ય એવં વેત્તિ પુરુષં પ્રકૃતિં ચ ગુણૈઃ સહ ।
સર્વથા વર્તમાનોઽપિ ન સ ભૂયોઽભિજાયતે ॥ ૨૩॥
ગુજરાતી ભાંષાન્તરઃ જે ઉપરોક્ત પ્રકારે ક્ષેત્રજ્ઞ ને સર્વ વિકારો સહિત પ્રકૃતિને જાણે છે,તે સર્વ પ્રકારે વર્તતો હોવા છતાં
ફરીથી જન્મ પામતો નથી. ॥ ૨૩॥
ધ્યાનેનાત્મનિ પશ્યન્તિ કેચિદાત્માનમાત્મના ।
અન્યે સાઙ્ખ્યેન યોગેન કર્મયોગેન ચાપરે ॥ ૨૪॥
ગુજરાતી ભાંષાન્તરઃ કેટલાક ધ્યાન વડે હૃદયમાં આત્માને શુદ્ધ અંત:કરણ વડે જુવે છે.કેટલાક સાંખ્યયોગ વડે અને બીજાઓ કર્મયોગ વડે પોતામાં આત્મા ને જુવે છે. ॥ ૨૪॥
અન્યે ત્વેવમજાનન્તઃ શ્રુત્વાન્યેભ્ય ઉપાસતે ।
તેઽપિ ચાતિતરન્ત્યેવ મૃત્યું શ્રુતિપરાયણાઃ ॥ ૨૫॥
ગુજરાતી ભાંષાન્તરઃ વળી બીજા એ પ્રમાણે આત્માને નહિ જાણતાં છતાં બીજાઓથી શ્રવણ કરી આત્માને ઉપાસે છે.તેઓ પણ ગુરુ ઉપદેશ શ્રવણમાં તત્પર રહી મૃત્યુ ને તરી જાય છે.॥ ૨૫॥
યાવત્સઞ્જાયતે કિઞ્ચિત્સત્ત્વં સ્થાવરજઙ્ગમમ્ ।
ક્ષેત્રક્ષેત્રજ્ઞસંયોગાત્તદ્વિદ્ધિ ભરતર્ષભ ॥ ૨૬॥
ગુજરાતી ભાંષાન્તરઃ સ્થાવર અને જંગમ,કોઈ પણ પ્રાણી,ક્ષેત્ર ને ક્ષેત્રજ્ઞ ના સંયોગ થી પેદા થાય છે.॥ ૨૬॥
સમં સર્વેષુ ભૂતેષુ તિષ્ઠન્તં પરમેશ્વરમ્ ।
વિનશ્યત્સ્વવિનશ્યન્તં યઃ પશ્યતિ સ પશ્યતિ ॥ ૨૭॥
ગુજરાતી ભાંષાન્તરઃ વિનાશ પામનારાં સર્વ ભૂતોમાં સમભાવે રહેલા અવિનાશી પરમેશ્વર ને જે જુવે છે તે યથાર્થ જુવેછે. અને તે જ ખરો જ્ઞાની છે. ॥ ૨૭॥
સમં પશ્યન્હિ સર્વત્ર સમવસ્થિતમીશ્વરમ્ ।
ન હિનસ્ત્યાત્મનાત્માનં તતો યાતિ પરાં ગતિમ્ ॥ ૨૮॥
ગુજરાતી ભાંષાન્તરઃ સર્વત્ર સમભાવે રહેલા ઈશ્વરને ખરેખર સમભાવે જોતો પુરુષ આત્મા વડે આત્મા ને હણતો નથી.તેથી પરમગતિ ને પામે છે.॥ ૨૮॥
પ્રકૃત્યૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ ।
યઃ પશ્યતિ તથાત્માનમકર્તારં સ પશ્યતિ ॥ ૨૯॥
ગુજરાતી ભાંષાન્તરઃ તથા પ્રકૃતિ વડે જ સર્વ પ્રકારે કર્મો કરાય છે,એમ જે જુવે છે,તેમજ આત્માને અકર્તા જુવે છે તે યથાર્થ જુવે છે.॥ ૨૯॥
યદા ભૂતપૃથગ્ભાવમેકસ્થમનુપશ્યતિ ।
તત એવ ચ વિસ્તારં બ્રહ્મ સમ્પદ્યતે તદા ॥ ૩૦॥
ગુજરાતી ભાંષાન્તરઃ જયારે મનુષ્ય સર્વ ભૂતોના ભિન્નપણા ને એક આત્મામાં રહેલો જુવે છે તથા આત્માથી તે ભૂતોના વિસ્તારને જુવે છે, ત્યારે બ્રહ્મરૂપને પામે છ॥ ૩૦॥
અનાદિત્વાન્નિર્ગુણત્વાત્પરમાત્માયમવ્યયઃ ।
શરીરસ્થોઽપિ કૌન્તેય ન કરોતિ ન લિપ્યતે ॥ ૩૧॥
ગુજરાતી ભાંષાન્તરઃ હે કાંન્તેય ! અનાદિ નિર્ગુણ હોવાથી આ પરમાત્મા અવિકારી છે,તે દેહ માં હોવા છતાં પણ કંઈ કરતા નથી તથા કશાથી લેપાતા નથી.॥ ૩૧॥
યથા સર્વગતં સૌક્ષ્મ્યાદાકાશં નોપલિપ્યતે ।
સર્વત્રાવસ્થિતો દેહે તથાત્મા નોપલિપ્યતે ॥ ૩૨॥
ગુજરાતી ભાંષાન્તરઃ જેમ સર્વવ્યાપક આકાશ સૂક્ષ્મપણા ને લીધે લેપાતું નથી.
તેવી રીતે સર્વ દેહોમાં રહેલો આત્મા લેપાતો નથી.॥ ૩૨॥
યથા પ્રકાશયત્યેકઃ કૃત્સ્નં લોકમિમં રવિઃ ।
ક્ષેત્રં ક્ષેત્રી તથા કૃત્સ્નં પ્રકાશયતિ ભારત ॥ ૩૩॥
ગુજરાતી ભાંષાન્તરઃ હે ભારત ! જેમ એક સૂર્ય આ સર્વ લોકને પ્રકાશિત કરેછે તેમ ક્ષેત્રજ્ઞ સર્વ ક્ષેત્ર ને પ્રકાશિત કરે છે.॥ ૩૩॥
ક્ષેત્રક્ષેત્રજ્ઞયોરેવમન્તરં જ્ઞાનચક્ષુષા ।
ભૂતપ્રકૃતિમોક્ષં ચ યે વિદુર્યાન્તિ તે પરમ્ ॥ ૩૪॥
ગુજરાતી ભાંષાન્તરઃ જેવો ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ ના ભેદ ને એ પ્રમાણે જ્ઞાનરૂપી નેત્રો વડે અને ભૂતોના મોક્ષને કારણરૂપ જાણે છે,
તેઓ બ્રહ્મને પામે છે.॥ ૩૪॥
અધ્યાય ૧૩ – ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ – સમાપ્ત