જીવનની ધન્યતાનો કોને અનુભવ થાય?
* જેણે ઇરાદાપૂર્વક કોઈનું અહિત કર્યુ નથી.
* જેના હ્રદયમાં અન્ય વિશે દ્રેષભાવ જન્મયો નથી.
* અન્યની નિંદામાં કે પોતાની પ્રશંસામાં જેણે રસ લીધો નથી.
* જેનામાં કોઈની પાસેથી કશું લઈ લેવાનો ભાવ જન્મયો નથી.
* જેણે સ્વાર્થ બુધ્ધિ વિકસવા દિધી નથી.
* નક્કી કરેલા ધ્વેય ભણી જેણૅ દઢતાથી પગલાં ભર્યા છેને નિશ્ચયને ઢીલો પડવા દિધો નથી.
* સમજણના આઠેય અંગો(વિવેક,વિચાર,નિશ્ચય,પરિણામી દષ્ટિ,મોન,ધીરજ,યુક્તિ અને તટસ્થતા)પરત્વ્ર જે જાગ્રત છે.
* જેનું દેહાભિમાન ઓગળી ગયુ છે અને પોતે જ આત્મા છે એવો અનુભવ કર્યો છે.