માનવી કાં તો ભૂતકાળમાં કરેલી ભૂલો પર પસ્તાતો હોય છે અથવા ભવિષ્યની ચિંતામાં
હોય છે. વર્તમાનમાં એ બહુ ઓછો હોય છે. Yesterday is ‘History’, Tomorrow is‘Mystery’, Today is the gift of God, So it is called ‘Present’. પરંતુ સત્ય શું છે?
અમારી ભૂલો ને તમારી ભૂલો, વિધિની ભૂલો ફરી ગણું શું?નૌકા ડૂબી ગયા પછી હવે,
સફરની વાતો ફરી કરું શું?
*બિગરી બાત બને નહી લાખ કરો કિન કોય | રહિમન બિગરે દૂધ સે મથે ન માખન હોય
Done is done, it can not be undone. જાગૃત રહી કામ કરવા છતાં જો ભૂલ રહી જાય કે થાય તો પસ્તાવાની જરૂર નથી કારણ કે પ્રત્યેક ભૂલને લીધે મળેલો અનુભવ જીવનમાં કાંઇક શીખવી જાય છે. એક ને એક ભૂલ ફરી ન કરવી. ભૂલ કરવી એ પ્રકૃતિ છે. ભૂલનો સ્વીકાર કરવો એ સંસ્કૃતિ છે અને ભૂલનો અસ્વીકાર કરવો એ વિકૃતિ છે.
*હર શામ સૂરજ કો ઢલના સીખાતી હૈ |હર ઠોકર ઈન્સાન કો ચલના સીખાતી હૈં ||*
ડાહ્યો માણસ બીજાની ઠોકર પરથી પોતે સમજી જાય છે. બુદ્ધિશાળી એકવાર ઠોકર ખાય છે
અને સમજી જાય છે. જ્યારે મૂર્ખાઓ અનેકવાર ઠોકરો ખાવા છતાં પણ સમજતા નથી.
હુંમૂર્ખ છું અને મારે બુદ્ધિમાન બનવું છે શું કરવું? એક જ રસ્તો છે. મારે મારી
મૂર્ખાઇ જાણી લેવી જોઇએ. મૂર્ખાઇને જોયા વગર બુદ્ધિ આવી શકે નહીં. અજ્ઞાનને
જાણવું એનું નામ જ બુદ્ધિ. જે. કૃષ્ણમૂર્તિની આ વાત સમજવા જેવી છે. અનેકવાર
યુવાનો મને પૂછી ચૂક્યા છે, જીવનમાં સફળ થવા શું કરવું? હું તરત વિલિયમ
શેકસપિયરનાં ત્રણ વાક્યો લખાવી દઉં છું: બીજાથી વધુ જાણો, બીજાથી વધુ કામ કરો,
બીજાથી ઓછી અપેક્ષા રાખો.
જીવનમાં અપ્રામાણિકતા દૂર કરીએ તો પાછળ પ્રામાણિકતા વધે છે, અસત્યને દૂર કરીએ
તો સત્ય વધે છે, અસ્વચ્છતાને દૂર કરીએ તો પાછળ સ્વચ્છતા વધે છે. અસ્વસ્થતાને
દૂર કર્યા પછી પાછળ સ્વાસ્થ્ય વધે છે અને દુ:ખને દૂર કરવાથી પાછળ સુખ વધે છે.
સત્ય, સ્વચ્છતા, સ્વાસ્થ્ય, સુખને લાવવાની જરૂર નથી એ તો છે જ, માત્ર તેના પરના
છવાયેલા આવરણ દૂર કરવાનો જ પ્રયાસ કરવાનો છે. જીવનમાં અજ્ઞાનનો એક આનંદ મળતો
હોય છે, જ્યારે જ્ઞાનની એક પીડાનો જન્મ થાય છે. જીવલેણ દર્દથી પીડાતા દર્દીને
જ્યાં સુધી જ્ઞાન નથી હોતું, જ્યાં સુધી તે અજ્ઞાની હોય છે ત્યાં સુધી આનંદમાં
રહે છે. જેવું નિદાનનું જ્ઞાન મળે કે તરત કારમા દુ:ખમાં આવી પડે છે. અજ્ઞાનનો
એક આનંદ હતો.
જ્ઞાનથી પીડા શરૂ થઇ પણ અજ્ઞાનનો આનંદ મોતની ખાઇમાં ધકેલી શકે છે, જ્યારે
જ્ઞાનની પીડા જીવન બચાવી શકે છે. જીવનમાં પૈસો, પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ, પ્રગતિ
કોણ નથી ઝંખતું? કીર્તિ, કલદાર, કામિની અને કારકિર્દી પાછળ સમાજ પાગલ થઇ ઊઠ્યો
છે. અશ્વ જેમ દોડીને હાંફે છે. માનવી પહેલો ક્રમ લેવાની રેસમાં લોહીલુહાણ થાય
તોય માને છે સુખ ઓલી રૂપિયા ભરેલી સૂટકેસમાં જ છે. સોનાની લહાય મહીં શાંતિના
શ્વાસ બધા ગીરવી મુકાય એનું કોઇ નહીં? ખૂબ ખૂબસૂરત આ ‘અણમોલ જિંદગી વ્યર્થ વહી
જાય એનું કોઇ નહીં? વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના અને વર્ષો ખોવાય એનું કોઇ
નહીં?