ભગવાન અને ભકત વચ્ચેનો સંબંધ અલોક્કિ છે. ભકત ભગવાનની પૂજા અર્ચના કરે છે. તેમને સ્નાન કરાવે છે. તેમને સુંદર વસ્ત્રો પરિધાન કરાવે છે. સાથે સાથે દિનચર્યા દરમ્યાન પોતાના સાંસારીક કાર્યો પણ કરે છે અને પોતાના વહેવારો પણ ચલાવે છે. આ બધા કર્મો કરતા તેનું શરીર આરામની માંગણી કરે છે, અને તે ઉંઘી જાય છે. એકક્ષણ ભક્તને વિચાર આવે છે કે પોતે એક માનવ થઈને થોડી પ્રભુ ભકિત અને થોડા સંસારના કર્મો કરવાથી થાકી જતો હોય તો ત્રીલોકના પલનકર્તાને આખી સૃષ્ટિ ચલાવતા શું થાક નહિ લાગતો હોય અને ભક્તના પ્રભુને ઉંઘવા માટે ચાર માસ આપ્યા. આ ચાતુર્માસ વ્ર્તનો આરંભ થાય છે અષાઢ સુદ એકાદશી એટલે કે દેવશયની એકાદશી અને કાર્તિકી એકાદશી કહે છે.
આ ચાર માસ દરમ્યાન ભગવાન ઉંઘી જાય છે. ૫રંતુ પ્રભુને આ રીતે ઉંઘી જવું માનવ માત્રને પોતાના આત્માના સ્વયં આત્મનિરીક્ષણની તક પણ પૂરી પાડે છે. કારણકે ઘણીવાર માણસ ઈર્ષા દ્વેષ, ભોગવાદ વગેરે કર્મોમાં રત, થઈ જાય તો પણ પ્રભુ રીસાઈને ઉંઘી જતાં હોય છે. એટલે માનવમાત્રની ફરજ બની રહે છે કે પોતે એવા સત્ત કર્મો કરે જેનાથી પ્રભુ હંમેશા પ્રસન્ન રહે. આપણા પુરાણો જણાવે છે કે એકલતાથી કંટાળેલા પ્રભુએ બ્હમાંડ અને જીવસૃષ્ટિની રચના કરી પરંતુ તેમની રચેલી સુષ્ટિમાં માનવમાત્ર એકબીજામાં એવા તો તલ્લીન થઈ ગયા કે ભગવાન ભૂલાઈ ગયા. ભગવાન તો એકલાને એકલા જ રહ્યા. આ કોરી ખાતી એકલતાને કારણે પ્રભુ પણ ઉંઘવા લાગ્યા. હવે પ્રભુ ત્યારે જ જાગે છે જયારે કોઈ સત્કર્મ કરનાર મહાપુરુષ તેમને જગાડે. કહેવાનો મર્મ એટલો જ કે પ્રભુ જાગતા રહે તે માટે તેમને ભૂલવા નહિ અને દુરાચારી કર્મોથી દૂર રહી હંમેશા સદાચારના પંથે જવું. બીજો અર્થ એ પણ થાય કે પ્રભુ ઉંઘતા રહે તે ચાર માસ દરમ્યાન માણસને મોકળું મેદાન નથી મળતું બલકે વધુ સત્કાર્યો તરફ વળવું જોઈએ. જેથી પ્રભુ જાગે ત્યારે તેમને તમામ સત્કર્મો તરફ વળવું જોઈએ. જેથી પ્રભુ જાગે ત્યારે તેમને તમામ સત્કર્મોનો ઉજ્ળો હિસાબ આપી શકાય. ભગવાન ઉંઘી જાય તેનો કોઈ વાંધો નહિ. પરંતુ તે આપણા સત્કર્મોથી નિશ્ચિત થઈને ઉંઘવા જોઈએ, જેમ એક ગુરુ પોતાના શિષ્યના કર્મ થી અને એક બાપ પોતાના પુત્રના કાર્યોથી નિશ્ચિત થઈ જાય અને નિરાંતે ઉંઘ લ્યે છે તે રીતે.
ભગવાનની ચતૂમાર્સની ઉંઘ પાછળ પ્રભુ જે રીતે સૃષ્ટિનું પાલન કરે છે. તે જ સંદેશને આગળ વધારી માનવે દીન-દુખિયા લોકોની સેવા કરવી, દાન દક્ષિણા કરવા, એવા કૃત્યોથી દૂર રહેવું જે પ્રભુ ને ગમતા ન હોય હક્કિતમાં પ્રભુના કાર્ય અને માનવના કર્મોમાં કોઈ ભેદ નથી તે પણ આ દેવશયની એકાદશી અને દેવઉઠી એકાદશી વચ્ચેના ચાતુર્માશના વ્ર્તનો સંદેશ રહેલો છે. આપણે ભવસાગરને પાર કરવા માટે પણ પ્રભુને નિરાંતે ઉંઘવા દઈએ