દ્રાદશ અધ્યાય: ભક્તિયોગ શ્ર્લોક નં ૧ થી ૧૦
એવં સતતયુક્તા યે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે।
યેચાપ્યક્ષરમવ્યક્તં તેષાં કે યોગવિત્તમાઃ।।1।।
ગુજરાતી ભાંષાન્તર : અર્જુન કહે છે-એ રીતે નિરંતર આપનું ધ્યાન ધરતા જે ભક્તો આપને સગુણ સ્વરૂપે ભજે છે, અને જે લોકો આપણી નિર્ગુણ સ્વરૂપ ની ઉપાસના કરે છે,તે બંને માં શ્રેષ્ઠ યોગવેતા કોણ? ।।1।।
શ્રી ભગવાનુવાચ
મય્યાવેશ્ય મનો યે માં નિત્યયુક્તા ઉપાસતે।
શ્રદ્ધયા પરયોપેતાસ્તે મે યુક્તતમા મતાઃ।।2।।
ગુજરાતી ભાંષાન્તર : શ્રી ભગવાન બોલ્યા- જેઓ મન ને એકાગ્ર કરી ,નિરંતર ધ્યાન ધરતાં શ્રેષ્ઠ શ્રધ્ધાથી યુક્ત થઇ મને ઉપાસે છે તેમને મેં શ્રેષ્ઠ યોગવેત્તા ઓ માન્યા છે.।।2।।
યે ત્વક્ષરમનિર્દેશ્યમવ્યક્તં પર્યુપાસતે।
સર્વત્રગમચિન્ત્યં ચ કૂટસ્થમચલં ધ્રુવમ્।।3।।
સંનિયમ્યેન્દ્રિયગ્રામં સર્વત્ર સમબુદ્ધયઃ।
તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂતહિતે રતાઃ।।4।।
ક્લેશોધિકતરસ્તેષામવ્યક્તાસક્તચેતસામ્।
અવ્યક્તા હિ ગતિર્દુઃખં દેહવદ્ભિરવાપ્યતે।।5।।
ગુજરાતી ભાંષાન્તર : સર્વ જીવો (ભૂતો) નું હિત કરવા માં તત્પર અને સર્વ માં સમદ્રષ્ટિ રાખવાવાળા જે પુરુષો – સર્વ ઇન્દ્રિયોનું યથાર્થ નિયમન કરીને અનિર્દ્રશ્ય,અવ્યક્ત,સર્વમાં વ્યાપેલા ,અચિંત્ય,કુટસ્થ,
અચળ,શાશ્વત તથા અવિનાશી બ્રહ્મની ઉપાસના કરેછે,તેઓ મને જ પામે છે.
નિર્ગુણ બ્રહ્મ ની ઉપાસના કરનારા દેહધારી મનુષ્યો કષ્ટ થી એ
ઉપાસના કરે છે અને તેમને અવ્યક્ત ગતિ ઘણા યત્નથી પ્રાપ્ત થાયછે.।।3,4,5।।
યે તુ સર્વાણિ કર્માણિ મયિ સંન્યસ્ય મત્પરાઃ।
અનન્યેનૈવ યોગેન માં ધ્યાયન્ત ઉપાસતે।।6।।
તેષામહં સમુદ્ધર્તા મૃત્યુસંસારસાગરાત્।
ભવામિ નચિરાત્પાર્થ મય્યાવેશિતચેતસામ્।।7।।
ગુજરાતી ભાંષાન્તર : કિન્તુ જેઓ મારા પરાયણ થઇ ને સર્વે કર્મો મને અર્પણ કરેછે અને મારુજ ધ્યાન ધરી અનન્ય શ્રધ્ધા ભાવ થી મારીજ ઉપાસના કરેછે તથા
જેઓ પોતાનું ચિત્ત મને જ સમર્પિત કરી દેછે એવા મારા ભક્તોનો હે પાર્થ ! હું જન્મ-મરણ રૂપી આ સંસાર માંથી તરત જ ઉદ્ધાર કરું છું.।।6,7।।
મય્યેવ મન આધત્સ્વ મયિ બુદ્ધિં નિવેશય।
નિવસિષ્યસિ મય્યેવ અત ઊર્ધ્વં ન સંશયઃ।।.8।।
ગુજરાતી ભાંષાન્તર : મનને મારા વિષે સ્થિર કર અને બુદ્ધિને પણ મારા વિષે સ્થિર કર તેમ કરવાથી આ દેહના અંત પછી તું મારા વિષે જ નિવાસ કરીશ,એમાં શંકા ને કોઈ સ્થાન નથી.
।।.8।।
અથ ચિત્તં સમાધાતું ન શક્નોષિ મયિ સ્થિરમ્।
અભ્યાસયોગેન તતો મામિચ્છાપ્તું ધનઞ્જય।।9।।
ગુજરાતી ભાંષાન્તર : હે ધનંજય, જો મારા સગુણ રૂપ માં મન સ્થાપીને સ્થિર કરવા માટે તું અસમર્થ હોય તો – અભ્યાસ ના યોગ વડે મને પામવાની ઈચ્છા કર.।।9।।
અભ્યાસેપ્યસમર્થોસિ મત્કર્મપરમો ભવ।
મદર્થમપિ કર્માણિ કુર્વન્ સિદ્ધિમવાપ્સ્યસિ।।10।।
ગુજરાતી ભાંષાન્તર : અભ્યાસ નો યોગ કરવા માં પણ તું અસમર્થ હોય તો મારા ઉદ્દેશથી જ કર્મ કરતો રહે મને ઉદ્દેશીને કર્મો કરીશ તો પણ તું સિદ્ધિ ને પ્રાપ્ત કરીશ.।।10।।
અથૈતદપ્યશક્તોઽસિ કર્તું મદ્યોગમાશ્રિતઃ ।
સર્વકર્મફલત્યાગં તતઃ કુરુ યતાત્મવાન્ ॥ ૧૧॥
ગુજરાતી ભાંષાન્તરઃ જો મને ઉદ્દેશીને કર્મો કરવામાં પણ તું અશક્ત હોય તો મારા યોગ નો આશ્રય કરી- મનનો સંયમ કર,અને અનન્ય ભાવે મારા શરણે આવી,સર્વ કર્મો નાં ફળ નો ત્યાગ કરી દે.॥ ૧૧॥