આ દસ અવતાર તેની વિસ્તૃત માહીતી શ્રીમદ્ ભગવત દશાવતાર ગ્રંથમાં વર્ણન કરેલ છે.
પહેલો શ્રી મત્સ્ય અવતારઃ
भुतलातल मध्यस्टां, शंखासुरं निहत्य च
उद्वेताः येन वे, वदाः तस्मै मस्त्यात्मने नमः
ગુજરાતી અનિવાદઃ જે પરમાત્માએ ભૂતળ અને અતળની વચમાં રહીને શંખાસુર નામના દૈત્યનો નાશ કરીને વેદોનો ઉધ્ધાર કર્યો હતો, તે મત્સ્ય રુપ અવતારને હું નમસ્કાર કરુ છું.
પાચમો વામન અવતારઃ
वामनं रुपमास्याय, बलिं संयम्य मायया
येन क्रान्ताः त्रयो लोकाः तस्मै क्रान्तात्मने नमः
ગુજરાતી અનિવાદઃ જેમણે વામન રુપ ધારણ કરી માયા વડે બલી રાજાને વશ કરીને ત્રણે લોકને ત્રણ પગલાંથી ભરી લીધા હતા તે વામન રુપ અવતારને હું નમસ્કાર કરુ છું.
છઠ્ઠો પરશુરામ અવતારઃ
जमदग्नि सुतो भूत्या रामः परशुधृग्विभुः
सहस्त्रार्जुनहन्ता यः तस्मै उग्रात्मने नमः
ગુજરાતી અનિવાદઃ જે પરમાત્માએ જમદગ્નિ ઋષિના પુત્ર પરશુરામ રુપે હાથમાં ફરશી ધારણ કરીને સહસ્ત્રાર્જુન દૈત્યનો નાશ કર્યો હતો, તે ઉગ્ર મૂર્તિરુપ પરશુરામ રુપ અવતારને હું નમસ્કાર કરુ છું.
સાતમો શ્રી રામ અવતારઃ
रामो दाशरथिर्भुत्वा पौलस्त्य कुल लांछनम्
जधान रावणं संख्ये तस्मै क्षत्रात्मने नमः
ગુજરાતી અનિવાદઃ જેમણે દશરથના પુત્ર રામચંદ્ર રુપે થઇને પુલસ્ત્ય કુળમાં જન્મેલા રાવણનો યુધ્ધમાં આખા કુળ સહિત નાશ કર્યો હતો તે ક્ષત્રિય રુપ અવતારને હું નમસ્કાર કરુ છું.
આઠમો શ્રી કૃષ્ણ અવતારઃ
वसुदेवसुतः श्रीमानवासुदेवो जगत्पति
जहार वसुधामारं तस्मै कृष्णात्मने नमः
ગુજરાતી અનિવાદઃ જગતપતિ એવા શ્રીમાન વાસુદેવે, વસુદેવના પુત્ર થઇ પૃથ્વીનો ભાર ઉતાર્યો, તે શ્રી પરમાત્માના કૃષ્ણાવતારને હું નમસ્કાર કરું છું.
નવમો શ્રી બુધ્ધ અવતારઃ
बुद्धरुपं समासाध सर्वरुपं परायणः
मोहयन् सर्वमूतानि तस्मै मोहात्मने नमः
ગુજરાતી અનિવાદઃ સર્વરુપ પરાયણ એવા જે પરમાત્માએ બુધ્ધનું રુપ ધારણ કરીને સર્વ પ્રાણીઓને મોહિત કર્યા હતા તે ભગવાન બુધ્ધ રુપ અવતારને હું નમસ્કાર કરુ છું.
દસમો શ્રી નિષ્કલંકી અવતારઃ
हनीष्यति कलौ मध्ये म्लेच्छांन्तुर्गवाहनः
धर्म संस्थापनार्थाय तस्मै कल्क्यात्मने नमः
ગુજરાતી અનિવાદઃ ધર્મની થયેલી ગ્લાની પછી, ધર્મને પાછો સ્થાપન કરવા માટે કલીયુગને અંતે શ્વેત ઘોડા ઉપર ચડીને કાલિંગા દૈત્ય અને અધર્મીઓનો નાશ કરશે તે નિષ્કલંકી રુપ અવતારને હું નમસ્કાર કરું છું.