શિયાળાની ઋતુ શર થતા જ લીલા વટાણા સર્વત્ર જોવા મળે છે વટાણામાં પ્રેટીનનું પ્રમાણ વધારે હોવાથી શાકાહારી તેમજ તે અગત્યનો ખોરાક ગણાય છે.
શિંગ અને પાપડીવાળા લીલા શાકભાજીના વટાણાએ અતિ મહત્વનો પાક છે. તેના દાણા પરિપક્વ અવસ્થામાં એકલા અથવા રિંગણ, બટાકા, કોબી, ફૂલેવર વગેરે સાથે મિશ્રણ કરી રાંધીને શાકભાજી તરીકે ઉપયોગમાં લેવાય છે.
વટાણામાં ફૉસ્ફરસ, પોટૅશીયમ, મૅગ્નેશીયમ, કૅલ્શીયમ, ગંધક, તાંબુ અને લોહ હોય છે. તેનામાં સુપાચ્ય પ્રોટીનનું પ્રમાણ ખુબ વધુ છે. સાથે સાથે કાર્બોહાઈડ્રેટ અને વીટામીન A તથા C નું પ્રમાણ ઉંચું છે. બીજાં ખનીજ દ્રવ્યોનું પ્રમાણ પણ વધારે છે. વટાણાનું પોષણમુલ્ય બહુ જ ઉંચું છે.
લીલા વટાણાને ડબ્બામાં પેક કરીને સંગ્રહ કરી શકાય છે. વટાણાના લીલા વેલા પૌષ્ટિક ગોતર તરીકે ઢોરને ખવડાવી શકાય છે. આયુર્વેદની દૃષ્ટિએ વટાણા મધુર પાકમાં પણ મધુર રૂક્ષ અને ઠંડા છે. એ ઝાડાને બાંધનાર તેમજ કફ અને પિતનો નાશ કરનાર છે
ગોરાડુથી માંડીને ભારે જમીનમાં વટાણાનું વાવેતર થઈ શકે છે. પરંતુ કપાસની કાળી જમીન તથા ડાંગરની ક્યારાની જમીનમાં આ પાક ઘણો સારો થાય છે. શ્રેષ્ઠ પરિણામ સારા નિતારવાળી સહેલાઈથી ખેડ થઈ શકે, તેથી ભરભરી જમીનમાં મળ છે. આ પાક અમ્લજમીનમાં બરાબર થતો નથી, સારા ઉત્પાદન માટેનો પીએચ ૬થી ૭.પ વચ્ચે જોઈએ. પીએચ ૬થી નીચે તો જમીનમાં ચૂનો ઉમેરવો જોઈએ.
આ પાકની વાવણી શિયાળો બેસતા ઓક્ટોબર માસમાં ૪પથી ૬૦ સેમી અંતરે ઓરીને કરવામાં આવે છે. ટેકરીઓવાળા વિસ્તારમાં જ્યાં ઉનાળામાં હવામાન ઠુંડુ રહે છે ત્યાં તેનીવાવણી માર્ચના બીજા અઠવાડિયાની શરૂ કરી મે માસના અંત સુધીમાં કરવામાં આવે છે. હેક્ટરે ૨પથી ૩૦ કિગ્રા બની જરૂર પડે છે. વાવણી પછી તરત યોગ્ય માપના ક્યારા બાંધવામાં આવે છે. જે ખેતરમાં વટાણાનો પાક પહેલી જ વાર લેવામાં આવતો હોય ત્યાં વાવણી પહેલા બિયારણને બેક્ટેરિયા કલ્ચરનો પાસ આપવો, જેથી પાકની વૃદ્ધિ સારી થાય અને ઉત્પાદન સારુ રહે છે.
૪,પ૦૦ કિગ્રા જેટલી લીલી શિંગના પાક માટે જમીનમાંથી પપ કિગ્રા ફોસ્ફરસ અને ૪૦ કિગ્રા પોટાશ ચૂસાય છે. વળી નાઈટ્રોજનવાળા રાસાયણિક ખાતર જો વધુ પડતાં અપાય તો વટાણાના છોડના મૂળમાં ગ્રંથીઓ બાઝવા પર અને નાઈટ્રોજન બંધનની ક્રિયા પર માઠી અસર પડે છે. આ બંને હકીકતોને ધ્યાનમાં રાખી ખાતર આપવા જોઈએ. આ દૃષ્ટિએ ખેડ વખતે હેક્ટરે ૨૦ ગાડી છાણિયું ખાતર જમીનમાં ભેળવ્યું હોય તો સારુ, તે ઉપરાંત વાવણી પહેલા હેક્ટરે ૨પ કિગ્રા નાઈટ્રોજન, ૭૦ કિગ્રા ફોસ્ફરસ અને પ૦ કિગ્રા પોટાશ રાસાયણિક ખાતરના રૂપમાં આપવું. નાઈટ્રોજનથી તે કાળમાં વૃદ્ધિ ક્રિયાને પ્રોત્સાહન મળે છે.
