કાનમાં ઝીલાતો અવાજ સમુદ્રનાં મોજાંનો હોતો જ નથી. શંખની અંદર મોજાં જેવો અવાજ પેદા કરનારા સમુદ્રી જીવો પણ હોતા નથી. આપણને કાનના ભાગમાં વહેતા પોતાના લોહીનો જ પડઘારૂપી અવાજ સંભળાય છે. કાન પાસે દાબીને ધરી રાખેલો શંખ ગોલ ગુંબજ જેવું કાર્ય બજાવે છે. ધબકતી નાડીના પડઘા ઉત્પન્ન કરવા ઉપરાંત અવાજનું વૉલ્યુમ પણ વધારી દે છે, માટે ધબકારાના પડઘા એકદમ સ્પષ્ટ રીતે સંભળાય છે. માત્ર શંખ નહિ, ધાતુનો પ્યાલો કાને માંડો તો પણ સમુદ્રી મોજાં જેવા મ્યુઝિકલ સાઉન્ડનો અનુભવ થયા વિના રહેતો નથી. પ્યાલા કરતાં પણ વધારે કૌતુકભરી વાત તો પિરામિડને લગતી છે. ઇજિપ્તના મશહૂર ગીઝા પિરામિડના કિંગ્સ ચેમ્બર કહેવાતા પ્રાચીન ઓરડામાં જો પંદરેક મિનિટ તદ્દન સ્થિર અને એકલા ઊભા રહો તો શરીરના રૂધિરાભિરણનો અવાજ મંદ પડઘારૂપે સંભળાવા માંડે છે !