દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ શ્ર્લોક નં ૨૫ થી ૩૬
અવ્યક્તોડયમચિંત્યોડયમવિકાર્યોડયમુચ્યતે |
અવ્યક્તોડયમચિંત્યોડયમવિકાર્યોડયમુચ્યતે |
તસ્માદેવં વિદિત્વૈનં નાનુશોચિતુમર્હસિ ॥ ૨૫ ॥
ગુજરાતી ભાંષાતર ઃઆ આત્મા અવ્યક્ત, અચિંત્ય અને વિકારરહિત કહેવાયછે; તેથી હે અર્જુન! આ આત્માને આ પ્રમાણે જાણીને તું શોક કરવાને યોગ્ય નથી એટલે કે તારે શોક કરવો ઉચિત નથી ॥ ૨૫ ॥
અથ ચૈનં નિત્યજાતં નિત્યં વા મન્યસે મૃતમ્ |
તથાપિ ત્વં મહાબાહો નૈવં શોચિતુમર્હસિ ॥ ૨૬ ॥
ગુજરાતી ભાંષાતર ઃઅને જો તું આ આત્માને સદા જન્મ લેનાર તથા સદા મૃત્યુ પામનાર માનતો હોય, તો પણ હે મહાબાહો! આવી રીતે શોક કરવો તારા માટે યોગ્ય નથી. ॥ ૨૬ ॥
જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુર્ધુ્વં જન્મ મૃતસ્ય ચ |
તસ્માદપરિહાર્યેડર્થે ન ત્વં શોચિતુમર્હસિ ॥ ૨૭ ॥
ગુજરાતી ભાંષાતર ઃ કેમકે આ માન્યતા મુજબ જન્મેલાનું મૃત્યુ નિશ્વિત છે અને મરેલાનો જન્મ નિશ્વિત છે; તેથી પણ આ ઉપાય વિનાના વિષયમાં શોક કરવો તારા માટે યોગ્ય નથી. ॥ ૨૭ ॥
અવ્યકતાદીનિ ભૂતાનિ વ્યક્તમધ્યાનિ ભારત |
અવ્યક્તનિધનાન્યેવ તત્ર કા પરિદેવના ॥ ૨૮ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે અર્જુન! સઘળાં પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતાં અને મર્યા પછી પણ અપ્રગટ થઇ જનાર છે, કેવળ વચગાળામાં જ પ્રગટ છે, તો પછી આવી સ્થિતિમાં શો શોક કરવાનો? ॥ ૨૮ ॥
આશ્ર્વર્યવત્પશ્યતિ કશ્ર્વિદેન-
માશ્ર્વર્યવદ્વદતિ તથૈવ ચાન્ય: |
આશ્ર્વર્યવચ્ચૈનમન્ય: શ્રુણોતિ
શ્રુત્વાપ્યેનં વેદ ન ચૈવ કશ્ર્વિત્ ॥ ૨૯ ॥
ગુજરાતી ભાંષાતર ઃ કોઇ એક વિરલ મહાપુરુષ જ આ આત્માને આશ્ર્વર્યની જેમ જુએ છે, તેમજ બીજો કોઇ મહાપુરુષ જ આત્મતત્વને આશ્ર્વર્યની જેમ વર્ણવે છે તથા બીજો કોઇ અધિકારી પુરુષ જ આને આશ્ર્વર્યની પેઠે સાંભળે છે અને કોઇ તો સાંભળીને પણ આને જાણતો નથી. ॥ ૨૯ ॥
દેહી નિત્યમવધ્યોડયં દેહે સર્વસ્ય ભારત |
તસ્માત્સર્વાણિ ભૂતાનિ ન ત્વં શોચિતુમર્હસિ ॥ ૩૦ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે અર્જુન! આ આત્મા સૌનાં શરીરોમાં હન્મેશાં અવધ્ય છે; એ કારણે તારે સમસ્ત પ્રાણીઓ માટે શોક કરવો ઉચિત નથી. ॥ ૩૦ ॥
સ્વધર્મમપિ ચાવેક્ષ્ય ન વિકમ્પિતુમર્હસિ |
ધમ્યાર્દ્ધિ યુદ્ધાચ્છે્યોડન્યત્ક્ષત્રિયસ્ય ન વિદ્યતે ॥ ૩૧ ॥
ગુજરાતી ભાંષાતર ઃ વળી, સ્વધર્મને જોતાં પણ તારે ભય પામવો ન જોઇએ; કેમકે ક્ષત્રિય માટે ધર્મયુક્ત યુધ્ધથી વધીને બીજું કોઇ કલ્યાણકારી કર્તવ્ય નથી. ॥ ૩૧ ॥
યદ્રચ્છયા ચોપપન્નં સ્વર્ગદ્ધારમપાવૃત્તમ્ |
સુખિન: ક્ષત્રિયા: પાર્થ લભંતે યુધ્ધમીદ્રશમ્ ॥ ૩૨ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે પાર્થ! આપમેળે પ્રાપ્ત થયેલા તેમજ ઊઘડેલા સ્વર્ગના દ્ધારરૂપી આવા યુધ્ધને ભાગ્યશાળી ક્ષત્રિયો જ મેળવે છે. ॥ ૩૨ ॥
અથ ચેત્તવમિમં ધર્મ્ય સંગ્રામં ન કરિષ્યસિ |
તત: સ્વધર્મં કીર્તિં ચ હિત્વા પાપમવાપ્સ્યસિ ॥ ૩૩ ॥
ગુજરાતી ભાંષાતર ઃ આમ છતાં પણ જો તું આ ધર્મયુક્ત યુધ્ધ નહીં કરે, તો સ્વધર્મ અને કીર્તિને ગુમાવીને પાપને પામીશ. ॥ ૩૩ ॥
અકીર્તિં ચાપિ ભૂતાનિ કથયિષ્યંતિ તેડવ્યયામ્ |
સમ્ભાવિતસ્ય ચાકીર્તિર્મરણાદરિચ્યતે ॥ ૩૪ ॥
ગુજરાતી ભાંષાતર ઃ એટલું જ નહી, બધા લોકો ઘણા લાંબા કાળ સુધી રહેનારી તારી અપકીર્તિ પણ કહેશે અને ગૌરવશાળી પુરુષ માટે અપકીર્તિ મરણથીયે અધિક છે. ॥ ૩૪ ॥
ભયાદ્રણાદુપરતં મંસ્યંતે ત્વાં મહારથા: |
યેષાં ચ ત્વં બહુમતો ભૂત્વા યાસ્યસિ લાઘવમ્ ॥ ૩૫ ॥
ગુજરાતી ભાંષાતર ઃ તારા અતુલનીય પ્રભાવને લીધે જેઓ તને ઘણા સન્માનની દ્રષ્ટિએ જોતા આવ્યા છે, તેમની દ્રષ્ટિમાં તું તુચ્છતાને પામીશ, તે મહારથીઓ તને ભયને લીધે યુધ્ધથી વિમુખ થયેલો માનશે. ॥ ૩૫ ॥
અવાચ્યવાદાંશ્ર્વ બહૂન્ વદિષ્યંતિ તવાહિતા: |
નિન્દંતસ્તવ સામથ્ર્યં તતો દુ:ખતરં નુ કિમ્ ॥ ૩૬ ॥
ગુજરાતી ભાંષાતર ઃ તારા વેરીઓ તારા સામર્થ્યની નિન્દા કરતાં તને ઘણાં બધાં ન કહેવા જેવાં વચનો પણ કહેશે; એનાથી વધારે દુ:ખ બીજું શું હશે? ॥ ૩૬ ॥