દશમ અધ્યાય: વિભૂતિયોગ શ્ર્લોક નં ૨૨ થી ૩૩
વેદાનાં સામવેદોઽસ્મિ દેવાનામસ્મિ વાસવઃ ।
ઇન્દ્રિયાણાં મનશ્ચાસ્મિ ભૂતાનામસ્મિ ચેતના ॥ ૨૨॥
વેદોમાં સામવેદ હું છું, દેવોમાં ઇન્દ્ર હું છું, ઇંદ્રિયોમાં મન હું છું અને પ્રાણીમાત્રમાં મૂળ જીવકળા હું છું.॥ ૨૨॥
રુદ્રાણાં શઙ્કરશ્ચાસ્મિ વિત્તેશો યક્ષરક્ષસામ્ ।
વસૂનાં પાવકશ્ચાસ્મિ મેરુઃ શિખરિણામહમ્ ॥ ૨૩॥
અગિયાર રુદ્રોમાં શંકર હું છું, યક્ષ તથા રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર હું છું,આઠ વસુઓમાં અગ્નિ હું છું અને શિખરબંધ પર્વતોમાં મેરુ પર્વત હું છું.॥ ૨૩॥
પુરોધસાં ચ મુખ્યં માં વિદ્ધિ પાર્થ બૃહસ્પતિમ્ ।
સેનાનીનામહં સ્કન્દઃ સરસામસ્મિ સાગરઃ ॥ ૨૪॥
હે પાર્થ ! પુરોહીતમાં દેવતાઓના પુરોહિત બૃહસ્પતિ મને જાણ. સેનાપતિઓમાં કાર્તિકસ્વામી હું છું અને જળાશયોમાં સાગર હું છું.॥ ૨૪॥
મહર્ષીણાં ભૃગુરહં ગિરામસ્મ્યેકમક્ષરમ્ ।
યજ્ઞાનાં જપયજ્ઞોઽસ્મિ સ્થાવરાણાં હિમાલયઃ ॥ ૨૫॥
સિદ્ધ મહર્ષિઓમાં ભૃગુ હું છું. વાણીમાં એકાક્ષર અર્થાત ઓમકાર હું છું , સર્વ પ્રકારના યજ્ઞોમાં જપયજ્ઞ હું છું અને અચળ વસ્તુઓમાં હિમાલય હું છું.॥ ૨૫॥
અશ્વત્થઃ સર્વવૃક્ષાણાં દેવર્ષીણાં ચ નારદઃ ।
ગન્ધર્વાણાં ચિત્રરથઃ સિદ્ધાનાં કપિલો મુનિઃ ॥ ૨૬॥
સર્વ વૃક્ષોમાં પીપળો હું છું, દેવર્ષિઓમાં નારદ હું છું, ગંધર્વોમાં ચિત્રરથ હું છું અને સીદ્ધોમાં કપિલમુનિ હું છું.॥ ૨૬॥
ઉચ્ચૈઃશ્રવસમશ્વાનાં વિદ્ધિ મામમૃતોદ્ભવમ્ ।
ઐરાવતં ગજેન્દ્રાણાં નરાણાં ચ નરાધિપમ્ ॥ ૨૭॥
અશ્વોમાં ક્ષીરસાગરમાંથી નીકળેલો ઉચૈ:શ્રવા અશ્વ હું છું, ઉત્તમ હાથીઓમાં ઐરાવત નામનો હાથી હું છું અને મનુષ્યોમાં રાજા હું છું એમ સમાજ.॥ ૨૭॥
આયુધાનામહં વજ્રં ધેનૂનામસ્મિ કામધુક્ ।
પ્રજનશ્ચાસ્મિ કન્દર્પઃ સર્પાણામસ્મિ વાસુકિઃ ॥ ૨૮॥
આયુધોમાં વજ્ર હું છું, ગાયોમાં કામધેનું હું છું, પ્રજાને ઉત્પન કરનાર કામદેવ હું છું, સર્પોમાં વાસુકિ સર્પ હું છું.॥ ૨૮॥
અનન્તશ્ચાસ્મિ નાગાનાં વરુણો યાદસામહમ્ ।
પિતૄણામર્યમા ચાસ્મિ યમઃ સંયમતામહમ્ ॥ ૨૯॥
નાગોમાં નાગરાજ અનંત હું છું, જળદેવતાઓમાં વરુણ હું છું, પિતૃઓમાં અર્યમા નામના પિતૃદેવ હું છું અને નિયમન કરનારામાં યમ હું છું.॥ ૨૯॥
પ્રહ્લાદશ્ચાસ્મિ દૈત્યાનાં કાલઃ કલયતામહમ્ ।
મૃગાણાં ચ મૃગેન્દ્રોઽહં વૈનતેયશ્ચ પક્ષિણામ્ ॥ ૩૦॥
દૈત્યોમાં પ્રહલાદ હું છું, ગણતરીઓમાં કાળ હું છું, પશુઓમાં સિંહ હું છું અને પક્ષીઓમાં ગરુડ હું છું.॥ ૩૦॥
પવનઃ પવતામસ્મિ રામઃ શસ્ત્રભૃતામહમ્ ।
ઝષાણાં મકરશ્ચાસ્મિ સ્રોતસામસ્મિ જાહ્નવી ॥ ૩૧॥
પવિત્ર કરનારા પદાર્થોમાં હું છું, શસ્ત્રધારીઓમાં રામ હું છું, જળચરોમાં મગર હું છું અને નદીઓમાં ગંગા હું છું.॥ ૩૧॥
સર્ગાણામાદિરન્તશ્ચ મધ્યં ચૈવાહમર્જુન ।
અધ્યાત્મવિદ્યા વિદ્યાનાં વાદઃ પ્રવદતામહમ્ ॥ ૩૨॥
હે અર્જુન ! સૃષ્ટિનો આદિ, અંત અને મધ્ય હું છું, સર્વ વિદ્યાઓમાં અધ્યાત્મવીદ્યા-બ્રહ્મવિધા હું છું, વાદવિવાદ કરનારાઓમાં વાદ હું છું.॥ ૩૨॥
અક્ષરાણામકારોઽસ્મિ દ્વન્દ્વઃ સામાસિકસ્ય ચ ।
અહમેવાક્ષયઃ કાલો ધાતાહં વિશ્વતોમુખઃ ॥ ૩૩॥
અક્ષરોમાં ‘ અ ‘કાર હું છું, સમાસોમાં દ્વંદ સમાસ હું છું તથા અક્ષયકાળ અને વિરાટ સ્વરૂપ ધરી સર્વને ધારણ –પોષણ કરનારો પણ હું છું.॥ ૩૩॥