દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ શ્ર્લોક નં ૪૯ થી ૬૦
દૂરેન હ્રવરં કર્મ બુદ્ધિયોગાદ્ધનગ્જય |
બુદ્ધૌ શરણમંવિચ્છ કૃપણા: ફલહેતવ: ॥ ૪૯ ॥
ગુજરાતી ભાંષાતર ઃ આ સમત્વ બુદ્ધિયોગ કરતાં સકામ કર્મ ઘણું જ નીચલી કક્ષાનું છે, માટે હે ધનંજય! તું સમબુદ્ધિમાં જ રક્ષણનો ઉપાય શોધ અર્થાત્ બુદ્ધિયોગનો જ આશરો લે; કેમકે ફળનો હેતુ બનનારા અર્થાત્ ફલાપેક્ષી જનો દયાને પાત્ર છે. ॥ ૪૯ ॥
બુદ્ધિયુક્તો જહાતીહ ઉભે સુકૃતદુષ્કૃતે |
તસ્માદ્યોગાય યુજ્યસ્વ યોગ: કર્મસુ કૌશલમ્ ॥ ૫૦ ॥
ગુજરાતી ભાંષાતર ઃ સમબુદ્ધિયુક્ત માણસ પુણ્ય અને પાપ બેયને આ લોકમાં ત્યાગી દે છે – તેમનાથી મુક્ત થઇ જાય છે; માટે તું સમત્વરૂપ યોગમાં જોડાઇ જા, આ સમત્વરૂપ યોગ એ જ કર્મોમાં કુશળતા છે અર્થાત્ કર્મબન્ધનમાંથી છૂટવાનો ઉપાય છે. ॥ ૫૦ ॥
કર્મજં બુદ્ધિયુક્તા હિ ફલં ત્યક્ત્વા મનીષિણ: |
જન્મબન્ધવિનિર્મુક્તા: પદં ગચ્છંત્યનામયમ્ ॥ ૫૧ ॥
ગુજરાતી ભાંષાતર ઃ કેમકે સમબુદ્ધિથી યુક્ત જ્ઞાનીજનો કર્મોથી ઉત્પન્ન થનાર ફળનો ત્યાગ કરીને જન્મરૂપી બન્ધનમાંથી મુક્ત થઇ નિર્વિકાર પરમ પદને પામે છે. ॥ ૫૧ ॥
યદા તે મોહકલિલં બુદ્ધિર્વ્યતિતરિષ્યતિ |
તદા ગંતાસિ નિર્વેદં શ્રોતવ્યસ્ય શ્રુતસ્ય ચ ॥ ૫૨ ॥
ગુજરાતી ભાંષાતર ઃ જ્યારે તારી બુદ્ધિ મોહરૂપી કળણને સારી રીતે ઓળંગી જશે, તે વખતે તું સાંભળેલા અને સાંભળવા બાકી રહેલા આ લોક તેમજ પરલોક સમ્બન્ધી બધાય ભોગો પ્રત્યે વૈરાગ્ય પામીશ. ॥ ૫૨ ॥
શ્રુતિવિપ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્વલા |
સમાધાવચલા બુદ્ધિસ્તદા યોગમવાપ્સ્યસિ ॥ ૫૩ ॥
ગુજરાતી ભાંષાતર ઃ જાત-જાતનાં વચનો સાંભળવાને લીધે વિચલિત થયેલી તારી બુદ્ધિ જ્યારે પરમાત્મામાં અચલ અને સ્થિરભાવે સ્થાયી થઇ જશે, ત્યારે તું યોગને પામીશ, અર્થાત્ તારો પરમાત્મા સાથે નિત્યસન્યોગ થઇ જશે. ॥ ૫૩ ॥
અર્જુન ઉવાચ
સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્ય કેશવ |
સ્થિતધી: કિં પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ્ ॥ ૫૪ ॥
ગુજરાતી ભાંષાતર ઃ અર્જુન બોલ્યા : હે કેશવ! સમાધિમાં સ્થિત પરમાત્માને પામેલા સ્થિરબુદ્ધિ પુરુષનું લક્ષણ શું છે? તે સ્થિરબુદ્ધિ પુરુષ કેવી રીતે બોલે છે, કેવી રીતે બેસે છે તથા કેવી રીતે ચાલે છે, અર્થાત્ તેનાં આચરણ કેવાં હોય છે. ॥ ૫૪ ॥
શ્રીભગવાન્ ઉવાચ
પ્રજહાતિ યદા કામાન્ સર્વાન્ પાર્થ મનોગતાન્ |
