તૃતીય અધ્યાય: કર્મયોગ શ્ર્લોક નં ૩૩ થી ૪૩
સદ્રશં ચેષ્ટતે સ્વસ્યા: પ્રકૃતેર્જ્ઞાનવાનપિ |
પ્રકૃતિં યાંતિ ભૂતાનિ નિગ્રહ: કિં કરિષ્યતિ ॥ ૩૩ ॥
ગુજરાતી ભાંષાતર ઃ સર્વ પ્રાણીઓ પ્રકૃતિને પામે છે એટલે કે પોતાના સ્વભાવને વશ થઇને કર્મો કરે છે; જ્ઞાની પણ પોતાની પ્રકૃતિ અનુસાર ચેષ્ટા કરે છે; એમાં કોઇનો દુરાગ્રહ શો કરવાનો?॥ ૩૩ ॥
ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષૌ વ્યવસ્થિતૌ |
તયોર્ન વશમાગચ્છેત્તૌ હ્યસ્ય પરિપંથિનૌ ॥ ૩૪ ||
ગુજરાતી ભાંષાતર ઃ ઇન્દ્રિય-ઇન્દ્રિયના અર્થમાં એટલેકે પ્રત્યેક ઇન્દ્રિયના વિષયમાં રાગ અને દ્વેષ છૂપાઇને રહેલા છે; માણસે એ બન્નેને વશ ન થવું; કેમ કે તે બન્નેય એના કલ્યાણમાર્ગમાં વિઘ્નો ઊભા કરનારા મહાશત્રુઓ છે. ॥ ૩૪ ||
શ્રેયાંસ્વધર્મો વિગુણ: પરધર્માત્સ્વનુષ્ઠિતાત્ |
સ્વધર્મે નિધનં શ્રેય: પરધર્મો ભયાવહ: ॥ ૩૫ ॥
ગુજરાતી ભાંષાતર ઃ સારી રીતે આચરવામાં આવેલા અન્યના ધર્મ કરતાં ગુણ વિનાનો હોવા છતાં પણ પોતાનો ધર્મ ઘણો ચઢિયાતો છે; પોતાના ધર્મમાં તો મરવું પણ કલ્યાણકારી છે, જ્યારે અન્યનો ધર્મ તો ભયપ્રદ છે. ॥ ૩૫ ||
અર્જુન ઉવાચ
અથ કેન પ્રયુક્તોડયં પાપં ચરતિ પૂરુષ: |
અનિચ્છન્નપિ વાર્ષ્ણેય બલાદિવ નિયોજિત: ॥ ૩૬ ॥
ગુજરાતી ભાંષાતર ઃ અર્જુન બોલ્યા : હે કૃષ્ણ! તો પછી આ માણસ પોતે ન ઇચ્છતો હોવા છતાં પણ પરાણે જોડયો હોય એમ કોનાથી પ્રેરાઇને પાપનું આચરણ કરે છે? ॥ ૩૬ ॥
શ્રીભગવાન્ ઉવાચ
કામ એષ ક્રોધ એષ રજોગુણસમુદ્વવ: |
મહાશનો મહાપાપ્મા વિદ્વયેનમિહ વૈરિણમ્ || ૩૭ ||
ગુજરાતી ભાંષાતર ઃ શ્રી ભગવાન બોલ્યા : રજોગુણમાંથી ઉદ્ભવેલો આ કામ જ ક્રોધ છે, આ ઘણું ખાનારો એટલેકે ભોગોથી કદી ન ધરાતો અને મહાપાપી છે, આને જ તું આ બાબતમાં વેરી જાણ. ॥ ૩૭ ||
ધૂમેનાવ્રિયતે વહ્યિર્યથાદર્શો મલેન ચ |
યથોલ્બેનાવૃતો ગર્ભસ્તથા તેનેદમાવૃતમ્ ॥ ૩૮ ॥
ગુજરાતી ભાંષાતર ઃ જેમ ધુમાડાથી અગ્નિ અને મેલથી દર્પણ ઢંકાઇ જાય છે તથા જેમ ઓરથી ગર્ભ ઢંકાયેલો રહે છે, તેમજ એ કામ વડે આ જ્ઞાન ઢંકાયેલું રહે છે. ॥ ૩૮ ॥
આવૃતં જ્ઞાનમેતેન જ્ઞાનિનો નિત્યવૈરિણા |
કામરૂપેણ કૌંતેય દુષ્પૂરેણાનલેન ચ ॥ ૩૯ ॥
ગુજરાતી ભાંષાતર ઃ હે કૌંતેય! આ અગ્નિની પેઠે કદી પૂર્ણ ન થનારા કામરૂપી જ્ઞાનીઓના નિત્ય વેરી વડે માણસનું જ્ઞાન ઢંકાયેલું છે. ॥ ૩૯ ॥
ઇન્દ્રિયાણિ મનો બુદ્ધિરસ્યાધિષ્ઠાનમુચ્યતે |
એતૈર્વિમોહયત્યેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ્ ॥ ૪૦ ॥
ગુજરાતી ભાંષાતર ઃ ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ – એ સર્વ આનું રહેઠાણ કહેવાય છે; આ કામ આ મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો દ્વારાજ જ્ઞાનને ઢાંકી દઇને જીવાત્માને મોહિત બનાવે છે. ॥ ૪૦ ॥
તસ્માત્ત્વમિન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્ષભ |
પાપ્માનં પ્રજહિ હ્યેનં જ્ઞાનવિજ્ઞાનનાશનમ્ ॥ ૪૧ ॥
ગુજરાતી ભાંષાતર ઃ માટે હે ભરવંશીઓમાં શ્રેષ્ઠ! તું પહેલાં ઇન્દ્રિયોને વશમાં કરીને, જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ મહાપાપી કામને અવશ્ય બળપૂર્વક હણી નાખ. ॥ ૪૧ ॥
ઇન્દ્રિયાણિ પરાણ્યાહુરિન્દ્રિયેભ્ય: પરં મન: |
મનસસ્તુ પરા બુદ્ધિર્યો બુદ્ધે: પરતસ્તુ સ: ॥ ૪૨ ॥
ગુજરાતી ભાંષાતર ઃ ઇન્દ્રિયોને સ્થૂળ શરીર કરતાં પર અર્થાત્ શ્રેષ્ઠ, બળવાન તેમજ સૂક્ષ્મ કહે છે; આ ઇન્દ્રિયો કરતાં મન પર છે ,મન કરતાંયે બુદ્ધિ પર છે અને જે બુદ્ધિ કરતાં પણ સાવ પરછે, તે આત્મા છે. ॥ ૪૨ ॥
એવં બુદ્ધે: બુદ્ધ્વા સંસ્ભ્યાત્માનમાત્મના |
જહિ શત્રું મહાબાહો કામરૂપં દુરાસદમ્ ॥ ૪૩ ॥
ગુજરાતી ભાંષાતર ઃ આ પ્રમાણે બુદ્ધિ કરતાં પર એટલે કે સૂક્ષ્મ, બળવાન અને ઘણા શ્રેષ્ઠ આત્માને ઓળખીને અને બુદ્ધિ વડે મનને વશ કરીને હે મહાબાહો! તું આ કામરૂપી દુર્જય શત્રુને હણ. ॥ ૪૩ ॥
ૐ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસૂપનિષત્સુ બ્રહ્યવિદ્યાયાં યોગશાસ્ત્રે
શ્રીકૃષ્ણાર્જુનસંવાદે કર્મયોગો નામ તૃતીયોડધ્યાય: ॥ ૩ ॥