આ દેશોમાં વટાણાનું વાવેતર
વટાણાના પાકને ઠંડુ હવામાન અનુકુળ પડે છે. એટલે શીત કટિબંધ દેશોને ઉનાળામાં અને ઉષ્ણ કટિબંધના દેશોમાં તેનું વાવેતર થાય છે. યુરોપના લગભગ બધા જ દેશો, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, રશિયા વગેરે દેશોમાં તેનું વાવેતર થાય છે. ભારતમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, પંજાબ, મહારાષ્ટ્ર તથા ઓરિસ્સામાં પણ આ પાકનું વાવેતર વિશેષ પ્રમાણમાં થાય છે. ગુજરાતમાં વટાણાનું વાવેતર બહુ જૂજ થાય છે.
વટાણાની વિવિધ જાત
આરકેલ: છોડ ઝડપથી વૃદ્ધિ પામતા ઠીંગણા, ૪૦થી પ૦ સેમી ઉંચાઈના ફૂલ સફેદ નીચલી ગાંઠ પર બેના જોડકામાં શિંગ આકર્ષક ઘેરી લીલી લગભગ ૮ સેમી લાંબી, સહેજ વળાંકવાળી ભરાવદાર, બી મીઠા અને કરચલિયા વ્યાવા પછી પંચાવનથી સાઠ દિવસમાં ઉતારવાયોગ્ય સિંગ થઈ જાયછે. લીલી સિંગનું ઉત્પાદન હેક્ટરે ૧૦૦થી ૧૨પ ક્વિન્ટલ, દાણાનું ઉત્પાદન ૧૨થી ૧૩ ક્વીન્ટલ દર હેક્ટરે ઓક્ટોબરના મધ્યથી વાવવા માટે અનુકુળ છે.
અલીંબર્જર : વહેલી પાકતી, ઠીંગણી અને કરચલિયા બી વાળી જાત શિંગો લીલા લગભગ ૭.પ સેમી લાંબી, સારી રીતે ભરાવદાર, સાંઠથી પાંસઠ દિવસમાં લીલી શિંગો તૈયાર થાય છે. દાણામીઠા ડબ્બાબંધી માટે સારી જાત છે. ઉત્પાદનપ૦થી ૬૦ ક્વીન્ટલ દર હેક્ટરે ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં વાવવી અનુકૂળ રહે છે.
લીટર માર્વેલ : છોડ ઠીંગણા, ડાળીઓ જાડ, પાન ઘેરાં લીલા શિંગો સીધી પહોળા ઘેરી લીલી પાંચથી છો દાણાવાળી ૭ સેમી લાંબી સાઠથી પાંસઠ દિવસમાં પહેલી વીણવી આપે છે. બી કરચલિયા વહેલા વાવવા જરૂરી છે.
મીટીઓર : વહેલી પાકતી, છોડ ઠીંગણા, ૩પથી ૪પ સેમી ઉંચા, ફૂલ એકાકી, સફેદ શિંગો ઘેરી લીલી ૯ સેમી લાંબી, સાતા દાણાથી ઠાંસોઠાંસ ભરેલી બી સુવાળા, બે માસ પહેલી વાવણી મળે છે. લીલી શિંગોનું ઉત્પાદન હેક્ટર ૧૦૦થી ૧૦પ ક્વીન્ટલ, દાણાનું ઉત્પાદન હેક્ટર ૧૨ ક્વીન્ટલ વહેલી વાવવા માટે અનુકૂળ રહે છે.
બોનેવિલે : મધ્યઋતુની જાત મધ્ય ઉંચી, બે શિંગવાળી, દાણા મીઠા, શીંગ ઘેરી લીલી, ૮ સેમી લાંબી, ત્રણ માસે પ્રથમ વીણવી મળે છે. ખુબ ભારે ઉત્પાદન આપનાર જાત છે. લીલી શિંગ હેક્ટરે ૧૨૦થી ૧૩૦ ક્વીન્ટલ અને દાણા ૧૨થી ૧૩ ક્વીન્ટલ ઉતરે છે.
લિંકન : મધ્યઋતુની જાત છોડ મધ્યમ ઉંચાઈના બે શિંગવાળા, શિંગ ઘેરી લીલી ૨પ સેમી લાંબી વણાંકવાળી આઠથી નવ લીલા દાણાવાળી, ત્રણ માસ પ્રથમ વીણવી મળે છે. ૧પમી ડિસેમ્બર સુધી વાવણી માટે અનુકુળ ડુંગરાળ પ્રદેશમાં સારુ ઉત્પાદન મળે છે.