આત્મન્યેવાત્મના તુષ્ટ: સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે ॥ ૫૫ ॥
ગુજરાતી ભાંષાતર ઃ શ્રીભગવાન બોલ્યા : હે પાર્થ! જે વખતે આ પુરુષ મનમાં રહેલી સઘળી કામનાઓને સમ્યક રીતે ત્યજી દે છે અને આત્માથી આત્મામાં જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. ॥ ૫૫ ॥
દુ:ખેષ્વનુદ્વિગ્નમના: સુખેષુ વિગતસ્પ્રુહ: |
વીતરાગભયક્રોધ: સ્થિતધીર્મુનિરુચ્યતે ॥ ૫૬ ॥
ગુજરાતી ભાંષાતર ઃ દુ:ખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ નથી થતો, સુખો મળતાં જે સમ્પૂરણપણે નિ:સ્પ્રુહ હોય છે, એવો તથા જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામ્યા છે, એવો મુનિ સ્થિરબુદ્ધિ કહેવાય છે. ॥ ૫૬ ॥
ય: સર્વત્રાનભિસ્નેહસ્તત્તત્પ્રાપ્ય શુભાશુભમ્ |
નાભિનન્દતિ ન દ્ધેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ૫૭ ॥
જે પુરુષ સર્વત્ર સ્નેહરહિત થયેલો તે તે શુભ કે અશુભ વસ્તુ પામીને નથી પ્રસન્ન થતો કે નથી દ્ધેષ કરતો, તેની બુદ્ધિ સ્થિર છે. ॥ ૫૭ ॥
યદા સન્હરતે ચાયં કૂર્મોડઙાનીવ સર્વશ: |
ઇન્દ્રિયાણીન્દ્રિયાર્થેભ્યસ્તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા ॥ ૫૮ ॥
ગુજરાતી ભાંષાતર ઃ કાચબો બધી બાજુથી પોતાનાં અંગોને જેમ સંકોરી લે છે, તેમજ જ્યારે આ પુરુષ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોને સર્વ પ્રકારે ખેંચી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર છે (એમ સમજવું). ॥ ૫૮ ॥
વિષયા વિનિવર્તંતે નિરાહારસ્ય દેહિન: |
રસવર્જં રસોડપ્યસ્ય પરં દ્રષ્ટ્વા નિવર્તતે ॥ ૫૯ ॥
ગુજરાતી ભાંષાતર ઃ ઇન્દ્રિયો દ્ધારા વિષયોને ગ્રહણ ન કરનાર પુરુસઃઅનાય માત્ર વિસઃઅયો તો નિવ્રુત્ત થઇ જાય છે, પરંતુ એમના પ્રત્યેની આસક્તિ નિવ્રુત્ત નથી થતી; જ્યારે આ સ્થિતપ્રજ્ઞ પુરુષની તો આસક્તિ પણ પરમાત્માનો સાક્ષાત્કાર કરીને નિવ્રુત્ત થઇ જાય છે, અર્થાત્ પરમાત્માનો સાક્ષાત્કાર થવાને લીધે એની સંસાર પ્રત્યે લેશમાત્ર આસક્તિ રહેતી નથી. ॥ ૫૯ ॥
યતતો હ્રપિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ર્વિત: |
ઇન્દ્રિયાણિ પ્રમાથીનિ હરંતિ પ્રસભં મન: ॥ ૬૦ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે કુંતીપુત્ર! આસક્તિનો નાશ ન થવાને લીધે મંથન કરી નાખવાના સ્વભાવની આ ઇન્દ્રિયો યત્ન કરતા બુદ્ધિમાન મનુષ્યના મનને પણ પરાણે હરી લે છે. ॥ ૬૦ ॥