કૌન્તેય તત્કુરુષ્વ મદર્પણમ્ ॥ ૨૭॥
હે કાન્તેય ! તું જે કઈ કર્મ કરે, ભક્ષણ કરે, હવન કરે, દાન આપે કે સ્વધર્માચરણરૂપ તપકરે, તે સર્વ કંઈ મને અર્પણ કરી દે.॥ ૨૭॥
શુભાશુભફલૈરેવં મોક્ષ્યસે કર્મબન્ધનૈઃ ।
સંન્યાસયોગયુક્તાત્મા વિમુક્તો મામુપૈષ્યસિ ॥ ૨૮॥
આમ સર્વ કર્મો મને અર્પણ કરવાથી તારું અંત:કરણ સન્યાસયોગ યુક્ત થશે.આથી તું શુભ-અશુભ ફળ આપનારા કર્મબંધનથી મુક્ત થઇ જઈશ.અને એમ તું મારામાં મળી જઈશ.॥ ૨૮॥
સમોઽહં સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોઽસ્તિ ન પ્રિયઃ ।
યે ભજન્તિ તુ માં ભક્ત્યા મયિ તે તેષુ ચાપ્યહમ્ ॥ ૨૯॥
હું સર્વ ભૂતોમાં સમાન છું, મારો કોઈ શત્રુ નથી કે કોઈ મિત્ર નથી.મને જે ભક્તિથી ભજે છે તેઓ મારામાં સ્થિર છે અને હું પણ તેમનામાં રહું છું.॥ ૨૯॥
અપિ ચેત્સુદુરાચારો ભજતે મામનન્યભાક્ ।
સાધુરેવ સ મન્તવ્યઃ સમ્યગ્વ્યવસિતો હિ સઃ ॥ ૩૦॥
અતિ દુરાચારી હોવા છતાં જે એકનિષ્ઠાથી મારું ભજન કરે તેને સાધુ સમજવો.કેમ કે તે યથાર્થ નિશ્વયવાળો હોય છે.એટલેકે તે એવું માને છે કે પ્રભુભજન સિવાય અન્ય કઇ જ નથી.॥ ૩૦॥
ક્ષિપ્રં ભવતિ ધર્માત્મા શશ્વચ્છાન્તિં નિગચ્છતિ ।
કૌન્તેય પ્રતિજાનીહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ ॥ ૩૧॥
હે કાન્તેય ! તે તરત જ ધર્માત્મા બની જાય છે અને શાશ્વત, પરમ શાંતિ પામે છે.
મારા ભક્તનો કદી નાશ થતો નથી, એ તું નિશ્વયપૂર્વક જાણ.॥ ૩૧॥
માં હિ પાર્થ વ્યપાશ્રિત્ય યેઽપિ સ્યુઃ પાપયોનયઃ ।
સ્ત્રિયો વૈશ્યાસ્તથા શૂદ્રાસ્તેઽપિ યાન્તિ પરાં ગતિમ્ ॥ ૩૨॥
સ્ત્રીઓ,વૈશ્ય , શુદ્ર વગેરે જે કોઈ પાપ યોનીમાં જન્મ્યા હોય તો પણ
હે પાર્થ ! તેઓ મારો આશ્રય કરે તો તેને ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે.॥ ૩૨॥
કિં પુનર્બ્રાહ્મણાઃ પુણ્યા ભક્તા રાજર્ષયસ્તથા ।
અનિત્યમસુખં લોકમિમં પ્રાપ્ય ભજસ્વ મામ્ ॥ ૩૩॥
આ પ્રમાણે છે તો જે પુણ્યશાળી હોય અને સાથે મારી ભક્તિ કરનારા બ્રાહ્મણ અને રાજર્ષિ હોય તો તે મને અતિ પ્રિય જ હોય. તેં આ નાશવંત અને દુઃખી એવા મૃત્યુલોકમાં જન્મ ધારણ કર્યો છે, તો મારું ભજન કર.॥ ૩૩॥
મન્મના ભવ મદ્ભક્તો મદ્યાજી માં નમસ્કુરુ ।
મામેવૈષ્યસિ યુક્ત્વૈવમાત્માનં મત્પરાયણઃ ॥ ૩૪॥
હે અર્જુન ! તું મારામાં મન રાખ, મારો ભક્ત થા, મારા પૂજન વિષે પરાયણ થા તથા મને નમસ્કાર કર. આ પ્રકારે મારા શરણ ને પ્રાપ્ત થયેલો તું તારા અંત:કરણને મારામાં યોજવાથી મને પામીશ.॥ ૩૪॥
ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ
બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુનસંવાદે
રાજવિદ્યારાજગુહ્યયોગો નામ નવમોઽધ્યાયઃ ॥ ૯॥