દ્વિતીયોધ્યાય: સાંખ્યયોગ શ્ર્લોક નં ૧ થી ૧૨
સંજય ઉવાચ:
તં તથા કૃપયાવિષ્ટમશ્રુપૂર્ણાકુલેક્ષણમ્ |
વિષીદન્તમિદં વાક્યમુવાચ મધુસૂદનઃ || ૧ ||
ગુજરાતી ભાષાંતરઃ ત્યારે ચિંતા અને વિશાદમાં ડૂબેલા અર્જુનને, જેની આઁખો્માં આઁસૂ ભરાઇ આવ્યા હતા,મધુસૂદને આ વાક્ય કહ્યું.
શ્રીભગવાન ઉવાચ:
કુતસ્ત્વા કશ્મલમિદં વિષમે સમુપસ્થિતમ્ |
અનાર્યજુષ્ટમસ્વર્ગ્યમકીર્તિકરમર્જુન || ૨ ||
ગુજરાતી ભાષાંતરઃ હે અર્જુન, આ તું કયા વિચારોમાં ડૂબી રહ્યો છે જે આ સમયે ખોટા છે અને સ્વર્ગ અને કીર્તી ના બાધક છે.
ક્લૈબ્યં મા સ્મ ગમઃ પાર્થ નૈતત્ત્વય્યુપપદ્યતે |
ક્ષુદ્રં હૃદયદૌર્બલ્યં ત્યક્ત્વોત્તિષ્ઠ પરન્તપ || ૩ ||
ગુજરાતી ભાષાંતરઃ તારે માટે આ દુર્બળતાનો શાથ લેવો સારો નથી. આ નીચ ભાવ, હૃદય ની દુર્બળતા્નો ત્યાગ કર અને ઉઠ હે પરન્તપ ||
અર્જુન ઉવાચ:
કથં ભીષ્મમહં સંખ્યે દ્રોણં ચ મધુસૂદન |
ઇષુભિઃ પ્રતિ યોત્સ્યામિ પૂજાર્હાવરિસૂદન || ૪ ||
ગુજરાતી ભાષાંતરઃ હે અરિસૂદન, હું કઇ રીતે ભીષ્મ, સંખ્ય અને દ્રોણ સામે યુદ્ધ કરીશ. તે તો મારી પૂજાનાં હકદાર છે.
ગુરૂનહત્વા હિ મહાનુભાવાન્ શ્રેયો ભોક્તું ભૈક્ષ્યમપીહ લોકે |
હત્વાર્થકામાંસ્તુ ગુરૂનિહૈવ ભુઞ્જીય ભોગાન્ રુધિરપ્રદિગ્ધાન્ || ૫ ||
ગુજરાતી ભાષાંતરઃ આ મહાનુભાવ ગુરુઓની હત્યા કરતા તો ભીખ માંગી અને જીવવું ઉત્તમ છે. આને મારીને જે ભોગ અમને પ્રાપ્ત થશે તે બધાતો રક્તથી રંજીત હશે.
ન ચૈતદ્વિદ્મઃ કતરન્નો ગરીયો યદ્વા જયેમ યદિ વા નો જયેયુઃ |
યાનેવ હત્વા ન જિજીવિષામ- સ્તેવસ્થિતાઃ પ્રમુખે ધાર્તરાષ્ટ્રાઃ || ૬ ||
ગુજરાતી ભાષાંતરઃ આપણે તો એ પણ નથી જાણતા કે આપણે જીતશું કે નહીં, અને એ પણ નહી કે બન્નેમાંથી ઉત્તમ કયું છે, તેમનું જીતવું કે આપણું,કારણકે જેને મારીને હું જીવવા પણ નહીં ઇચ્છું તે ધાર્તરાષ્ટ્રનાં પુત્ર આપણી સામે ઉભા છે.
કાર્પણ્યદોષોપહતસ્વભાવઃ પૃચ્છામિ ત્વાં ધર્મસમ્મૂઢચેતાઃ |
યચ્છ્રેયઃ સ્યાન્નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યસ્તેઽહં શાધિ માં ત્વાં પ્રપન્નમ્ || ૭ ||
ગુજરાતી ભાષાંતરઃ આ દુઃખ અને ચિંતાએ મારા સ્વભાવને છીનવી લિધો છે અને મારૂં મન શંકાઓથી ઘેરાઇને સાચો ધર્મ જોઇ શકતું નથી. હું આપને પૂછું છું,જે મારા માટે નિશ્ચિત પ્રકારે ઉત્તમ હોય તે મને કહો. હું આપનો શિષ્ય છું અને આપનું શરણ કરૂં છું.
ન હિ પ્રપશ્યામિ મમાપનુદ્યાદ્ યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ્ |
અવાપ્ય ભૂમાવસપત્નમૃદ્ધં રાજ્યં સુરાણામપિ ચાધિપત્યમ્ || ૮ ||
ગુજરાતી ભાષાંતરઃ મને સુઝતું નથી કે કેવી રીતે આ દુઃખનો,જે મારી ઇન્દ્રીયો્ને સુકાવી રહ્યું છે, અંત થઇ શકે છે,ભલે મને આ ભૂમી પરનું અતિ સમૃદ્ધ અને શત્રુહીન રાજ્ય કે દેવતાઓનું રાજ્યપદ પણ મળી જાય.
સંજય ઉવાચ:
એવમુક્ત્વા હૃષીકેશં ગુડાકેશઃ પરન્તપ |
ન યોત્સ્ય ઇતિ ગોવિન્દમુક્ત્વા તૂષ્ણીં બભૂવ હ || ૯ ||
ગુજરાતી ભાષાંતરઃ હૃષિકેશ, શ્રી ગોવિંદને પરન્તપ અર્જુન, ગુડાકેશ, આમ કહીનેં ચૂપ થઇ ગયો કે હું યુદ્ધ નહીં કરું.
તમુવાચ હૃષીકેશઃ પ્રહસન્નિવ ભારત |
સેનયોરુભયોર્મધ્યે વિષીદન્તમિદં વચઃ || ૧૦ ||
ગુજરાતી ભાષાંતરઃ હે ભારત, બે સેનાઓની વચ્ચે શોક અને દુઃખથી ઘેરાયેલા અર્જુનને પ્રસન્નતાથી હૃષીકેશે કહ્યું કે.
અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે |
ગતાસૂનગતાસૂંશ્ચ નાનુશોચન્તિ પણ્ડિતાઃ || ૧૧ ||
ગુજરાતી ભાષાંતરઃ જેના માટે શોક ન કરવો જોઇએ તેનાં માટે તું શોક કરી રહ્યો છે અને બોલી તું બુદ્ધીમાનો ની માફક રહ્યો છે. જ્ઞાની લોકો, જે ચાલ્યા ગયા છે અને જે છે તે કોઇ માટે, શોક કરતા નથી.
ન ત્વેવાહં જાતુ નાસં ન ત્વં નેમે જનાધિપાઃ |
ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ્ || ૧૨ ||
ગુજરાતી ભાષાંતરઃ ન તારો,ન મારો,કે ન આ રાજાઓ,જે દેખાઇ રહ્યા છે,તેનો કદી નાશ થાય છે.અને એવું પણ નથી કે આપણે ભવિષ્યમાં રહેશું નહીં.|| ૧૨ ||