દસાડા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લા આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીનો એક મહત્વનો તાલુકો છે. દસાડા આ તાલુકાનું મુખ્ય મથક છે.
આ તાલુકાના છેવાડાનાં ગામોમાં, એટલે કે કચ્છના નાના રણમાં મીઠું પકવવામાં આવે છે. જેનું મુખ્ય મથક ઝિંઝુવાડા છે. આ ઉપરાત જેનાબાદ ગામે આજે પણ આફિકાના લોકો વસે છે. બિજા મુખ્ય ગામોમા આદરીયાણા, વડગામ, બુબાણા, વણોદ, ખારાધોડા છે.