સમાજસુધારાનો આદિ લડવૈયો, અનેક સાહિત્યપ્રકારોનો ગુજરાતી ભાષાનો પ્રથમ પ્રારંભકર્તા ગુજરાતમાં અંગ્રેજી રાજય-અમલની સ્થાપનાને દોઢ દાયકો વીત્યો હતો. પશ્ચમી સંસ્કૃતિનાં મોજાં ઊછળી રહ્યા હતાં. ગુજરાતમાં દુર્ગારામ મહેતાજી, સહજાનંદ, સ્વામી, કવિ, દલપતરામ, શામળ વગેરે પોતપોતાની રાતે લોકજાગૃતિ માટે રચ્યાપચ્યા હતાં એવા મંથનકાળમાં ઇ.સ. ૧૮૩૩ના ઓગસ્ટની ચોવીસની તારીખે સુરતમાં નર્મદનો જન્મ થયો. પિતા લાલશંકર લહિયાનું કામ કરતાં બચપણમાં મર્મદની પ્રકૃતિ શરમાળ, વહેમી અને ભીરુ હતી તેને ભૂતપ્રેતનો પણ ભારે ડર લાગતો.પરંતુ અઢારમા વરસથી તે સાવધ થયો અને ભીરુના તથા બીકને તિલાંજલિ આપે છે. નર્મદ હાઇસ્કૂલ શિક્ષણ દરમિયાન તેજસ્વીકારકિર્દી ધરાવતો હતો. તેની યાદશકિત તીવ્ર હતી મુંબઇની કોલેજમાં દાખલ થતાં જ નર્મદના જીવનનો મંથનકાળ શરૂ થાય છે. મિત્રોની સહાયથી તેણે બુદ્ધિવર્ધક સભા ની સ્થાપના કરી. સ્ત્રીઓ પ્રત્યે તેને આકર્ષણ જાગવા માંડયું ઇશ્કીપણું, લાલાઇ ઊછળવા લાગ્યા. તે દરમિયાનમાં તેનાં લગ્નનું કહેણ આવ્યું આથી મુંબઇથી સુરત-રાંદેરમાં શિક્ષકની નોકરી સ્વીકારી પણ અહીં ફાવ્યું નહિ પત્ની મૃત્યુ પામી. અહીંથી અકળાઇ ફરી તે મુંબઇ આવ્યો તેના શબ્બોમં જોઇએ તો ૧૮૫૫માં પણ મનની ગભરાટ ઓછો નહોતો ધુંધવાતો રહેતો…. પ્રોફેસરનાં લેક્ચર પણ મન દઇને સાંભળતો નહિ. દરમિયાનમાં ધીરા ભગતનાં પદ વાંચવામાં આવતાં પરબહ્મ જગતકર્તા રે, સ્મરોના ભાઇ હરઘડી નું પદ બનાવી કવિ થવાના શ્રીગણ્શ માંડયા. ઇ.સ. ૧૮૫૭માં પિતા લાલશંકરના હસ્તાક્ષરોનો લખાયેલો નર્મદનો પિંગળપ્રવેશ શિલાથાપમાં પ્રગટ પણ થઇ ગયો.ઇ.સ. ૧૮૫૮માં નોકરી છોડી કલમને ખોળે જીવન વિતાવવાનો નિર્ણય લીધો. આ જ વર્ષમાં નર્મ કવિતા ના બે ખંડ અને તેમાં આવતા અઘરા શબ્દોના અર્થ આપવામાંથી ઉદ્ભવેલા કોશ રચવાના કામમાં તે જોડાયો. અતિ પરિશ્રમ માગી લે તેવું કોશ રચવાનું કામ તેણે એકલે હાથે પાર પાડયું નોકરી છોડયા પછી આર્થિક વિટંબણા ખૂબ વેઠવી પડી ખાવાનાંય સાંસાં પડતાં પરંતુ એ પણ એક રંગ છે. ! કહી દૂધ-પૌંઆથી ચલાવ્યું હતું નર્મદના પુસ્તક પ્રકાશનમાં આર્થિક સહાય કરનાર એક શ્રીમંત કરસનદાસ માધવદાસને વેપારમાં અચાનક મોટી ખોટ આવતાં નર્મદની મુશ્કેલીઓ વધારો થયો. સમાજસુધારાની દૃષ્ટિ હવે નર્મદના ઉદય પામવા લાગી હતી વૈષ્ણવોના ધર્માચાર્ય જદુનાથજી મહારાજ સામે બાખડતાં તેને મિત્રો અને સમભાવીઓ ખોવા પડયા હતા સુધારાની પ્રવૃત્તિ અને પ્રગત્તિ માટે તેણે ડાંડિયો નીમનું પત્ર પ્રગટ કર્યું આમ અત્યાર સુધીમાં ખૂબ ગાજેલો અને એટલું જ વરસેલા નર્મદને ભારે કિંમત ચૂકવવી પડી હતી. સુધારાના ઉન્માદમાં તેણે સાધ્યને જ લક્ષ્યમાં રાખ્યું, સાધનાની શુદ્ધતા માટે આગ્રહ સેવ્યો. પછીથી નર્મદ સ્થિર, ધીર, સંયમી અને શાંત બની રહેતો દેખાય છે. ધીમે ધીમે તેને ભ્રાન્તિ પેદા થાય છે કે આ બધી પ્રવૃતિ લોકમાન્ય થશે ખરી ? આથી તેણે પોતાના ચિત્તને ઇતિહાસમાં પરોવ્યું ઇતિહાસના પરિશીલને નર્મદને કાળ-માહાત્મ્ય સમજાવ્યું ઉત્તરજીવનના તેના બે ગ્રનેથો પૂર્વરંગ અને ધર્મવિચાર નર્મદની વિચારપરિપક્વતા દર્શાવે છે. કવિ નાનાલાલે કહ્યું કે નર્મદનું પૂર્વજીવન એટલે કવિજીવન અને ઉત્તરજીવન એટલે ઇતિહાસજીવન. દુનિયામાં ચાલતાં જૂઠાણાં, અન્યાય, જુલમ, સ્વાર્થ સામે એ જીવનભર ધપડયો એ ખાતર એણે ખૂબ વેઠયું, ભારે પરેશાની ભોગવી વિશ્વનાથ મ. ભટ્ટે સાચું કહ્યું છે કે ભલે એ વીરાકાવ્ય લખી ન ગયો એ વીરકાવ્ય જીવી ગયો છે. ઇ.સ. ૧૮૮૬ના ફેબ્રુઆરી ની પચીસમી તારીખે તેનું અવસાન થયું.