અર્જુન ઉવાચ ।
પ્રકૃતિં પુરુષં ચૈવ ક્ષેત્રં ક્ષેત્રજ્ઞમેવ ચ ।
એતદ્વેદિતુમિચ્છામિ જ્ઞાનં જ્ઞેયં ચ કેશવ ॥ ૧॥
અર્જુન કહે છે-પ્રકૃતિ અને પુરુષ,ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ ,જ્ઞાન અને જ્ઞેય -આ બધાં વિષે હું જાણવા ઈચ્છું છું.
(નોંધ-કેટલાંક પુસ્તકોમાં આ શ્લોક પાછળ થી ઉમેરાયો છે,એમ ટીકાકારો માને છે,જો આ શ્લોક નો ઉમેરો કરવામાં આવે તો
ગીતાના કુળ શ્લોકો ની સંખ્યા ૭૦૧ ની થશે.એટલે આ શ્લોક ને નંબર આપ્યો નથી)
ઇદં શરીરં કૌન્તેય ક્ષેત્રમિત્યભિધીયતે ।
એતદ્યો વેત્તિ તં પ્રાહુઃ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ ॥ ૧॥
ગુજરાતી ભાંષાન્તરઃ ભગવાન કહે: હે કોંતેય !આ દેહ “ક્ષેત્ર ‘કહેવાય છે અને તેને જાણે છે તે તત્વજ્ઞ મનુષ્ય “ક્ષેત્રજ્ઞ “કહેવાય છે.॥ ૧॥
ક્ષેત્રજ્ઞં ચાપિ માં વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત ।
ક્ષેત્રક્ષેત્રજ્ઞયોર્જ્ઞાનં યત્તજ્જ્ઞાનં મતં મમ ॥ ૨॥
ગુજરાતી ભાંષાન્તરઃ હે ભારત ! સર્વ ક્ષેત્રો માં જે ક્ષેત્રજ્ઞ છે તે પણ હું જ છું એમ સમજ. ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ નું જે જ્ઞાન છે તે શ્રેષ્ઠ જ્ઞાન છે તેવો મારો મત છે.॥ ૨॥
તત્ક્ષેત્રં યચ્ચ યાદૃક્ચ યદ્વિકારિ યતશ્ચ યત્ ।
સ ચ યો યત્પ્રભાવશ્ચ તત્સમાસેન મે શૃણુ ॥ ૩॥
ગુજરાતી ભાંષાન્તરઃ ક્ષેત્ર શું અને એનું સ્વરૂપ શું?તેના વિકારો કયા? અને તે ક્યાંથી આવે છે? અને ક્ષેત્રજ્ઞ કોણ છે? તેની શક્તિ ઓ શી? તે ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞ ના સ્વરૂપ ને મારી પાસેથી ટૂંક માં સાંભળ.॥ ૩॥
ઋષિભિર્બહુધા ગીતં છન્દોભિર્વિવિધૈઃ પૃથક્ ।
બ્રહ્મસૂત્રપદૈશ્ચૈવ હેતુમદ્ભિર્વિનિશ્ચિતૈઃ ॥ ૪॥
ગુજરાતી ભાંષાન્તરઃ આ જ્ઞાન ઋષિઓએ વિવિધ રીતે નીરૂપેલું છે ,વિવિધ વેદોએ વિભાગ પૂર્વક કરેલું છે. અને યુક્તિ થી યુક્ત તથા નિશ્વિત અર્થ વાળા બ્રહ્મસુત્ર ના પદો દ્વારા પણ વર્ણવેલું છ॥ ૪॥
મહાભૂતાન્યહઙ્કારો બુદ્ધિરવ્યક્તમેવ ચ ।
ઇન્દ્રિયાણિ દશૈકં ચ પઞ્ચ ચેન્દ્રિયગોચરાઃ ॥ ૫॥
ગુજરાતી ભાંષાન્તરઃ પંચમહાભૂત, અહંકાર, બુદ્ધિ, મહતત્વ, દશ ઇન્દ્રિયો, મન અને
ક્ષેત્રાદિક જ્ઞાનેન્દ્રિયો ના શબ્દાદિક પાંચ વિષય॥ ૫॥
ઇચ્છા દ્વેષઃ સુખં દુઃખં સઙ્ઘાતશ્ચેતના ધૃતિઃ ।
એતત્ક્ષેત્રં સમાસેન સવિકારમુદાહૃતમ્ ॥ ૬॥
ગુજરાતી ભાંષાન્તરઃ વાણી આદિ પાંચ કર્મેન્દ્રિયોના પંચ વિષયો, ઈચ્છા, દ્વેષ, સુખ-દુખ, સંઘાત,ચેતના,ધૈર્ય- એ વિકારો થી યુક્ત આ ક્ષેત્ર (દેહ) છે તે મેં ટૂંક માં કહ્યું.॥ ૬॥
અમાનિત્વમદમ્ભિત્વમહિંસા ક્ષાન્તિરાર્જવમ્ ।
આચાર્યોપાસનં શૌચં સ્થૈર્યમાત્મવિનિગ્રહઃ ॥ ૬॥
ગુજરાતી ભાંષાન્તરઃ અમાનીપણું, અદંભીપણું ,અહિંસા, ક્ષમા,સરળતા, આચાર્યની ઉપાસના,પવિત્રતા,એક નિષ્ઠા, અને આત્મ સંયમ; ॥ ૬॥
ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમનહઙ્કાર એવ ચ ।
જન્મમૃત્યુજરાવ્યાધિદુઃખદોષાનુદર્શનમ્ ॥ ૮॥
ગુજરાતી ભાંષાન્તરઃ ઇન્દ્રિયાદી વિષયો માં વૈરાગ્ય,તેમજ અહંકાર રહિતપણું, જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ તથા દુઃખો પ્રત્યે ના દોષો જોવા; ॥ ૮॥
અસક્તિરનભિષ્વઙ્ગઃ પુત્રદારગૃહાદિષુ ।
નિત્યં ચ સમચિત્તત્વમિષ્ટાનિષ્ટોપપત્તિષુ ॥ ૯॥
ગુજરાતી ભાંષાન્તરઃ પુત્ર, સ્ત્રી, ઘર વગેરે પદાર્થોમાં પ્રીતિનો અભાવ, અહં-મમતાનો અભાવ અને ઇષ્ટની તથા અનિષ્ટની પ્રાપ્તિ માં સદા સમાનભાવ રાખવો; ॥ ૯॥
મયિ ચાનન્યયોગેન ભક્તિરવ્યભિચારિણી ।
વિવિક્તદેશસેવિત્વમરતિર્જનસંસદિ ॥ ૧૦॥
ગુજરાતી ભાંષાન્તરઃ મારામાં અનન્ય ભાવથી નિર્દોષ ભક્તિ હોવી, એકાંતવાસ પર પ્રેમ અને લોકસમુદાય માં રહેવા પ્રત્યે અપ્રીતિ હોવી. ॥ ૧૦॥