દાઝવાની સમસ્યા પણ એક બિમારીની સમસ્યા જેટલી જ કસ્ટદાયક હોય છે. જેમ વાગ્યું હોય અને લાંબા સમય સુધી દુખ્યા કરે તેમજ ઘણીવાર તેનો ડાધ પણ રહી જાય, તે જ રીતે દાઝ્યા હોઇએ તો પણ દુખાવો થાય છે અને તેના ડાધ તો લાંબા સમય સુધી જતા જ નથી. કેટલીક વાર જીંદગીભર તેની નિશાનીઓ રહી જાય છે.
દાઝ્યા હોઇએ તો તેને મટાડવું તો મેડિકલ માટે પણ એટલું સહેલું નથી. ઘણીવાર તો ડૉક્ટરની દવાઓ કરતાં આપણા દેશી નૂસખાઓ વધારે કારગર સાબીત થતા હોય છે. આજે અહીં આવા જ કેટલાક નૂસખા આપવામાં આવ્યા છે, જે દાઝ્યામાં રાહત તો આપશે જ અને વળી તેના દાઘ મટાડવામાં પણ રામબાણ ઇલાજ તરીકે સાબીત થશે.
૧. જવ બાળી તલના તેલમાં ખરલ કરી લેપ કરવાથી દાઝ્યાના ડાઘ મટે છે.
૨. જાંબુડીની છાલની રાખને તેલ સાથે ભેળવી દાઝેલા ભાગ પર ચોપડવું.
૩. પાતળું ચોખ્ખુ કપડું મધમાં પલાળી દાઝેલા ભાગ પર મૂકવાથી ઘણી રાહત મળે છે.
૪. તલનું તેલ ચૂનાના નીતર્યા પાણીમાં ભેળવી લગાવવાથી દાઝ્યાના ડાઘ મટે છે.
૫. ઠંડા પાણીમાં ખાંડ આંગાળી આ પાણી દાઝેલા ભાગ પર વારંવાર લગાવવાથી બહુ રાહત મળે છે.
૬. દાઝી ગયેલા ભાગ પર એરંડાના પાન લગાવવાથી પણ બહુ રાહત મળે છે.
૭. દાઝેલા ભાગ પર તાંદળજાનો રસ ચોપડવાથી પણ બહુ રાહત મળે છે.
૮. કોઇપણ રીતે દઝાયુ પાણીમાં મીઠાનો ઘોળ કરી દિવસમાં ચાર-પાંચ વાર લેપ કરવાથી બહુ રાહત મળે છે.
૯. દાઝેલા ભાગ પર બટાકાને છોલીને છીણી લેપ કરવાથી બહુ રાહત મળે છે. જોકે ગંભીર રીતે દાઝ્યા હોઇએ તો આ ઉપાય કામ આવતો નથી.
૧૦. દાઝેલા ભાગ પર તુલસીને બરાબર વાટી કોપરેલમાં ભેળવી લગાવવાથી બહુ રાહત મળે છે.
૧૧. ચામડીનું પહેલું સ્તર બળી ગયું હોય ત્યારે તેને ખુલ્લુ જ મૂકવાની જગ્યાએ જંતુ મુક્ત કરેલ છિદ્રાળુ પાટો બાંધવાથી બેક્ટેરિયાનો ચેપ લાગતો અટકે છે.
૧૨. દાઝેલા ભાગ પર તરત જ ગાયનું છાણ લગાડી દેવું અને તાજુ છાણ ના મળે તો, સૂકા છાણને પાણીમાં પલાળી લગાવી દેવું. ત્યારબાદ દિવસમાં બે-ત્રણ વાર આ જ રીતે લગાવવાથી બહુ જલદી રૂઝ આવે છે.
૧૩. દાઝેલા ભાગ પર સ્વમુત્ર લગાડતા રહેવાથી પણ બહુ જલદી ફાયદો મળે