ધાનેરા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. આ તાલુકો ગુજરાત રાજ્યની ઉત્તર દિશાની સરહદને અડીને આવેલો છેલ્લો તાલુકો છે. ધાનેરા આ તાલુકાનું મુખ્ય મથક છે. ધાનેરા તાલુકો રાયડો, એરંડા અને બાજરીનાં ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતમાં મોખરે છે. રેલ નદી આ તાલુકાની મુખ્ય નદી છે.