ડાયાબિટિસમાં ઉપયોગી ફળ જાંબુ
જાંબુનો જાંબુડી રંગ ચેપી છે. તે કપડાંને લાગે તો કપડાં ઉપર અને ખાવામાં આવે તો જીભને જાંબુડી કરે છે.
જાંબુ મીઠા અને તૂરા છે. સ્વભાવે તે ઠંડા અને ગુણમાં લૂખા છે. જાંબુ પચવામાં ભારે, મળને બાંધનાર, વાતકર, પિત્ત અને કફશામક છે. તે મળ-મૂત્રને રોકનાર, અવાજને બેસાડી દેનારા, ખૂબ વાતલ અને અપથ્ય છે. ઝાડા, મરડો, મધુપ્રમેહ, થાક, શ્વાસ, મોંની વિરસતા, બરોળની વૃદ્ધિ, તરસ વગેરેમાં તે સારા છે.
કાચાં જાંબુ ન ખાવા. વધુ પડતા જાંબુ ન ખાવા. ભૂખ્યા કે ખાલી પેટે જાંબુ ન ખાવા.
જ્યારે પહેલો વરસાદ પડે છે ત્યારે જાંબુ બજારમાં આવે છે. તે વખતે નવા પાણીથી ઘણાંને ઝાડા કે મરડો થઈ જાય છે. તેને રોકવા જાંબુ ખાવા જોઈએ.
ડાયાબિટિસના રોગી માટે જાંબુ ઉપકારક છે. સીઝનમાં તે જેટલા ખવાય તેટલા ખાવા. તેના ઠળિયા સૂકવી તેનો ભૂકો કરી તેને પણ ફાકી શકાય. જાંબુ ડાયાબિટિસને નિયંત્રિત કરે છે.
બહોનોના પ્રદર રોગમાં પણ જાંબુ સારા છે.
જાંબુના ઠળિયાને ઘસીને ખીલ ઉપર લગાવતા ખીલ મટી જાય છે.
જાંબુ ધોઈને મીઠું ચડાવીને ખાવા જોઈએ.