તૃતીય અધ્યાય: કર્મયોગ શ્ર્લોક
અર્જુન બોલ્યા:
જ્યાયસી ચેત્કર્મણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન |
તત્કિં કર્મણિ ઘોરે માં નિયોજયસિ કેશવ ||૧||
ગુજરાતી ભાષાંતરઃ હે કેશવ, જો આપ બુદ્ધિને કર્મથી અધિક માનતા હો તો મને આ ઘોર કર્મમાં શા માટે નિયોજીત કરો છો?
વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિં મોહયસીવ મેં |
તદેકં વદ નિશ્ચિત્ય યેન શ્રેયોઽહમાપ્નુયામ્ ||૨||
ગુજરાતી ભાષાંતરઃ ભળતા વાક્યોથી મારી બુદ્ધિ શંકિત થઇ રહી છે. માટે મને એ એક રસ્તો દેખાડો જે નિશ્ચિંત પ્રકારે મારા માટે ઉત્તમ હોય.
શ્રીભગવાન બોલે
લોકેઽસ્મિન્દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ |
જ્ઞાનયોગેન સાંખ્યાનાં કર્મયોગેન યોગિનામ્ || ૩ ||
ગુજરાતી ભાષાંતરઃ શ્રી ભગવાન બોલ્યાઃ હે નિ઼ષ્પાપ! આ લોકમાં બે પ્રકારની નિષ્ઠામારા વડે પહેલા કહેવાઈ ચુકી છેેમનામાંથી સાંખ્યયોગીની નિષ્ઠા જ્ઞાનયોગ દ્રારા અને યોગીઓની નિષ્ઠા કર્મયોગ દ્રારા થાય છે.
ન કર્મણામનારમ્ભાન્નૈષ્કર્મ્યં પુરુષોઽશ્નુતે |
ન ચ સંન્યસનાદેવ સિદ્ધિં સમધિગચ્છતિ || ૪ ||
ગુજરાતી ભાષાંતરઃ માણસ ન તો કર્મોનો આરંભ કર્યા વિના અર્થાત આચરણ વિઅના નિષ્કર્મતાને એટલે કે યોગનિષ્ઠાને પામી શકે છે કે ન તો કર્મોના કેવળ ત્યાગમાત્રથી સિધ્ધિ એટલે કે સાંખ્યનિષ્ઠાનેપામી શકે છે.
ન હિ કશ્ચિત્ક્ષણમપિ જાતુ તિષ્ઠત્યકર્મકૃત્ |
> કાર્યતે હ્યવશઃ કર્મ સર્વઃ પ્રકૃતિજૈર્ગુણૈઃ || ૫ ||
ગુજરાતી ભાષાંતરઃ ખરેખર કોઈપણ માણસ કદીયે ક્ષણમાત્ર પણ કર્મ કર્યા વિના ન્રહેતો;કેમકે આખાય મનુષ્યસમુદાયને પ્રકૃતિજનિત ગુણ્વડે પરવશ થઈને કર્મ તો કરવું જ પડે છે.
કર્મેન્દ્રિયાણિ સંયમ્ય ય આસ્તે મનસા સ્મરન્ |
ઇન્દ્રિયાર્થાન્વિમૂઢાત્મા મિથ્યાચારઃ સ ઉચ્યતે || ૬ ||
ગુજરાતી ભાષાંતરઃ જે મૂઢબુધ્ધિનો મનુષ્ય સધળિ ઈન્દ્રિયોને હઠપુર્વક ઉપર-ૌપરથી રોકીને મનથી તે ઇન્દ્રિયોના વિષયોનુંચિંતન કરતો રહે છે,તે મિથ્થાચારી અથવા દંભી કહેવાય છે.
યસ્ત્વિન્દ્રિયાણિ મનસા નિયમ્યારભતેઽર્જુન |
કર્મેન્દ્રિયૈઃ કર્મયોગમસક્તઃ સ વિશિષ્યતે || ૭ ||
ગુજરાતી ભાષાંતરઃ હે અર્જુન! જો મનુય મન વડૅ ઇન્દ્રીયોંને વશમાં કરી અનાસકત થઈને સધળી ઇન્દ્રીયોં દ્રારા કર્મયોગનું આચરણ કરે છે,તે યોગી શ્રેષ્ઠ છે.
નિયતં કુરુ કર્મ ત્વં કર્મ જ્યાયો હ્યકર્મણઃ |
શરીરયાત્રાપિ ચ તે ન પ્રસિદ્ધ્યેદકર્મણઃ || ૮ ||
ગુજરાતી ભાષાંતરઃ આથી તું શાસ્ત્રવિહિત સ્વધર્મરૂપી કર્તવ્યકર્મ કર; કેમકે કર્મ ન કરવા કરતાં કર્મ કરવું શ્રેષ્ઠ છે, એમજ કર્મ ન કરવાથી તારો શરીર-નિર્વાહ પણ સિધ્ધ નહી થાય.
યજ્ઞાર્થાત્કર્મણોઽન્યત્ર લોકોઽયં કર્મબન્ધનઃ |
તદર્થં કર્મ કૌન્તેય મુક્તસઙ્ગઃ સમાચર || ૯ ||
ગુજરાતી ભાષાંતરઃ યજ્ઞનિમિતે કરવામાં આવતાં કર્મો સિવાયનાં બીજાં કર્મોમાં જોડાઈને જ આ મનુષ્ય-સમુદાય કર્મોથી બંધાય છે, માટૅ હે અર્જુન! તું આસકિત વિનાનો થઈને તે યજ્ઞનિમિતે જ સારી રીતે કર્તવ્યકર્મ કર.
સહયજ્ઞાઃ પ્રજાઃ સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિઃ |
અનેન પ્રસવિષ્યધ્વમેષ વોઽસ્ત્વિષ્ટકામધુક્ || ૧૦ ||
ગુજરાતી ભાષાંતરઃ પ્રજાપતિ બહ્માએ કલ્પના આદિમાં અર્થાત સૃષ્ટિના આરંભે યજ્ઞસહિત પ્રજાઓન્ર દર્જીને તે પ્રજાઓને કહ્યુ કે તમે આ યજ્ઞ દ્રારા વૃધ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઇચ્છિત ભોગ આપનાર થાઓ.