જીવનને ધર્મમય બનાવવા કયાં સદગુણો જરૂરી છે?

જીવનને ધર્મમય બનાવવા કયાં સદગુણો જરૂરી છે?

* સ્વધર્મને ઓળખવો.

* ક્ષમા-અપરાધીને ક્ષમા આપવી,પોતે કૉઈનો અપરાધ કર્યો હોય તો ક્ષમા માગવી.

– સૌ પ્રત્યે મિત્રભાવ કોઈ પ્રત્યે વેરભાવ નહિ.

* માર્દવ-વિનય, અહંકાર અને અભિમાનનો અભાવ,જાતિનું કુલનું,તાકાતનું,યૌવનનું,તપનું,રૂપનું,આરોગ્યનું,જ્ઞાનનું,ઐશ્વર્યનું,કે સત્તાનું અભિમાન ન રાખવું,

-નમ્રતા ન ચુકવી,

* આર્જવ-સરળતા,જે મનુષ્ય કપટી છે તે પોતાને સૌથી વધુ નુકશાન પહોચાડે છેજયારે ઋજૂ મનુષ્ય પોતાને અને અન્યને શાંતિ અને સુખ મળે એવું કરે છે.

* શૌચ-પવિત્રતા,શરીરની જેમ જ મનની પવિત્રતા,જેના તન અને મન બંને સુદર રહે તેજ વિકારોમાથી બચી શકે છે.

* સત્ય-જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સત્ય અપનાવવુ

-કર્તવ્યનિષ્ઠામાં કદી પાછી પાની ન કરવી.

-અંતઃકરણને છેતરવું નહિ.

-મન,વચન અને કર્મની એકરૂપતા રાખવી.

* સંયમ-મનોવૃતિઓ અને કામનાઓ પર નિયમન

– ઇન્દ્રિયોનું દમન નહિ,પણ એમનો સંયમિત ઉપયોગ.

-શરીર,વાણી અને મન પર અનુશાષન

* તપ-તપએ કોઈ પ્રકારના સાધનોનો પ્રાણ છે,

-સ્વાધ્યાય, આત્મચિંતન, ઇદ્રિયોનો નિગ્રણ અને તન તેમ જ મનને શુધ્ધ કરવા માટેની સાધનોને તપ કહેવાય છે.

-તપના બે પ્રકાર છેઃ

(૧)શારીરિક (૨)માનસિક, અનશન,રસ્નો ત્યાગ,શરીરને પડતી મુશ્કેલીઓ સહન કરવી,સુખ-સગવડો આપતા સાધનોથી દુર રહેવું વગેરેને શારીરિક તપમાં મુકી શકાય.

સદગ્રંથોનો અભ્યાસ,વડીલો અને ગુરૂજનોની સેવા.વિનય,પ્રાયશ્ચિત,ધ્યાન,શરીર પરત્વેનું મમત્વ ઓછુ કરવાનો સભાન પ્રયત્ન,વગેરેને માનસિક તપમાં ગણાવી શકાય.

* ત્યાગ-જે નથી તેની ઇચ્છા ન કરવી અને જે ભોગવી  શકાય છે તેનાથી અગળા રહેવું

-કર્મ કરવું પણ ફળની ઇચ્છા ન રાખવી

-જે છોડયું અથવા કોઈને આપ્યું તેનું સ્મરણ ન કરવું

*અપરિગ્રહ-સંગ્રહવૃતિ ન હોવી.

-લોભ અને આશક્તિઓથી દુર રહેવું

-અકિંચન વ્રત ધારણ કરવું

-ગમે તેવી પરિસ્થિતિમાં સંતોષ અનુભવવો.

બ્રહ્મચર્ય-બ્રહ્મચારીએ મૈથુન છોડવું.

-ગૃહસ્તિએ સ્વપત્નિથી સંતોષ માનવો.

-વિષયોથી ચિતને કુલિકિત ન કરવું

કેટલાક ધર્મ ગ્રંથોએ ધૃતિ,ક્ષમા,દમ,અસ્તેય,શૌચ,ઈન્દ્રિય-નિગ્રહ,ધી વિધા,સત્ય અને અક્રોધને મુખ્ય સદગુણોમાં ગણ્યા છે તો કોઈક શાસ્ત્રોએ અહિત્યઅાસ્તેય,દાન.ક્ષાન્તિ,દમ,શમ, અકાર્પણ્ય,શૌચ અને તપને ગણાવ્યાં છે.

By Jitendra Ravia

Jitendra RaviaIndian Journalist/Reporter, Editor of Daily News Paper, Writer/author of Magazine jeevanshailee, with responsibility of the Electronic media channel, GTPL.

jeevanshailee-requirement-ad
 
 
 
virtual follow
 
 
Spread the Word - jeevan shailee
 
market decides
 
Gujarati Social Network
કેમ છો, મિત્ર.... ગૌરવવંતા ગુજરાતીઓ નો ફેસબુક પરિવાર આપનું સ્વાગત કરવા થનગની રહ્યો છે... અહી તમે અનેક ગુજરાતી લોકો ના સંપર્ક આવશો અને ગુજરાતી સાહિત્ય ની સાથે સાથે તમે તમારા વિચારો નું પણ આદાન-પ્રદાન કરી શકશો....તો ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર જોડાઈ જાવ અને તમે પછ્તાશો નહિ એનો ભરોસો હું આપું છું..અને હા મિત્ર...જો તમને આ ગ્રુપ ગમતુ હોય તો તમારા મિત્રોને ગ્રુપમાં એડ કરવાનુ ભુલશો નહી.... jeevanshailee-requirement-ad
 
Sponsors